Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Shukla

Drama Tragedy

3  

Rekha Shukla

Drama Tragedy

બાળપણ

બાળપણ

1 min
219

બાળપણનું મારૂ ફળિયું ખોવાયુંં

અને

રમતો હું એ મારુ આંગણું ખોવાયુંં,

નથી છીપાતી તરસ ફ્રીઝનાં પાણીથી 

 કેમકે

રસોડામાં રમતુંં એ પાણીયારુ ખોવાયુંં,

નથીરે આવતું લૂછવા આંસુ આજ કોઈ 

અને

મારી "મા" લૂછતી એ આજ ઓઢણું ખોવાયુંં,

થાકી જવાય છે થોડું જ અંતર ચાલતા હવે 

જયારે

કિલોમીટર દોડાવતું એ મારુ પૈડુ ખોવાયુંં,

બત્રીસ ભાતનાં ભોજન ક્યાં ભાવે છે હવે 

  ત્યારે

ગોળ ઘી નું મારી મા-બેનીનું એ ચૂરમું ખોવાયુંં,

મારવા પડે છે દરેક દ્વારે ટકોરા હવે 

 કેમ કે

સીધો જાતો એ ખુલ્લું હવે બારણું ખોવાયુંં,

નથી ભૂંસી શકતો હવે લખેલું આ કાગળનું

અને

ત્યાં તો દફ્તરની એ મારી પેનને પાટિયું ખોવાયુંં,

હજારો દોસ્તો છે ફેસબુક અને વોટ્સએપમાં

  પણ

લંગોટિયા યાર સાથેનું મારું આખે આખું ગામ ખોવાયુંં..!

Rate this content
Log in

Similar hindi poem from Drama