Mrugtrushna Tarang

Fantasy Inspirational

4  

Mrugtrushna Tarang

Fantasy Inspirational

યુરોનીઝમ વિશ્વ

યુરોનીઝમ વિશ્વ

5 mins
242


તે 2044ની વસંત હતી જ્યારે મને પ્રથમ વાર સમજાયું કે હું પાણી હેઠળ શ્વસી શકું છું.

"ઊંડો શ્વાસ લઈ છોડવામાં સમય સાચવતી હોય એમ નહિ કરતી. ઊભી રહેજે. હું તને બહાર કાઢવા માટે કંઈ તો પણ લાવું છું." એકધારું બોલી રહેલી છવિ અહીંતહીં નજર ફેરવે છે તો બધે કેવળ વડવાઈઓ જ દેખાય છે. ખુશ થતી એ એક વડવાઈ તોડવા મથી રહી છે, પણ, સત્તરસોથી પણ વધુ જૂની કબીરવડની એ શાપિત વડવાઈઓ તૂટતાં તૂટી નથી રહી. અને,

"હું ઠીક છું, મારી ફિકર છોડ. તું એક કામ કર." કહી સારંગીએ છવિનું મન વ્યાકુળ થતા અટકાવ્યું.

"હાં, બોલ" સારંગી સાથે વાર્તાલાપ કરવા સાથે સાથે કુમળી વડવાઈ શોધી એને તોડવાનો પ્રયાસ એનો ચાલુ જ હતો ત્યાં ફરી ટપ ટપ ટપ ટપ એમ ટપકાં પડવાનો અવાજ સંભળાયો અને એ ચોતરફ શોધી રહી કે એ અવાજ આખીરકાર આવે છે ક્યાંથી? પણ, ત્રણ કલાકની જદ્દોજહદ મહેનત બાદ પણ ન એ એક વડવાઈ તોડી શકી કે ન એ 'યુરોનીઝમ' નામક ચૌદમા ગ્રહનાં ભૂગર્ભમાં ડૂબી રહેલ પોતાની જીગરજાન ફ્રેન્ડ સારંગીને શોધી શકી.

છપાક અવાજ સાથે 1700 વર્ષ જૂનું ભારતમાંનું કબીરવડ વનરાવન અહીં યુરોનીઝમ ગ્રહ પર આબેહૂબ ઉતારવામાં આવ્યું હતું. અને એની મધ્યમાં રહેલા પણ નજરમાં ન આવેલ એ છીછરા ખાબોચિયામાંથી અચાનક જ સારંગી બહાર ઉછળી પડી. મીઠાં જળની મત્સ્યગંધા જેમ પાણીથી તરબતર છતાં કોરીકટ સારંગી માટે ઘણું બધું વિચારાઈ ગયું હોવા બાદ સાક્ષાત સામે ઊભેલી જોઈ છવિ અશ્રુધારથી આમને આમ ભીંજાઈ ગઈ.

"લે, પાણીમાં રહી હું એકલી જ ભીંજાઉ એ કેમ ચાલે, તારો સાથ તો મળવો જ જોઈએ કેમ !" કહી તાજા તરવરતા ઝાકળબિંદુઓને ખોબલે ખોબલે ઉલેચી સારંગી, છવિ પર ફેંકવા જઈ જ રહી હતી ત્યાં - "કાળઝાળ બળતરા થઈ રહી છે. કોઈ તો બુઝાવો આ આગને, આમ ઝાકળબિંદુઓનાં આ તળાવને ન વેડફો, મારી મદદ કરો." ફેન્ટસી વર્લ્ડમાંથી કોઈ એલિયન બોલી રહ્યું હોય એવું લાગ્યું.

"શું છવિ, મજાક કરવાનીય હદ હોય કે નૈં ! સીધેસીધી ના પાડી હોત અગર તેં તો શું હું માનત નૈં, એવું તને લાગે છે?"

"પણ, સારંગી, મેં બૂમો પાડી જ નથી તો !" હવે ડરવાનો વારો બંનેનો આવ્યો. આમતેમ બધે જ ફરી વળ્યાં. નાઈલ નદી જેવી લાંબી લચક થેમ્સ નદીને કાંઠેય જઈ આવ્યા, પણ, દૂર દૂર સુધી કોઈ જ નહોતું.

વડવાઈઓ વચ્ચે ભર ઉનાળેય તડકો બાળતો નહોતો ત્યાં લીલુંછમ ઘાસ અને પરોઢમાં ઘાસ પર બાજેલાં તાજા ઝાકળબિંદુઓ કૂમળો તડકો મધ્યાહ્નમાં પરિવર્તિત થયા બાદ પણ શમ્યો નહોતો અને એજ તો એની ખૂબી માણવા માટે સારંગીએ પિકનિક માટે આ સ્થળ શોધ્યું હતું. કબીરવડ વનની મધ્યમાં નારેશ્વર મંદિર હતું, કે જે ભૂગર્ભમાં આવેલું હતું અને એનાં પર અભિષેક થતો હતો ઝાકળબિન્દુઓનો જે આજ દિન લગી કોઈ ખોળી શક્યું નહોતું.

ઐતિહાસિક પુરાતત્વો અને આર્ટિફેક્ટસનો અભ્યાસ કરતી સારંગીએ સત્તરસો વર્ષ જૂનો ઇતિહાસ શોધી તો કાઢ્યો પણ 3 કિ.મીનાં ઘેરાવામાં ફેલાયેલ એ કબીરવડ વનમાં ગર્ભમાં રહેલ મંદિર અને ઝાકળબિન્દુઓ સભર તળાવ શોધવા શરૂઆત ક્યાંથી કરવી? કબીરવડ વનરાવનનો ન તો કોઈ આરંભ છે કે ન કોઈ અંત, ત્યાં મધ્ય કેમનો ખોજવો !

જર્જરિત હાલતમાં મળેલ નકશો લઈ શનિ ગ્રહથી ખાજગી એરક્રાફ્ટ લઈ બંને જણીઓ ખરાં અર્થમાં આસમાનથી ટપકી હતી. પોતાનાં ગ્રહ પર હાઈડ્રોજનનું 96 ટકા અને 4 ટકા હિલિયમ જેવા વાયુયુક્ત વાતાવરણને કારણે નાઇટ્રોજનના પ્રમાણને ઓછું કરવાની વૈજ્ઞાનિકોની મહેનત કામયાબ નહોતી નીવડી રહી. એટલે, મહાન વૈજ્ઞાનિક સર થોમસ એન્ડ્રુની એન્ગલો ઇન્ડિયન પુત્રી છવિએ પોતાની મહત્ત્વાકાંક્ષા લંગોટિયા યાર સમ સખી સારંગીને જણાવી અને બંનેવ શનિ ગ્રહનાં વલયો તેમજ 150 ચંદ્રની સેટેલાઈટથી ખુદને બચાવતા યુરોનીઝમ નામક ગ્રહ પર આવી ગયાં.

રાતનો અંધકાર એમને માટે વરદાનરૂપ સાબિત થયો શનિ ગ્રહ પર પણ અને પૃથ્વી સાથેનાં યુરોનીઝમ ગ્રહ પર પણ. 

સાડા અઠ્ઠાવીસ વર્ષ લાગતાં શનિ ગ્રહને સૂર્યની ફરતે એક ચક્ર પૂરું કરવામાં. અને એટલો સમય એમની પાસે હતો એમની શોધ ક્રિયા પૂર્ણ કરી ઝાકળબિન્દુઓનું તળાવ અને સોનેરી ઝાકળો ઉત્પન્ન કરતાં છોડવાઓ પૃથ્વી પર આસમાનમાં લઇ જવા માટે.

"સારંગી ! તારો મેજિકલ નકશો કાઢીને જોવાનું તો રહી જ ગયું કે એ ગર્ભમાં રહેલું મંદિર ક્યાં આવેલું છે, અને એનાં પર ઝાકળોનો અભિષેક કરવાથી શિવશંભો પ્રસન્ન થશે અને આપણને વરદાન સ્વરૂપે ઝાકળબિન્દુઓનું તળાવ અને એમાં ખીલતાં કુમુદીનીનાં ચંદેરી પુષ્પો, એનાં પર એકઠાં થનારા ઝાકળો કે જેનો સ્પર્શ મેળવવા અહીંના દેવી દેવતાઓ પણ સ્વર્ગ છોડી આડે ઉતરે છે ! !"

છવિની ઉટપટાંગ વાતોમાં કંઈક તો તથ્ય નક્કી છે એવું માનીને સારંગીએ મૅપ કાઢ્યો અને એને વાંચવા સમજવા જતામાં એનો પગ લપસ્યો અને એ પડી ઝાકળબિંદુના તળાવમાં. હાથ પગનાં હલેસાઓ મારી મારીને સારંગીએ ગર્ભમાંનું મંદિર પણ શોધી કાઢ્યું અને કુમુદીનીનું ચંદેરી પુષ્પ પણ ! 

પણ, 

એને ઉપર પોતાનાં પ્લેનેટ પર કેવીરીતે લઈ જવું એ પ્રશ્ન અચંબિત કરતો રહ્યો.

ત્યાં, યકાયક કબીરવડ વનરાવનની વડવાઈઓ પર ઝૂલા ઝૂલતી કેટલીક રૂપસુંદર કુંવરિકાઓ દેખાઈ અને રમતા રમતા થાકી તો વિશ્રાન્તિ કરવા રોકાણી અને એમાંની સહુથી નાની કુંવરીએ ભૂખ લાગવાની વાત જાહેર કરી.

એ રૂપસુંદર કુંવરીઓને સારંગી તથા છવિએ ત્યાંના વડના ઝાડ નીચે ખીલતાં સોનેરી છોડવાઓનાં સોનેરી ફળ તૃપ્ત થવા યોગ્ય આપ્યાં, અને પીવા માટે મીઠાં ઝાકળોનું રસપાન કરાવતા એ કુંવરીઓએ શિવશંભોને પ્રસન્ન કરવાની તરકીબ સુઝાડી, એટલે એમનો આભાર માન્યા બાદ છવિએ તેમજ સારંગીએ એ પ્રમાણે જ બધી વિધિ પાર પાડી અને શિવશંભોને પ્રસન્ન કરવાનો મહામંત્ર ઉચ્ચારવાનું શરૂ કર્યું.

નિરંતર રાતદિવસ માત્ર એ મંત્રોચ્ચારથી પ્રસન્ન થઈ શિવજીએ બંનેવને વારાફરતી વરદાન માંગવા કહ્યું અને શનિ ગ્રહની ગરમી દૂર કરી શીતળતા તેમજ સમગ્ર વિશ્વની જીવસૃષ્ટિ માટે જીવનદાન માંગવાની સાથે પોતાના માટે પણ કંઈક માંગવાનું કહ્યું તો ક્ષણભર વિચાર કરી સારંગી અને છવિએ એકસાથે કહ્યું: 

"પ્રભુ ! શનિ ગ્રહની જેમ જ યુરોનીઝમ, મંગળ, ગુરુ અને પૃથ્વી પર ફરી એકવાર સતયુગનો ઉદય થાઓ. કોઈ વાતે કોઈનેય કશી અછત ન વર્તાય... ઝાકળબિન્દુઓનો સ્પર્શ સહુને આહલાદક લાગે, સ્ત્રીઓનું માન સમ્માન વધે અને તેઓ સલામત રહે, પુરુષોમાંની પશુવૃત્તિ નસ્તેનાબુદ થઈ જાય કાયમ માટે.. અને, સહુ મૈત્રીભાવથી જીવે અને બધાં ગ્રહો વચ્ચે સેતુ બંધાયેલો રહે કે જેથી એકમેકમાં હળવા મળવા માટે સંઘર્ષ ન કરવો પડે. કોઈએ ક્યારેય અસત્ય ન બોલવું પડે. અને પ્રભુ તમે સદૈવ બધે જ વિરાજમાન રહો. અને -"

"અરે ! બસ, બસ, બસ.... કેટલું માંગીશ પુત્રી? આમેય તારા માટે માંગવા કહ્યું હતું અને તેં તો સમગ્ર સંસાર માટે માંગીને "વસુધૈવ કુટુંબકમ" ની ભાવના જ સૂત્ર રૂપે જાહેર કરી દીધી. 

પ્રસન્નતાથી તથાસ્તુઃ કહેવામાં આજે મને પહેલીવાર આનંદ થઈ રહ્યો છે પુત્રી."

"પ્રભુ !" સારંગી હજુ ઘણું બધું કહેવા માંગતી હતી, ઘણું બધું પૂછવું પણ હતું એને.

પણ, પ્રભુ માત્ર 

"તથાસ્તુઃ" કહી આંતરધ્યાન થઈ ગયાં. અને એજ ક્ષણે સારંગી પોતે અને છવિ બંનેવ ગહેરી નિંદ્રામાં લીન થઈ ગયાં.

ઝાકળબિન્દુઓની અમીવર્ષા એમનાં પર વરસી પડી ત્યારે આંખો ખોલી જોયું તો તેઓ બંનેવ પોતાનાં ગ્રહ યુરોનીઝમ પર પહોંચી ગયેલા હતાં. અને ઈશ્વરે તથાસ્તુઃ વડે બધી ઝંખનાઓ પરિપૂર્ણ કરી દીધી હતી.

હવે, શનિ ગ્રહ ઉગ્ર તપતો નહોતો.

150 ચંદ્રની શીતળતા પ્રસરતી હતી અને ઝાકળબિન્દુઓનાં તળાવો હવે ઠેર ઠેર સ્વયંભૂ પ્રગટ થયેલાં હતાં. તાજા ઝાકળબિન્દુઓનો સ્પર્શ આહ્લાદક લાગતો હતો.

છવિએ સારંગીને થેક્યું કહ્યું મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરવામાં સહાયક બનવા બદલ. અને, આજે પણ, કબીરવડનાં વનરાવનમાં ભૂગર્ભજળથી અભિષેક પામતાં એ દિવ્ય શિવશંભોનાં મંદિરે ઘંટનાદ રોજ સંભળાય છે કુંવરિકાઓનાં ઝૂલણાં સાથે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy