#DSK #DSK

Drama Romance Thriller

3  

#DSK #DSK

Drama Romance Thriller

યે રિશ્તા તેરા મેરા ભાગ ૨.૯

યે રિશ્તા તેરા મેરા ભાગ ૨.૯

6 mins
668


સાંજ પડી,

મહેક આવી, એ સીડી ચડવા લાગીને હજુ ઘર સુધી પહોચે એ પેલા જ ગબડી પડી.

ઓ..મ્મા...

દોડા દોડ મીરા આવીને બોલી મહેક શું થયું તને? મહેકને ઉભી કરી,હાથ પકડી ઉપર લાવી.

તેના રૂમમા લઇ ગઇ.પાણી આપ્યુ, પણ મહેક ભાનમા પૂરી ન’તી.જેવો ગ્લાસ આપ્યો કે તેના હાથમાંથી ગબડી ગયો.

મીરા એ ફરીવાર પાણી આપ્યુ,આ વખતે તેણે જાતે પાણી પાઇ દીધુ.

મીરા : મહેક આર યુ ઓકે?

મહેક બોલી : જી...

નો પ્રોબ્લેમ.

અંશ બોલ્યો અવની હવે હું ઘેર જઉં છું , મતલબ હું ને આકાશ એમ પણ આઠ તો વાગી ગયા છે ને મારે થોડુ ઇમરજ્ંસી કામ પણ છે ઘેર.

આકાશ ચલ ફટાફટ.

આકાશ બોલ્યો અંશ એવું જ હતું તો પહેલા જતો રહ્યો હોત તો?

અંશ ગાડી બહાર કરતા બોલ્યો[ફોર વ્હીલર]

અરે! યાર આકાશ યાદ જ ન આવ્યુ એટલે.

આકાશ બોલ્યો ઓહ....

હે ઇશ્વર!!!

મારી પ્રાર્થના સાંભળ જે

એક્વારની મારી ભૂલ મને જ સજા ન થઇ પડે.

સલામત રાખજે એને જેણે મને સહારો આપ્યો.

અંશ આવુ જ વિચરતો ગાડી ચલાવે છે.

ગાડી કોઇને અથડાતાં રહી ગઇને આકાશે બૂમ મારી અંશ...શ..શ...

અંશ; નો પ્રોબ્લ્રેમ યાર.

આકાશ; હમમમ.

બંને ઘેર પહોચ્યા...ડૉર બેલ મારી, મીરા એ દરવાજો ખોલ્યો કે....મહેક ક્યા છે?

અંદર...મીરા બોલી ને એ સીધો જ અંદર....

મીરા; શું થયું?

આકાશ; ખબર નહી....બસ એ થોડો જલ્દીમા હતો...

અંશ; મહેક...આર યુ ઓકે?

મહેક; યા....તને મીરા એ કહી પણ દીધુ કે હું પડી, મે ના પાડી’તી.

મીરા; નો.મે નથી કહ્યુ.

અંશ; હા,બસ મને તારી યાદ આવી કે હું..

આકાશ; તારી યાદ આવી કે એ હોસ્પિટલથી જાણે ઉડીને આવ્યો. મને પણ હબડાવીને સરખો કરી દીધો.

અરે!!! યાર આમ થોડુ કરાય તને ખબર છે આમ ડ્રાઇવિંગ જીવ જોખમમા મુકી શકે છે? આકાશ બોલ્યો.

મહેક;શું થયું?

આકાશ;કશું નહી,તને શું થયું?

મીરા;આખો દિવસ કામ,શું થાય? વીકનેસ આવી ગઇ.

આકાશ;ઓઅહ..

મીરા; સવારમા પણ ક્યા નાસ્તો થાય છે સરખો?

આકાશ;હવે મીરા, મહેકના નાસ્તાનું તું ધ્યાન રાખીશ.

અંશ;હા...જાણે મારા દિલમાં હોસ્પિટલમાં જ કશું થવા લાગ્યુ કે મહેક સલામત નથી.

આકાશ; એ તારો પ્રેમ છે,અંશ.

મીરા; હા.

અંશ; હા...સાચુ. બસ આજ તો પ્રેમ છે.

***

ઇશુ આ બાળક આ જીવ અસ્તિત્વમા નથી જ આવવાનું એ મને ખબર જ છે.

આ નવરાત્રીના દિવસોમાં જ આ નાનકડા અંશનો નાશ થશે.

દિવસો જાય છે , ચિરાગ મારો જીવનસાથી ક્યારેય નહી બને.

એ સમજે એવુ નથી ને મારો આજનો ઝગડો.

ખબર નહી ક્યો કાળ હશે મારા પર કે હું ચિરાગની જાળમા ફસાઇને......?

"પ્રેમકાળ યોગ"

***

મીરા; આકાશ, કાલે ઇશુને મળવા જ્વાનુ છે હુ તેને કહી દઉં ૯ વાગે આવી જજે....

આકાશ; હમમ્મ,પણ તું કરીશ શું?

મીરા;પહેલા તો હું ચિરાગને સમજાવીશ,એ નહી માને તો તેના માતા-પિતાને!!

આકાશ;ને પછી...

મીરા;બસ...આકાશના મો પર હાથ મુકતા મીરા બોલી.એવું તો નહી જ થાય.

આકાશ; હમ્મ...ઇશ્વરની ઇચ્છા અગર,તે એ જીવનો ભોગ લેવા નહી માંગતો હોય તો?

મીરા એ કોલ કર્યો

ઇશુ ૯ વાગે આવી જજે.

ઇશ;ઓકે મેડમ...

ઇશુની તબિયત ખરાબ થઇ તેને વોમિટીંગ થવા લાગ્યુ.

તેની મમ્મી આવી;ઇશું શું થયું?કેમ તારી તબિયત ખરાબ થઇ? શું ખાઇ ગઇ?

ઇશુ;ના..ના કશું નથી થયું મમ્મા. આ તો તે શાકનો વઘાર કર્યો તો....?

મમ્મા; ડોબી,શાકના વઘારથી કશું ન થાય. એવું તો પ્રેગનેંટ છોકરીઓ ને જ થાય. તેની મમ્મી હસવા લાગી. લે મીઠુ ને પાણી. હવે બોલ બપોરે બહારથી શું ...ખઇને આવી?

ઇશુ; મમ્મા...પાણી...પુ...

મમ્મી; જો....આ તો મે વઘાર કર્યોને તને વોમિંટીંગ થયુ એટલે કાગનું બેસવુંને ડાળનું ભાંગવુ...કાગથી કાઇ ડાળ ન પડે.પણ આતો દોષિત થાય બિચારો.એ હસીને બોલ્યા...

ઇશુ; મો બગાડી હા..મમ્મી....

ઓકે તને લીંબુ શરબત બનાવી આપું તું પી ને સુઇ જા.

ઇશુ;હા મમ્મી....

ઇશુ પોતાની ભોળી મમ્મા વિશે વિચરતી જ સુઇ ગઇ...એક મોટો બોજ લઇને...

****

આ બાજુ અવની ૯ વાગે આવી...કેયુર પણ...

મહેકની તબિયત ખરાબ થઇ એમ સાંભળતા બંને દોડી આવ્યા.

મીત નીચે રમતો હતો એ પણ આવ્યો.

મીત;શું થયું દીદીને?અરે!! અવની દીદી તમે ક્યારે આવ્યા?કેયુર ભાઇ પણ?

કેયુર;હમણાં જ કેયુરે મીતનો હાથ પકડ્યો.

અવની તેના હાથમાંથી હાથ લઇ,સ્વીટહાર્ટ....તું રમવા ગયો હતો?

મીત; હા...પણ દીદી...

અવની; ઓકે છે.વીકનેસ..જમવાનું ઓછું છે માટે....

મીત; દીદી...હવે તમે સરખું નહી જમો તો હું પણ...

મહેકે મીતને નજીક બોલાવતા બોલી; હવે,હું બરાબર જમી લઇશ.

અવની;મહેક અગર તને પ્રોબ્લેમ ન હોય તો મીત મારા જોડે આવતો રહે? મારે પણ કંપની રહેને ત્યા સુધીમા તને પણ આરામ થઇ જાય.

મીત;યા...હું જવ દીદી

મહેક;હા...પણ તને ન ગમે તો પાછું...ઓકે.

મીત;ચલો દીદી મારુ પેકિંગ કરી દઇએ.

અવની;હા...[હવે જો અંશ મારી ચાલ કામ કરી ગઇ તો હું તમને બંન્નેને અલગ કરીને જ રહીશ.મને કોઇ પ્રોબ્લેમ ન તો કે અંશ તું મને પ્રેમ ન'તો કરતો.પણ, મીરા શું આવી? તું મારા પર ગુસ્સો કરવા લાગ્યો? મારી જવાબદારી વધી ગઇ? વધી તો ગઇ તું મારા કામને ભુલી તે મીરાને આકાશને તારા ઘરમાં રહેવા માટે બોલાવ્યાને હું એક મહેજ કામવાળી? નહી,હરગીઝ નહી.

****

સવારમાં પણ ઇશુની તબિયત ખરાબ છે.તેને વોમિટીંગ ચાલું જ છે.ઇશુને પપ્પા ખિજાયાને તેનાથી રડાઇ ગયું.રડાય તેને પોતાની ભૂલનું જ ગયુ પણ...દોષ પપ્પાનો આવ્યો. કાગનું બેસવું ને......

ઇશુની મમ્મી બોલી આવડી મોટી છોકરીને ખિજાતા શરમ તો કરો?

પપ્પા;એ બહારનું ખાય બિમાર પડે છે,અગર તને કે જે ખાવું હોય તો બનાવી ન આપે તું? તું ઘેર જ હોય છે.પણ ના,એ તો ભાવેને ફાવે નહી. ચલ દવા લઇ આવીએ?

ઇશુ; ના ના એ ડરી ગઈ

મમ્મા;જા,બેટા. ઇન્જેક્શન નહિ આપે.

ઇશુ ડરી ગઇ. ક્યાક.....કશુંક બહાર આવી ગયું તો? ના

પપ્પા; હવે ગુસ્સો કરમા ઈશું, રિસાઈશ પણ નહીં ને વધારે થાય એ પહેલા...

ઇશુ; હું મારી ફ્રેંડ જોડે જઇ આવીશ પણ તમારા જોડે તો નહી જ આવું.

પપ્પા; ઓકે ગમે તેમ જઇ આવજે.

ઇશુ; મો ફુલાવીને હા...

તેના પપ્પા હસીને ચાલ્યા ગયા...

ઇશુ ૯ વાગે લેક ગાર્ડેનમાં પહોચી ગઇ.

થોડીવારમાં જ મીરા આવી.....

બંને મળ્યા....

મીરા એ ચિરાગને કોલ કર્યોને

ચિરાગ;હલ્લો

મીરા; હું ડૉ.મીરા....મારે તમારુ કામ છે.?

ચિરાગ;બોલો...

મીરા; હું ઇશુ સાથે છું ને મારે તમારુ કામ પડશે.

ચિરાગ; બટ વાય?

મીરા; ચિરાગ.બધુ જ ફોન પર ન પતે તું આવે છે કે...?મારે બીજુ કશું કરવુ પડશે?

ચિરાગ; ઓકે...એ ૧૫ જ મિનિટમા આવી ગયો..

હે ઈશ્વર ક્યાં ફસાઈ ગયો એમ વિચારતો એ આવી રહ્યો

મીરા; ચિરાગ...

ચિરાગ; બોલો મેમ.....

મીરા; જો ચિરાગ,આ વસ્તુ ખોટી.તું આમ ઇશુને છોડી દે તો...?

ચિરાગ; મેમ આ નાલાયક કહેવાય ના...લા..ય..ક

મીરા; બસ,ચિરાગ. અદબથી વાત કર..નહિતર મને બધું જ ફાવે છે.પછી તારી જે હાલત થશે તેની ખબર જ છે કેમ કે.....

ચિરાગ;જો મેમ એક સારો રસ્તો છે કે ઇશુ આ નાઝાયજ ઓલાદને દફન કરી દે...રમત રમતમાં આવું તો થાય...

મીરા; વોટ?ચિરાગ..જેને તું રમત કહે એ ઇશુની જિંદગી છે.તેની ઇજ્જત છે.તું એનો પ્રથમ પ્રેમ છે ને તું?

ચિરાગ; મારો એ માત્ર ટાઇમપાસ...

ઇશુ; ચિરાગ....મે તને સાચો પ્રેમ કર્યો છે તું મારી જિંદગી મારા શ્વાસથી પણ વધુ છે.પ્લીઝ..તું આવું ન કર...ઇશુ રડવા લાગી.

મીરા; લવમેરેજ તો મારા પણ છે ચિરાગ ડૉ.એવા નથી એ એક સારી વ્યક્તિ છે.

ચિરાગ;પણ...તમે ઇશુ જેવું કામ લગ્ન પહેલા કર્યુ?

મીરા; ના,પણ...એ..વું..

ચિરાગ; તો પછી બસ....હું આના ચરિત્ર પર કેમ વિશ્વાસ કરુ બોલો?

મીરા; એવું ન હોય. કોઇ તારા પ્રેમનો વિશ્વાસ કરી ઝુકે તો એ તેની મહોબ્બત છે.તેનો તું ભરોસો છે,તેનો વિશ્વાસ છે. તેનો શ્વાસ તેની ધડકન છે ત્યારે એ તને તને બધુ સોપે છે.

ચિરાગ; મેમ આ બધી વાતો કાગળ પર જ સારી લાગે. રીઅલ જીવનમા નહી..

મીરા; એવું નથી હોતું,ચિરાગ.

ચિરાગ;મેમ આ બાળકનો નિકાલ તો થવાનો જ છે એ પણ.... ૨ દિવસમાં જ, કેમ કે ઇશુ એ ગોળી રાત્રે જ લઇ લીધી એવી વાત થઇ મારે રાત્રે એની જોડે.

મીરા એ ડરીને ઇશુ સામે જોયું પણ ઇશુ એ ઇશારાથી ના કહી એટલે મીરા બધુ સમજી ગઇ.

મીરા; હા,પણ રખે ને એવું ન થયું,ને ઇશુના ઘેર...તો?

ચિરાગ; તો એ તેનો પ્રોબ્લેમ છે મારો તો નહી?તેના પાપા નિકાલ કરશે. સરકારી નોકરિયાત જો છે.

મીરા; ચિરાગ, કોઇ આટલી હદે....નલાયક બની શકે એ મને આજ જ ખબર પડી.આજ સુધી આવા કિસ્સા વાંચ્યા સાભળ્યા પણ ઇશ્વર્ આવું પણ દેખાડશે એ મને ન’તી ખબર.

હવે,તારા હાથમાં ઇશુનો હાથ સોપાય પણ નહી, તારા પર વિશ્વાસ ન કરી શકાય, તે ઇશુને મારી નાખી તો? ના,ના હું એવું ન કરી શકુ? હું આ બાળક માટે એક બીજી જિંદગીનો નાશ ન કરી શકું એવું મીરા વિચારી રહી.

મીરા; ચિરાગ,હવે, તું જઇ શકે છે.ઇશુ ને ગોળી તો મે જ આપી છે. મને વિશ્વાસ છે ઇશુ નો પ્રોબ્લેમ ને તારી ઇચ્છા પુરી અવશ્ય થશે જ.તને ગુડ ન્યુઝ મળી જશે. તું જઇ શકે છે.

ચિરાગ; થેંક્સ મેડમ, આભાર.મને ઇશુમાંથી છોડાવવા બદલ. કાલે તો મને મોટી ધમકી મારીતી.

મીરા; હમમ્મ

ઇશુ એક બાજુ એટલું રડતી હતી કે મીરા તેને સંભાળી શક્તી ન’તી બીજી બાજુ ચિરાગના જ્વાબ કંફ્યુઝ કરતા હતા.તો એક બાજુ અંશનો કોલ.

મીરા એ વાતને પતાવવાની કોશીશ કરી.

અંશનો કોલ રિસીવ કર્યો ને કહયુ આવુ છું....

ઈશું સોરી....મારે...

ઈશું ઓકે....પણ ...

હું તને કોલ કરીશ ચિંતા ન કરતી ચાલતા જતા મીરા બોલીને ઈશું વિચારી રહી આ બોજ ક્યાં સુધી.....?


Rate this content
Log in

Similar gujarati story from Drama