#DSK #DSK

Drama Romance Thriller

3  

#DSK #DSK

Drama Romance Thriller

યે રિશ્તા તેરા મેરા ભાગ ૨.૭

યે રિશ્તા તેરા મેરા ભાગ ૨.૭

4 mins
663


સવારનો સૂરજ સોનેરી તડકો લઇને આવ્યો.જાણે ધરાને સોનાવર્ણી બનાવવાના પુરા મૂડમા હોય એમ.નાના-નાના વાદળો સૂરજ ઉપર આવતા જાયને સૂરજ ક્યારેક સંતઈ જાય તો ક્યારેક દેખાય. આજની આ વાદળને સૂરજની રમત ભેગી ઠંડી-ઠંડી હવા ભળીને સોનામા સુગંધ મળી.

આળસ મરડીને ઉભી થતી અવનીને કેયુર તાકી જ રહ્યો.એક નયન થઈ ગયાને ચેહરા પરના હાવભાવ પણ રોમેંટીક બની ગયા.તેને તો સ્વપ્ન પણ આવી ગયુ.આળસ મરડીને ઉભી થતી અવનીને ઉચકી લઇને પોતે ગોળ-ગોળ ફરવા લાગ્યો ત્યા જ અવની આવી ને બોલી;

ઓયે હલ્લો,આ કોઇ બગીચો નથી કે મારા રૂમ સામે આવીને ઉભા રહી ગયા, ફ્રેશ થવાનુ કરોને નીચે જઇએ.હોસ્પિટલમા ઘણુ જ કામ હોય છે,શો પીસ મા મૂકવા માટે નથી તુ,કે....યુ..ર્‍રર્‍ર્‍ર્‍ર્‍ર્..

કેયુર;હા...હા...બસ 15 જ મિનિટ.

અવની;ઓયે હેલ્લો...

કેયુર;જી

અવની;હુ નાસ્તો બનાવવાની છુ તો કરીને જ જજો; મફતમા મળશે.

કેયુરથી આછુ આછુ હસાઇ ગયુ.

ત્યા જ અવની બોલી; મજાક જ કરુ છું તું જોરથી હસી શકે છે.

ને કેયુર ખિલખિલાટ હસી પડ્યોને જોડે અવની પણ.

આ બાજુ મીરા નાસ્તો બનાવવામા લાગી છે. મહેક મીતને જગાડીને તેને તૈયાર કરવામા લાગી છે.અંશને આકાશ તૈયાર થાય છે.

મહેક;મીરા, મીતનો નાસ્તો ભરી દે જે.

મીરા; જી, લે તૈયાર જ છે.

મીત; થેક્સ દી..દી..

મીરા;વેલકમ માય જાનુ.

મહેક; મીરા,વોટર બેગ..

મીરા; ઓહ,ભુલાઈ જ ગઇ.

મીરા; અભી ચલી અભી આઇ.

મહેક મીતને તૈયાર કરી નાસ્તો કરાવીને મૂકવા માટે જતી રહે છે.મીરા બધાનો નાસ્તો ટેબલ પર ગોઠવે છે.મહેક તરત જ આવે છે.બધા નાસ્તો કરવા બેસે છે, ત્યા જ અવનીનો કોલ આવે છે..

અંશ; બોલ,

અવની; ચલ, નાસ્તો કરવા.

અંશ; બસ,જો કરુ જ છુ,આઉચ.

અવની; શુ થયુ? શુ થયુ? અંશ.

આ બાજુ મહેકે અંશની આંગળીને પાણીમા ડબોળીને બોલી ધ્યાન રાખતો હોય તો..

અંશ; તુ ચિંતા ન કર, ગરમ-ગરમ પરાઠુ ટચ થઈ ગયુ.

અવની; તુ એવોને એવો જ.

અંશ; રહ્યો, વેસે કેયુ શુ કરે છે?

અવની; નાસ્તો કરે છે.

અંશ; ધ્યાન રાખજે તેનુ.

અવની; હા,બીજા 2-4 મુકી જા.

અંશ; ઓકે બાબા ઓકે, ચિંતા ન કર. હવે, કોઈ નહી આવે તારા જોડે.

અવની; ઓકે બાય.

કેયુર; અંશ,તારા જોડે હતો?

અવની; જી,હા...

કેયુર; સારો છોકરો છે?

અવની; હા,બહું જ. આઇ લાઇક....

મીરા પ્રેગનેંટ સ્ત્રીને અને આકાશ બાળકો આવતા ગયા એમ ચેક કરતો ગયો. મીરા વારે વારે વિચારોમા ખોવાય જાય છે ને આકાશે બેચાર વાર પુછ્યુ;

મીરા શુ થયુ? મમ્મીની યાદ આવે છે; તારા ઘરની યાદ આવે છે.?

મીરા; ના,ના

આકાશ; તો શુ થયુ?

મીરા;પ્રેમ કરવો જોઇએ કે નહી?

આકાશ; મીરા, આ બધુ શુ છે? કેમ તુ આવુ પુછે છે? તારી કોઇ પણ પરિસ્થિતિમા હું સાથે જ છું તું ચિંતા ન કર.

પણ...પણ...ઇશુ સાથે કોઇ નથી, એનુ શુ થશે? ને પેલી ખિલતી કળીનુ?

આ સમય લંચનો એટલે કોઇ પેશનંટ ન હતુ,આકાશ્ ને મીરા વાતો કરી રહ્યા.

ત્યા અંશ ને અવની કેયુર આ બેની રાહ જુએ છે હજુ એ બધા આવ્યા જ છે ને ફ્રેશ થાય છે.

આકાશ; તુ કોની વાત કરે છે? આ ઇશુ કોણ છે.

મીરા; આકાશ...આકાશના બંને ખભ્ભા પકડી તુ મને પ્રોમિઝ કર કે તુ મારી વાત માનીશ જ માનીશ.

આકાશ; પણ...શુ થયુ?

નો નેવેર પેલા પ્રોમીઝ પછી જ વાત ,મીરા બોલી!

ડરેલી ને અશાંત મીરાને જોઇ આકાશે તરત જ પ્રોમીઝ આપી દીધી.પ્રોમીઝ બસ;હવે બોલ વાત શુ છે?

મીરા એ કાલની ઘટના કહી સંભળાવી.

આકાશ;ઓહ નો!!!

મીરા; હું પણ એક પ્રેમિકા છું. મે પણ તારા પર અતુટ વિશ્વાસ મુક્યો, તું વિશ્વાસ નિભાવે છે એ વાત અલગ છે પણ મે મારી જાતને ઇશુની જગ્યા એ મુકી, મારો વિચાર કર્યો કે મે તારા પર અતુટ વિશ્વાસ મુક્યો, પછી મે મારા પરિવારથી ભાગીને લગ્ન કર્યા, ને તુ મને પછી છોડી દે તો?

આ તો મને આખી રાત નિંદર નથી આવવા દીધી!

કોઇ પણ સંજોગોમા મારે ઇશુને તેનુ બાળક સલામત જોઇએ.

બસ,તને મારી કસમ ઇશુ એ લગ્ન પેલા અતુટ વિશ્વાસથી બધુ જ સોંપી દીધુને હવે?

જ્યારે એ મા બનવાની છે ત્યારે એ નાલાયક તેને ઠુકરાવે છે? હુ આવુ નહી થવા દઉં.

આ વાતમા તુ મારી સાથે છે ને આકાશ?

અવની; આકાશ હોય કે ન હોય પણ હુ તારી સાથે છુ.

કેયુર; હું તને બધી શક્ય મદદ કરીશ,

અંશ; હુ ને મહેક પણ.

આકાશ; જોયુ? જે વાત તારે કાલે લંચ સમય પર બધાને કહેવાની હતી એ તે 24 કલાક પછી બધાને કહીને તુ એકલી જ હેરાન થઈ. આ આપણો સાચો પરિવાર છે. કોઇ પણ મુશ્કેલીનો હલ ત્યારે જ આવે જ્યારે આપણો પરિવાર આપણી સાથે હોય!! ને જોયુ આપણો પરિવાર આપણી સાથે છે.

અવની; મીરાને ગાલ પર બંને હાથ મુકી ચોક્ક્સ.હ આ નેક કામમા આખા ગોલ્ડેનસીટીની ગાળો ખાવા તૈયાર છું.

ને પછી પ્રેમને બચાવવા ઉભી થઈ બે પ્રેમિકા.....!


Rate this content
Log in

Similar gujarati story from Drama