#DSK #DSK

Crime Inspirational Romance

4  

#DSK #DSK

Crime Inspirational Romance

યે રિશ્તા તેરા મેરા-15

યે રિશ્તા તેરા મેરા-15

8 mins
13.8K


સૂર્યોદય થયો...

હવે વાતાવરણમાં શાંતિ ફેલાઈ. મહેકને અંશ બિલકુલ ઠિક છે. હવે,અંશે મહેકને કહ્યું;

અંશ; મહેક

મહેક; બોલોને

અંશ; વૃંદાવન જઇ આવીએ.

મહેક; હમમ. મમ્મી-પાપાની યાદ આવે છે.

અંશ; જી મને પણ.

મહેક; તો હું જવા માટે તૈયારી કરું છું ને તું હોસ્પિટલમાં એકઝેસ્ટ કરીને પાછો આવ. હું મારા સરને કોલ કરી જાણ કરી દઉં છું.

અંશ; જી જાનુ. [મહેકને એક સોફ્ટ કિસ કરીને]

મહેક; મેં જવા માટે કહ્યું રોકાવા હરગીઝ નહીં.

અંશ [મહેકના વાળને સરખા કરતા બોલ્યો]; કેટલા દિવસ પછી આજે સૂર્ય જાણે તેના સોનેરી કિરણ તારા પર પાથરી મારા અંગે અંગમાં તારા સ્પર્શનો એહસાસ જગાવે છે.

[મહેક શરમાયને અંશને બાહોમાં લે છે. બે યુવાન હૈયા સવાર-સવારમાં એકબીજાની લાગણીને માન આપી રહ્યાં. અંશ મહેકને ચુમતો રહ્યો ગાલ, હોઠ, કપાળ, હાથ અને દિલ પરને મહેક આ વરસાદમા સતત તરબતર નીતરતી રહી.]

મહેક; ધીમેથી અંશ આપણે જવાનું છે તો તું હોસ્પિટલ...

અંશ; હમમમ, પછી... [અંશ તો તેના ચુમવાના કામમાં વ્યસ્ત જ છે.]

મહેક; હવે તો છોડ...

અંશ; જા... છોડી દીધી [ધીમેથી ધક્કો માર્યો]

મહેક; અંશ... [તેના હાથના બાવડા પકડી] ચલ રીસાવાનું બંધ કરીને...

[અંશને પોતાની બાહોમાં લઇ લીધો] પાગલ છે તું ! બિલકુલ ! તું શું સમજે છે ? હું તારા વગર તારાથી દૂર... રહી શકું છું ? બિલકુલ નહીં. જો આ દિલ તારા માટેને તારા સ્પર્શ માટે જ ધડકે છે. તડપે છે. સતતને સતત તારો જ સ્પર્શ ચાહે છે. બસ, થોડું પાગલ છે, તને રોકવાની નાકામ કોશીશ કરે છે.

અંશ; હસીને તો હુ જાવ.

મહેક; હમમમ્

અંશ; ના સમજુ કે હા.

મહેક; તને ઇચ્છા થાય તે!

અંશ; દિલ ‘ના’ કહે છે. પણ વાત તો મનની જ સાંભળવી પડશે.

મહેક; જી. જઇ આવ. હું તૈયારી કરી લઉં.

અંશ જતો રહે છે. મહેક તૈયારી કરવામાં જ વળગી જાય છે. ડૉ અંશ હોસ્પિટલ પહોંચીને એક વીકનું તમામ આયોજન 'અવની'ને કહે છે. તમામ જવાબદારી અવનીને સોંપે છે. આ બાજુ મહેક તમામ તૈયારી કરી દે છે. મહેક "લાલ ગાઉન ડ્રેસમાં" મનમોહક અદામાં અતિશય સેક્સી લાગી રહી છે. અંશે લાલ શર્ટને ક્રીમ કલરનું પેંટ પહેર્યું છે. અંશ કામ પતાવીને ઘેર પહોંચે છે ને આ મનમોહક કામીનીને જોઈને તરત જ પોતાની બાહોમાં લઇ લે છે.

અંશ; માય સ્વીટી [કિસ કરીને] આ અદા તો "મારી નાખવાની" જ છે.

મહેક; બિલકુલ નહીં "ઘાયલ" કરવાની છે આ અદા.

[અંશે આછું સ્માઇલ આપ્યું બંને વૃંદાવન જવા નીકળ્યા.રેલ્વે સ્ટેશન આવ્યા.વૃંદાવન સુધીની ટ્રેનમા ભીડ ઓછી રહે એટલે ત્યા જગા માટે ઝપાઝપી કરાવાનો કોઇ સવાલ જ ન રહેતો.અંશે ટીકીટ લીધીને બંને ટ્રેનની રાહ જોવા લાગ્યા,કેટલાય લુખ્ખા મહેકને તાકી રહ્યાને કેટલાયને તો તેને જાણે ઉચકી લેવી જ હોય એવા ભાવ પણ થવા લાગ્યા.મહેક કોઇ સામે જોયા વગર નીચે તાકીને ઉભી રહી.]

અંશ; મહેક આ બધા તારી અદાના "ઘાયલ" થવા લાગ્યા.તે લોકોને શું ખબર હજુ સુધી મારો ચાંસ ન લાગ્યો એ તેનો ક્યાંથી લાગશે?

[મહેકે અંશને પ્રેમથી એક મારી ત્યાજ વૃંદાવનની ગાડીની વ્હીસલ વાગી.ગાડી આવીને ઉભી રહીને મહેક અંશ દસ ડ્બ્બાવાળી ગાડીના ત્રીજા ડબ્બામાં ચડ્યા. આ ડબ્બામાં માત્ર બે કપલ દૂર-દૂર બેઠેલાને આ ત્રીજું કપલ ચડ્યું. આ કપલ એ બે કપલને છોડીને પાછળ જતું રહ્યું. મહેકને અંશે સામાન નીચે રાખ્યોને બંને સામસામેની વિંડો સીટ પર બિરાજમાન થયા. અંશ મહેકને વારે વારે કાતિલ નજરથી જુએ ને મહેક શરમાયને નીચે જોય જાય. મહેક થોડું ઉંચું જોઈને બારીની બહારના કુદરતના સૌંદર્યને માણવાની કોશીશ કરે કે અંશ મહેક સામે એક નજર કરીને તેને પાણી-પાણી કરી દે. મહેકને તો જાણે એવો એહસાસ થાય કે મહેકને અંશે બાહોમાં લઇ લીધીને તેને ચુમવાની કોશીશ કરી રહ્યો. મહેકના શરીરમાં એટલી આગ લાગે કે અસહ્ય બની જાય.]

[મહેકે બારી પર હાથ મૂક્યો એ જ ક્ષણે અંશે મહેકના હાથ પર હાથ મુક્યો. મહેકના શરીરમાં તો આગ લાગી ગઇ. તે ઉભી થઇને તરત જ અંશની બાહોમાં ભરાય ગઇ. અંશને જોરથી પકડ્યો. અંશે પણ મહેકને જોરથી પોતાના તરફ દબાવીને પોતાની છાતી સાથે મહેકને દાબી. મહેકના મોંમાથી આહ... નીકળી ગયું.]

અંશ; એય... બસ... કંટ્રોલ... [મહેકે તેની મોટી પાંપણ જુકાવી]

મહેક; હમમમ. ઓલ ઈઝ વેલ

અંશ; [મહેકને બાજુમાં બેસાડી] જો મહેક મો...ર...

મહેક; ક્યાં? [બોલીને બારીની બહાર જોવા માટે લાંબી થઇને અંશની બાહોમા ભરાય ગઇ.હવે,અંશથી કંટ્રોલ ન થયુ]

અંશ; મહેક આઇ લવ યુ

મહેક; આઇ લવ યુ

અંશ; મહેક

મહેક; હમમ

અંશ; આ પાગલ દિલને તારુ એકાંત સતાવે છે.

મહેક; કેટલું?

અંશ; એક થવાય એટલું. [મહેક શરમાય ગઇને નીચે જોઇ ગઇ]

અંશ; હું રાહ જોઇશ

મહેક; હમમ,અંશ

અંશ; બોલ

મહેક; જો નીરાબાપુનો રાજમહેલ ન હોત તો...

અંશ; તો મારી મહેક મને ક્યારેય પાછી ન... પણ નસીબ છે મારા [મહેકના બંને ગાલ પર હાથ મૂકી, માથા સાથે માથું અટકાવી] તું મળી ગઇ.

મહેક; આપણે ત્યાં જતું આવવું જોયે, ઉપકાર ભૂલી ન જવું જોયે.

અંશ; જી, કરેક્ટ !

ટીકીટ વૃંદાવનની હોવા છતાય બંને સુવર્ણનગર ઉતરી ગયા. ત્યાંથી રીક્ષા કરીને નીરાબાપુના રાજમહેલ પર ગયા. એ રાજમહેલનો વૈભવ જોઇને મહેક તો આહને વાહ કરવા લાગી...]

મહેક; વાઉ ! અંશ વાહ... કેટલો મસ્ત છે નહીં ?

અંશ; હા, રાજા છે વૈભવ તો હોવાનો જ.

[દરવાજાની બંને બાજુ હાથી સુંઢ ઉંચી કરીને ઉભાને વચ્ચે કમળ એવું સિમેંટથી બનાવેલુંને વચ્ચે લોખંડનો રજવાડી દરવાજો. અંદર આવતા જ ફૂલછોડ બંને બાજુને વચ્ચે રસ્તો. રસ્તો ફૂલોની સુંગધથી મધમધી રહ્યો. બંને બાજુ જગા ફૂલછોડ લોન અને મસ્ત-મસ્ત અલગ-અલગ આકારના બનાવેલા કમર સુધી ઉંચાં કુંડાં. તેમાં પાણીને પાણીમાં ગુલાબની પાંખડી ત્યાંજ સામેથી કાજલ આવે છે તે મહેકને જોય દોડીને મહેકને લપેટી લે છે.]

કાજલ; હાય

મહેક; હાય

કાજલ; અંશ રાઇટ?

અંશ; જી, નાઇસ ટુ મીટ યુ.

કાજલ; સેમ ટુ યુ. આવ અંદર.. આવ... [કાકા સામાન અંદર લઇ આવો] [આ તો રાજમહેલ વૈભવને ઠાઠ જ અલગ. ચાર ગામનો વહીવટ હજુય નીરાબાપુ સંભાળે પોલીસની જરુર ન પડતી. બાપુનું નામ પડતાં તો ચોર પણ કંપવા લાગે.]

મહેક સુક્ષ્મ નજરથી પહેલોં રૂમ જોવા લાગી. તે રૂમની કોતરણીને સ્વચ્છતા જોઇ નવાઇ પામી ગઇ.

કાજલ; મહેક તને આખોય રાજમહેલ બતાવીશ. તું રોકાઇ જા.

મહેક; ચોક્ક્સ પણ આજે હું [સોફા પર બેસતા] વૃંદાવન જાવ છું. પૂર પછી પહેલીવાર તો...

કાજલ; હું તને નહીં રોકું... તારા મમ્મી-પાપાનો હક મારા કરતા પહેલા. [મહેકનો હાથ પકડીને બોલી]

[ભગીરથ આવ્યો]

ભગીરથ; કેમ છે દીદી ? કેમ છે ડૉ.સાહેબ ? [મીના માસી કામવાળા એ પાણી આપ્યું]

મહેક; મજામાં

અંશ; ફાઇન

મહેક; ને તું?

ભગીરથ; ફાઇન, બસ ઘેર છું.

મહેક; કોલેજ?

નીરાબાપૂ; મહેક, કોલેજ એ જશે તો આ હવેલી કોણ સંભાળશે ?

[બધા હસી પડ્યાને નીરાબાપૂનું સ્વાગત ઉભા થઇને મહેક-અંશ કરે છે. મીનામાસી ચા, નાસ્તો લાવ્યા.]

મહેક; કાજલ,આવું ન હોય!

બાપુ; આવું જ હોય !

કાજલ; લો અંશભાઇ નાસ્તો

અંશ; ઓહો

બાપૂ; ખાવ ડૉ. સાહેબ ખાવ તમારે ક્યા પૈસાની દવા લેવા જવાની છે

મહેકને કાજલ હસવા લાગ્યા

ભગીરથ; ઓહો, સાહેબ ખાવ ખાવ અમે મફત દવા લેવા નહીં આવીયે હો

અંશ; ભગીરથ...

કાજલ; મહેક કેમ ચાલે છે ? તારે શાંતિને ?

મહેક; એકદમ હો !

બાપૂ; પૈસા જ ભેગા કરવા તેને શાંતિ જ હોય ને !

કાજલ; એ વાત સાચી પાપા

મહેક; એવું કશું નથી, માણસ શાંતિ મેળવવા પણ ભાગે છે

કાજલ; એ પણ સાચું

બાપૂ; પણ પૈસા જ વેઠ કરાવે છે

ભગીરથ; હું હંમણાં આવું કહીને જતો રહે છે

નાસ્તો કરીને મહેકને કાજલ પાછળ બગીચામા જાય છે. બંન્ને બગીચામાં વિહરતા-વિહરતા વાતો કરે છે.

મહેક; કાજલ મારે તારા આ રજવાડી બગીચામાંથી મારા 'ન્યુગોલ્ડેનસીટી'માં આ ફૂલછોડ લઇ જવા છે.

કાજલ; હસીને ચોક્કસ

મહેક; જી

બપોર થઇ ગઇ છે. બાપૂ જમવાનું બનાવવા માટે કહી દે છે. મહેકને અંશને રોકી રાખે છે.

અંશ; બાપૂ મારે લેટ થઇ જશે

બાપૂ; લેટ-ફેટ થયા કરે આવ્યા છો તો બાપૂની મહેમાનગતિ માણીને જ જાવ.

[બાપૂ એકદમ વિચારમા પડી જાય છે. તે સતત કશુક નિરિક્ષણ કરતા હોય છે. તેવું સતતને સતત અંશને ફીલ થાય છે. તે કશું બોલતો નથી ચુપ જ રહે છે.]

મહેકને કાજલ બગીચામાથી આવે છે.

મહેક; ચલો બાપૂ આવજો, અંશ સામે જોયુ

અંશ; બાપૂ એ જમવા માટે જિદ...

મહેક; પણ...

બાપૂ; મહેક બે કલાક આમ કે તેમ

[જાણે કશુક શોધી રહ્યા હોય એવા ભાવ બાપૂના ચહેરા પર આવી જાય છે.]

કાજલ; ચલ, મહેક નીચે હું તને બધું જ બતાવું છું. [બંને વાતો કરતા-કરતા પહેલાં માળે પહોંચ્યા.]

કાજલ; આ અમારા પુર્વજો જેમણે અસલ રાજાશાહી ભોગવી જેમ અમે ભોગવી એ તેમ નહી સાચી ! રાજાશાહી]

[મહેકે ઓરડાની ચારે દિવાલ પર નજર નાખી મોટી-મોટી તસવીરોથી સજાવેલો છે, બીજા ઓરડામાં અસલ રાજાશાહી જ્યાં પહેરેદારો સૈનિકો ભાલા લઇને ઉભા હોય, રાજદરબાર જ્યાં રાજા સિંહાસન પર બેસીને નિર્ણય કરતા હોય, વચ્ચે લાલજાજમ બંન્ને બાજુ પ્રધાન, મંત્રીગણની ખુરશી.]

મહેક; માય ગોડ

કાજલ; શું થયું ?

મહેક; અરે ! મારા વૃંદાવનના લોકો વાતો કરે છે એવું જ બધું છે અહીં કાજલ. પહેલા ઓરડામાં રાજાની મોટી - મોટી તસવીરને પછી રાજદરબાર.

કાજલ; જી... ને આ રાજાનુ સિંહાસન.

[મહેકને કાજલ લાલજાજમ બંન્ને બાજુ ખુરશીને સિંહાસન તરફ સીધા ચાલે છે, ત્યાં સુધી પહોચી જાય છે ને મહેક રાજાના સિંહાસનને હાથથી સ્પર્શ કરે છે. [ઘડીભર તેના પર બેસીને પોતે રાજકુમારીના વેશમાં પોતાની પ્રજા વચ્ચે બેસીને ગામનો કોઇ પ્રશ્ન સોલ્વ કરતી હોય છે.]

મહેક; આ માણસ જૂઠ બોલે છે તેને કેદ કરી દો...

માણસ; ના રાજકુમારી તમે પૂછતાછ કરાવો આ સોનાનો હાર મેં જ સોની પાસે બનાવેલો છે, મારી વાતને સાંભળો

મહેક; જી, સૈનિકો ! રાજદરબારમાં એ સોનીને પેશ કરો સોની આવ્યો

સોની; જી... રાજકુમારી આ સોનાનો હાર કોણે બનાવડાવ્યો

સોની; જી... રાજકુમારી આ માણસે

મહેક; આ માણસ સાચો છે ને પેલા માણસને કેદ ખાનામા નાખો

પેલો માણસ રાજકુમારીની જય, રાજકુમારી મહેકની જય કહીને હાર લઇને જતો રહે છે]

કાજલ; મહેક

મહેક વિચારમાંથી બહાર આવે છે; જી

[તે જોવા લાગે છે, ઉપર નજર કરતા મોટા-મોટા જુમ્મર લટકતા હોય છે. તેની આંખો એ ચમક જોયને અંજાય છે. મહેક સિંહાસનની બાજુમાં પડેલા બે મોટા પંખાને હલાવી જુએ છે. રાજાને પગ રાખવા માટે સોનાનો બાજઠ અને તેના પર વાઘના ચર્મની આકૃતિ સોનાની કોતરેલી છે.]

મહેક; ભવ્ય અતિભવ્ય. કાજલ આ તો અસલ સિંહાસન.એમ બોલતા બોલતા ત્રણ પગથિયાં ઉતરીને લાલજામ પર આવી.બંન્ને બાજુ નાના સિંહાસનની હાર છે, તે ચાંદીના બનેલા છે ને અલગ-અલગ પશુની કોતરણીવાળા છે. આ નાના સિંહાસનની ત્રણબાજુ તકિયા પણ લગાવેલા છે. વાહ... વાહ... કાજલ. તે મને આ રાજદરબારના દર્શન કરાવીને ધન્ય કરી દીધી. આ બોલતા એ ચાંદીના સિંહાસન પર બેસી ગઇ. બાજુમાં મોબાઇલ મૂક્યોને કાજલને બંન્ને અલક-મલકની રાજાશાહીની વાતો કરવા લાગ્યા. ત્યાં 30 મિનિટ પછી રેવા આવી...

રેવા; કાજલદીદી, જમવાનું તૈયાર છે. બાપૂ એ આપને પધારવાનો આદેશ કર્યો છે.

કાજલ; જી...

[બંન્ને જાય છે. કાજલ રસ્તામાં ફરીવાર આવે ત્યારે બીજી બધી રાજાશાહીની વસ્તુ બતાવવા માટે મહેકને કહે છે. બંને જમવા માટે પહોચે છે ને હાથ સાફ કરીને જમવા માટે બેસે છે. કોતરણીવાળું ડાઇનીંગ ટેબલ, લાકડાનું બનેલું છે ને કોતરણીથી કંડારેલું છે. ખુરશી પણ લાકડામાથી મસ્ત કોતરણી કરીને બનાવેલી છે. મહેકને આ બધું જોવાની જાણવાની ખૂબ જ મજા આવીને અંશને પણ ખબર જ છે કે એકવાર સુવર્ણનગરનો રાજમહેલ જોવાની મહેકની ઇચ્છા છે એ પણ ખબર પણ કોણ જાણે અંશને આવ્યા ત્યારથી અહીંથી જતુ જ રહેવાની ઇચ્છા થાય છે. તે જમવા પણ નથી ઇચ્છતો. રેવા, રીટા, સોનલ પ્રેમથી પીરસતા બધાને પ્રેમથી જમાડે છે ને મહેક-અંશને વિદાય આપે છે.

કાજલ; મહેક ફરીવાર આવવાનું છે હો પ્લીઝ એકવાર

અંશ; મનમાં હવે અડધીવાર પણ નહી જ નહીં

નીરાબાપૂ; આવજો

અંશ; આવજો

આરતીબા (કાજલના મમ્મી); આવજો

મહેક; આવજો આરતીમાસીબા

[બંનેને સામાન સાથે સ્ટેશન સુધી બાપૂની ફોરવ્હીલ મૂકીને જતી રહે છે. ટ્રેનનો સમય ૫ઃ૩૦ બંને ઉભા છે. નીરાબાપૂની જ વાતો કરે છે. ૫ઃ૦૫ મહેકને તેનો મોબાઇલ યાદ આવ્યો.]

મહેક; ઓહ નો

અંશ; શું થયું ?

મહેક; મારો મોબાઇલ રાજદરબારની ખુરશીમાં જ રહી ગયો

અંશ; હું જાવ છું

મહેક; ના, આ જગા વૃક્ષોવાળી અને સુમસામ છે તેના કરતા ગામ બાજુ રાજમહેલ હું જાવ છું

અંશ; ઓકે

[મહેક જાય છે, થોડીવાર ચાલે છે તો થોડીવાર દોડે છે. એકવાર તો પડી પણ જાય છે. પણ પહોંચી જાય છે. રાજદરબારના દરવાજા પાસે ઉભેલા સેવકને પોતાનો મોબાઇલ ફટાફટ લઇ આપવા કહે છે. ૫ઃ૧૫ થઇ ગઇ]

માણસ જાય છે, મહેક ઉતાવળમા બોલવા લાગી ફટાફટ આવે તો સારુ ટ્રેન ચુકી જવાશે, ઓહ ગોડ કેવી ભૂલ થઇ ગઇ !]

માણસ; રાજદરબારમાં જતા પે’લા પરવાનગી લેવી પડે મેડમ. આમ તેમ ઘુસી ન જવાય. આ તમારું ઘર નથી. આ નીરાબાપૂનો રાજમહેલ છે. મહેક ઉંચાનીચી થઇને વારંવાર જોવા લાગે તો ક્યારેક ઘડિયાર સામે જોવા લાગે ને પેલો માણસ આવતો દેખાતા તેના ચહેરા પર સ્મિત આવી જાય છે. તે તરત જ ઘડિયારમા જોતા ૫ઃ૨૨ થઇ જતા તે માણસ આવ્યોને બોલ્યો મેડમ "જમણી સાઇડથી" જશો તો બે મિનિટ વહેલા પહોંચશો.

અહીં જમણી બાજુ અંશ મહેકને આવવાની રાહ જોય રહ્યો.એ પણ ઉંચાનીચો થવા લાગ્યો તો ક્યારેક ક્યારેક તે જમણી બાજુ થોડુ અંદર ચાલી પણ જતો કે મહેક દૂર સુધી દેખાય છે કે નહીં. હંમણાં ટ્રેન આવી જશેને જતી પણ રહેશે. ૫ઃ૨૦ થઇ ગઇ... પાછો થોડો અંદર ચાલ્યો, સામાન છોડીને હવે તે થોડો વધારે અંદર ચાલ્યો. ૫ઃ૨૫ ટ્રેન આવીને ઉભી રહી. લોકો નીચે ઉતરીને જવા લાગ્યા. રેલવે સ્ટેશનથી જમણી બાજુથી લોકો ગામમા જવા લાગ્યા. જે લોકો નગરમાં જાય તે જમણી બાજુથી જ જાય છે. મહેક મહેલથી જમણી બાજુ ચાલી તેને લોકો ‘રેડ લાઇટ’ કહે છે. ૫ઃ૩૦ ટ્રેન જતી રહી. મહેક હજુય ન આવી.]

અંશ; એ ભાઇ ! [ઉભા રહે છે] કોઇ છોકરી સામે મળે તો કહેજો જલ્દી જાય તેણે લાલ ડ્રેસ પહેરેલો છે.

[અંશે ૪-૫ માણસોને કહ્યું. આ પાંચમાં માણસે ચોખવટ કરી...

માણસ; ભાઇ, જો એ છોકરી ‘’રેડ લાઇટ’’માં ગઇ તો પૂરું, તમે ૪/૫ને કહ્યું મને લાગે તમે ક્યારનાય રાહ જુઓ છો.

અંશ; જી પણ એ શું?

માણસ; ‘’રેડ લાઇટ’’ એ જુની હવેલીનો રસ્તો છે. રાજમહેલથી જમણી બાજુનો રસ્તો ‘’રેડ લાઇટ’’ તરીકે ઓળખાય છે. સુવર્ણનગરના લોકો ધોળા દિવસે પણ એ રસ્તાનો ઉપયોગ નથી કરતા.

અંશ; કેમ?

માણસ; સાહેબ, જુના વખતની એ રાજાશાહી હવેલીમાં ભુતપ્રેત, આત્મા, ડાકણ, રાક્ષસ વગેરેનું રહેણાંક સ્થાન છે. આ હવેલી એ ૨૫ વર્ષથી ૫૦૦ માણસોનો ભોગ લીધો છે.

આથી જ રાજમહેલથી જમણી બાજુ કોઇ ચાલતું નથી.

[વધુ આવતા અંકે]


Rate this content
Log in

Similar gujarati story from Crime