યાદગાર પ્રસંગ
યાદગાર પ્રસંગ
હું આણંદ પાસેના ગામડી ગામની. મારા જન્મ પછી મારી મમ્મી પ્રભુને પ્યારી થઈ ગઈ તો મારા પપ્પા નાનપણથી જ બહેરા મુંગા હતા. એમણે મને મોટી કરી. મારાથી ત્રણ ભાઈઓ મોટા હતા. ઉંમર થતા મારા પપ્પા એક સગા મારફત અમદાવાદ છોકરો જોવા આવ્યા. અને તેમણે મને આવીને ઈશારાની ભાષામાં સમજાવ્યું. મે લગ્ન માટે હા પાડી અને ત્રણ જ મહિનામાં અમારા લગ્ન થયા. લગ્ન પછી થોડા જ મહિનામાં દિવાળી આવતી હોવાથી મારા સાસુમાં એમના દિકરાને કહ્યુ કે ભાવનાને શહેરમાં લઈ જા અને એને પહેલી દિવાળી છે તો જે જોયે તે લઈ આપ. અમે મણિનગર રહીએ.
અમે સ્કુટર પર રતનપોળ ગયા. થોડી ખરીદી કરી પછી ઘરે જતા હું સ્કુટર પર બેસુ એ પહેલાં એક ગાંડી વચ્ચે આવી તો હું એક બાજુ ઉભી રહી. એમને એમ કે હું બેઠી છું એ જતા રહ્યા. એ જમાનામાં મોબાઈલ ન હતા. કાળા કલરના ફોન હતા મને ઘરનો ફોન નંબર યાદ ન હતો.અને હું પૈસા પણ પાસે રાખતી ન હતી. હું તો રતનપોળના નાકે ઉભી ઉભી રડુ.
મને એવી પણ સમજ ના પડે કે રીક્ષામાં બેસીને ઘરે જઈ રૂપિયા આપી દેવાય. એ રિલીફ રોડ પોહચ્યા અને એમણે પાછળ જોયું કે હું બોલુ છું તુ જવાબ કેમ નથી આપતી. એ શોધતા પાછા આવ્યા. અમેં ઘરે આવી બધાને આ વાત કરી. અને બધા હસી પડ્યા. હું આ દિવસ ભુલતી નથી.