Rena piyush

Abstract Others

3  

Rena piyush

Abstract Others

વુમન ડે

વુમન ડે

2 mins
7.8K


આહુતીની સવાર રોજ એના બગીચાના હિંચકેથી થતી. બગીચાના હિંચકા ઉપર બેસી એ સુંદર મજાના છોડ અને એની પર પાંગરતા ફૂલને એ હંમેશા નીરખ્યા કરતી. એની એકલતાને એ જાણે જબોળી નાખતી સુંદર છોડવાઓની અંદર. "ગુડમોર્નિંગ બેનબા" કામવાળી રાની ચાનો કપ ને છાપું લઈને આવી. "ગુડમોર્નિંગ" બેન. "આ તમે હું જોયા કરો છો, ટગર ટગર છોડવાઓને ?" આહુતી એ ફિક્કું સ્માઈલ આપ્યું. ને ચાના કપને ટ્રેમાંથી ઉઠાવી છાપું હાથમાં લીધું. આમતો રોજના ખૂન, મારામારી, બળાત્કારના કિસ્સાથી ભરેલા છાપા એને લગભગ અણગમતા. ફ્રન્ટપેજની હેડલાઈન વાંચી એ મોટાભાગે એમજ ઘડીવાળી છાપું મૂકી દેતી. પણ આજે એની નજર પેહલા જ પાના પરના સમાચાર પર પડી.

"સિંહણ તાબેના થઇ એટલે સિંહે તેના બે બચ્ચાંને ફાડી ખાધા પછી ધરાર મેટિંગ કર્યું. "

"બે બચ્ચાંને મારી નાખ્યા પછી સિંહણને ખેંચીને લઈ ગયો. વનવિભાગની જાણકારીમાં આવ્યું કે ત્રણ સિંહણ એમના છ-સાત પાથડાને લઈ ફરતું હતું. ત્યાં આ ગ્રૂપની એક સિંહણ પાંચેક દાલમથથાની નજરે ચડી ગઈ. જેમાંથી એક સિંહને આ સિંહણ પસંદ આવી ગઈ, પણ સિંહણ તાબે ના થતા એના એક માસના બે બચ્ચાને મારી નાખી તેની સાથે...

આહુતીના શરીરમાં ધ્રુજારી વળી ગઈ. એને છાપાનો કસકસાઈને ડૂચો વાળી દીધો. સિંહણ માટે એના દિલમાં એક અવ્યક્ત અનુકંપા થઈ ગઈ. માનવીય હેવાનીયત વન્ય પ્રાણીમાં પણ આવી ગઈ ? સિંહણ એક માદાજ ને, ના માત્ર માદા નહિ, એક સ્ત્રી, વુમન. હા એનામાંય તો એક સ્ત્રીનું જ દિલ ધબકે છે ને. સ્ત્રી ક્યાંય રક્ષિત નહિ ?અઠવાડિયા પછી વુમનસ ડે ઉજવાશે. નારી શક્તિની વાતો થશે. વિવિધ સ્ત્રી સંસ્થાઓ સ્ત્રી હક માટે લડશે. ત્યારે પણ કોઈક ખૂણે આવી જ કોઈક  સિંહણ તાબે નહિ થાય...પ્રતિકાર થશે...વેદનાની ચીસ.... બેનર લઈ એ અકળ વેદનાને વાચા આપવા સંસ્થા ઓ ઉમટશે. વુમનસ ડે પૂરો... ફરી પોતાના રૂટિનમાં વુમનસ વ્યસ્ત... ભોગ બનેલી સિંહણને ફરી આવતા વુમનડેમાં એના ઘાને તાજા કરાશે...  અને ના ચાહવા છતાંયે ફરીફરી ના ખોલેલા એ ઘા અંતે પાકી જશે. જેની વેદના એટલી અસહ્ય ને અકથ્ય થઈ જશે. કે જીવવાની જીજીવિષા છતાંય સમાજ એને જીવવા નહિ દે. ચાહે ગમે તેટલી મીણબત્તી ઓ સળગે જેની સંવેદનાઓ જ ઓલવાઈ ગઈ પછી શુ ?

મોબાઈલમાં આવેલા મેસેજથી સ્ક્રીન ઓન થઈ ગઈ ને એની વ્હાલસોઈ દીકરીનો ફોટો દ્રશ્યમાન થયો. એને વ્હાલથી સાચવીને મોબાઈલ બે હથેળી વચ્ચે લઇ ફોટા પર કિસ કરી છાતી સરસો ચાંપ્યો, મિસ યુ બેટા... કહી પોક મૂકીને રોઈ પડી... મોબાઈલની સ્ક્રીન ખારાપાણીથી ભીંજાઈ ગઈ...


Rate this content
Log in

Similar gujarati story from Abstract