Rena piyush

Inspirational Others

3  

Rena piyush

Inspirational Others

ડાયરી

ડાયરી

5 mins
8.1K


૧લી જાન્યુઆરી ૨૦૧૮ની સવારમાં શ્રુતિ એ ૨૦૧૭ની  ડાયરીનો છેલ્લો દિવસ 31 ડિસેમ્બરનો હિસાબ લખી ડાયરી કલોઝ કરી.બાજુમાં ટેબલ પર 2018ની ડાયરી પણ આવી ગયી હતી. એટલામાં ડોરબેલ રણકી.

હેપી ન્યુ યર... દરવાજે શ્રુતિની બાળપણની સહેલી કૃતિ હતી.

હેપી ન્યુ યર ટુ યુ માય ડીયર... શ્રુતિ પ્રેમથી કૃતિને ભેટી પડી.

વેલકમ માય ડીયર, વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ ...

"હા યાર વોક માટે નીકળી હતી. નવા વર્ષનું રિસોલુશન. બી ફીટ, સો ફોર વોક્... ઓર કદમ યુ હી મૂડ ગયે દિલ એ અઝીઝ કી તરફ "....

"વાહ વાહ શુ શાયરાના અંદાજ..  "

"ચલ સરસ આદું વાળી ચા પીવડાવ યાર, બહુ દિવસથી તારા હાથની બનાવેલી ચા નથી પીધી. તારા હાથની ચા પીવી છે "

"હમ્મ... બહુ દિવસ થઈ ગયા આપણે સાથે બેસીને ચા નથી પીધી. તું હિંચકે બેસ... ફુલગુલાબી ઠંડીની મજા માણ. હું ચા બનાવીને લાવું છું."

"શ્રુતિ. પણ ખાંડ એકદમ ઓછી હોને... વરસનો પહેલો દિવસ, પહેલી સવાર અને પહેલી ચા, ને એ પણ મારી બાળપણની પહેલી અને પ્રીય સખી સાથે..."

"ઇત્ર ઓર મિત્ર દોનોં કી હી બડી એહમીયત હે જિંદગી મેં...

એક શરીરકો મેહકતા હે ઓર દુજા જીવન કો મેહકાતા હે . "

"વાહ વાહ ક્યાં બાત હે "

"અરે આ તો વહાટસપીયુ જ્ઞાન પીરસ્યું થોડુ "

 

બન્ને સખીઓ ખડખડાટ હસી પડી અને એમની પહેલી સવાર પણ જાણે તાજા ખીલેલા ગુલાબ ના ફૂલ ની જેમ ખીલી ઉઠી.

શ્રુતિ રસોડામાં ચા બનાવા ગઈ અને કૃતિની નજર ડાયરી પર પડી .

"શ્રુતિ, તું આ સવાર-સવારમાં શુ લખતીતી ? અને છોકરા સ્કૂલે ? અને આપના પતિદેવ શ્રુતાંશ ?"

"શ્રુતાંશ છોકરાઓને સ્કૂલ મુકવા ગયા છે."

કૃતિ 2017ની ડાયરી હાથમાં લઈને પાનાં ફેરવવા લાગી... અરે વાહ શ્રુતિ તું તો એક એક રૂપિયાનો હિસાબ લખે છે !

"હા કૃતિ, મારા લગ્ન થયાં એ પહેલાની મને હિસાબ લખવાની આદત છે. તને તો ખબર જ છે ને લગ્ન પહેલા હું જોબ કરતી હતી. અને તને એ પણ ખબર કે મારો હાથ થોડો છુટ્ટો પૈસા વાપરવા બાબતે. અને પાછી હું તો ભૂલકડ પણ બહુ .ક્યાંક સોની એકના બદલે બે નોટ પણ આપી દીધી હોય તો ખબર જ ન હોય. એક દિવસ પપ્પા એ મને બેસાડીને સમજાવી. એમણે મને પૈસાની કદર કરતાશીખવાડ્યું. પપ્પાએ જ મને ડાયરીમાં હિસાબ લખવાનું સૂચન કર્યું. બસ ત્યારથી હું હિસાબ લખું છું. ભલે શ્રુતાશ મારા પાસે  કઈ હિસાબ નથી માંગતા પણ હિસાબ લખવું એ મારી આદત બની ગઈ છે. સમજ ને જાણે આ ડાયરી મારા જીવન નો એક ભાગ બની ગઈ છે. 18 વર્ષની ડાયરી ઓ સાચવી ને રાખી છે."

"ગુડ યાર, બહુ સારી વાત ...."

"હા યાર,  પૈસા ક્યાંય આડા અવળા ખર્ચાય નહિ,બધો હિસાબ રહે, ખોટા ખર્ચ પર રોક લાગે... પણ કંજુસાઈ બિલકુલ નહિ..."

"યસ શ્રુતિ પૈસાનો બુદ્ધિ પૂર્વક ઉપયોગ એટલે કરકસર..."

"એબ્સ્યુંરુટલી રાઈટ કૃતિ"

શ્રુતિ એ ડાઇનિંગ ટેબલ પર ટ્રેમાં બે કપમાં ચા અને બાઉલમાં બિસ્કીટ મૂક્યા.

"લે મારી હેલ્થ કોન્સીયસ લેડી તારી ચિની કમ ચા સાથે તારા સ્પેશિયલ ટી બાઇટ્સ.

બન્ને સંહેલીઓની વાતો ચાની ચૂસકી લેતા લેતા આગળ વધી...

યુ નો, કૃતિ આજે મને ડાયરી ક્લોઝ કરતા કરતાં વિચાર આવ્યો,

રોજ રોજ હું પૈસાનો તો હિસાબ રાખુ છું, દિવસના અંતે મારા વોલેટનું બેલેન્સ પણ ચેક કરું છું. પણ શું એક માણસ તરીકે આપણી માણસાઈનો ક્યારેય પણ હિસાબ કરીએ છીએ ? 

"હું સમજી નહિ.  વિસ્તારમાં સમજાવ "

આજે વહાટ્સએપમાં સવાર-સવારમાં એક સરસ મજાનો વિડીઓ મારા પપ્પા એ મને શેર કર્યો. આમ તો હું કોઈ ઈમેજ કે વિડીઓ જોતી જ નથી. મને એ ગુડમોર્નિંગના મેસેજ એક ફોરમાલિટીથી વધુ કાઈ નથી લાગતા, એના કરતાં તો સાદું ગુડમોર્નિંગ એક સ્માઈલ ઈમોજી સાથેનું વધુ ભાવનાત્મક લાગે."

"એકઝેટલી શ્રુતિ... મારા મનની તે કહી ..."

પણ પપ્પા ક્યારેક જ કાઈ ખાસ હોય તો જ શેર કરે એટલે મેં ડાઉનલોડ કર્યો. પણ એ વિડીઓએ મને થોડી વિચારતી કરી દીધી."

"એમ ? એવું તો શું હતું એમાં?"

એમાં એવું હતું કે, આપણે રોજ સવારે ઉઠીએ ત્યારે આપણી પાસે ચોવીસ કલાક, એટલે કે 1440મિનિટ એટલે કે 86400 સેકન્ડ. એનું આપણે શું કરી એ છીએ ? ટી.વી. કે સોશ્યિલ મીડિયામાં ડૂબેલા રહી છીએ અથવા કોઈની ઈર્ષ્યા કે ચુગલી. આપણને ભગવાનની આપેલી આ અણમોલ ભેંટની કાઈ કદર જ નથી હોતી.

એક એક સેકન્ડની કદર, કે પછી કહો કે એની કિંમત આઈ.સિ.યુ.માં દાખલ છે, એ વ્યક્તિને પૂછો. કરોડો રૂપિયા પાસે હશેને તો પણ એ એક શ્વાસ  નહિ ખરીદી શકે. દિવસના અંતે આપણે શું એ વિચારીએ છીએ કે આખા દિવસમાં આપણે શું સારું કર્મ કર્યું કે કેટલું ખોટું કર્મ કર્યું ? આપણે કેટલું હસ્યાં, કેટલું ખુશ રહ્યા, અને બીજા કેટલાકને ખુશ કર્યાં ?અથવા કોઈકને દુઃખી કર્યા હોય. દિવસમાં કેટલી વાર એ પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીને એનો આભાર માનીએ છીએ, જે સુખ પ્રાપ્ત છે, એનો એ ઇશ્વર આગળ કેટલી વાર સંતોષ વ્યક્ત કરીએ છીએ ?"

"હમમ્,સો ટકા સાચી છે તારી વાત શ્રુતિ... અરે ક્યારેક તો આપણે આપણા છોકરાઓ ઉપર અપાર પ્રેમ, વ્હાલ વરસાવી દઈએ ને ક્યારેક કોઈકનું ફ્રૂટેશન પણ એમની પર નીકાળી દઈએ "

"હા કૃતિ, આ જિંદગી આપણી પણ આ ડાયરી જેવી જ છે ને. જેમ ડાયરીમાં વીતેલી તારીખ પાછી નથી આવતી એમ વીતી ગયેલો સમય પણ પાછો નથી આવતો.  કોઈના પર કરેલો ગુસ્સો, વ્યંગ, કે પછી કોઈનું દિલ દુભાવ્યું હોય, એ મુખેથી નીકળેલા વેણ કશુંજ પાછું વાળી નથી શકાતું. છી ભલે ને મન ગમે એટલું પછતાંય. એ નકારાત્મક લાગણીઓ દિલને વ્યગ્ર કરીને જ જપે."

"હા યાર, શ્રુતિ સાચી વાત છે પણ જયારે કઈક સારું કામ કર્યું હોય ને, લાઈક ક્યારેક કોઈને મોટીવેટ કર્યા હોય કે કોઈને નિસ્વાર્થ મદદ કરી હોય, નિસ્વાર્થ પ્રેમ આપ્યો હોય કે પછી નિઃસ્વાર્થ એ ઈશ્વરની બંદગી, એ સકારાત્મક લાગણીઓ તન મનને જાણે ગજબની ઉર્જા, ને દિલને અજબ સંતોષની લાગણી આપી દે  છે. અને રાત્રે સુઈ જઈએ ત્યારે કેવી મીઠી નીંદરડી આવે."

"એટલેજ આ જિંદગી ની ડાયરીમાં પણ આપણી લાગણીઓનો હિસાબ એવો જ હોવો જોઈએ કે નકારાત્મક કરતા હકારાત્મક અભિગમનું બેલેન્સ વધુ હોય. અને જ્યારે પુરેપુરી સકારાત્મક સંવેદનાથી જીવનની દરેક ક્ષણ લખાઈ જાયને, સકારાત્મક અભિગમથી આ જિંદગીની ડાયરી ના પાનાં લખાય ને ત્યારેજ આપણાંમાં માણસાઈનો દીપ પ્રજ્વલિત થાય."

"હા,અને તો જ આપણે ગુડ હ્યુમન બિંગ બની શકીએ"

ઓકે તો પછી શ્રુતિ, આ નવા વર્ષનું બીજું પણ અહેમ રિસોલ્યુશન , ટુ બી ગૂડ હ્યુમન બિંગ."

બન્ને સહેલીઓ એ એક બીજાને થમ્બ બતાવીને નવા વર્ષના આ નવા રિસોલ્યુશનને આવકાર્યું.

એટલમાજ શ્રુતાંશની કારનું હોર્ન વાગ્યું ને બન્ને સહેલીઓની ચાય પે ચર્ચા પર પણ બ્રેક લાગી...

                      


Rate this content
Log in

Similar gujarati story from Inspirational