Rena piyush

Inspirational Others

3  

Rena piyush

Inspirational Others

મોર્ડન

મોર્ડન

6 mins
14.8K


સાંજે ૫ વાગે દીકરા આરવ માટે છોકરીવાળા જોવા આવવાના હતા.આરુષીએ ચા, નાસ્તા, આઈસક્રીમ, ઠંડુ લગભગ આગતા સ્વાગતાની બધી જ તૈયારી કરી દીધી હતી. છતાંય સાસુમાના સૂચનોનું ઇનકમિંગ તો ચાલુ જ હતું.. પણ સાસુજીને માન આપી હાજી હા કરતાંય આટલા વર્ષે તો બરાબર ફાવીજ ગયું હતું. આખરે ઘરની વોલકલોક એ ૫ નો ટકોરો મારી દીધો .ને આરાધ્યા નામે ગૃહલક્ષ્મી એ જાણે ઘરમાં પગલાં પાડ્યા. એ જ રીતે જેમ આજ થી 25 વર્ષ પહેલાં તેણે આર્જવના ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો. આરુષી બે ઘડી આરાધ્યાને નિરખતી જ રહી. ચહેરા પર છલકાતી નિર્દોષતા આરુષીએ મનમાં ઠાની લીધું મારા આરવ માટે અને આ ઘર માટે આ જ છોકરી એકદમ રાઈટ ચોઇસ છે. પતિ આર્જવ સામે એક પ્રશ્નાર્થ નજર કરી. આર્જવ અને એની સંમતિ સૂચક નજરો મળી, ને આરવનું મીઠું શરમાળ સ્મિત જાણે કહેતું હતું, 'મોમ આઈ ફોલ ઇન લવ વિથ હર' ત્યાંજ સાસુમાનો અવાજ કાનના પડદાને ઘાયલ કરતો આવ્યો. ".આરુષી, મહેમાનને માટે કઈ લાવો ઠંડુ, ગરમ."

"જી મમ્મી.

આગતા સ્વાગત પુરી થઈ, વાત,-ચીતનો દોર પણ પૂરો થયો, જન્માક્ષરની આપ લે થઈ ગઈ, સાસુમાંનો ફરી અવાજ ગુંજયો, 'જે હશે એ અમે ફોન કરીને જણાવશું' મહેમાનએ વિદાય લીધીને સાસુજીએ ધડાકો કર્યો, "આવી છોકરી આપણાં ઘરમાં ના ચાલે."

"કેમ મમ્મી ? શુ તકલીફ છે છોકરીમાં ? દેખાવડી છે. ભણેલી છે.MBA થઈ છે. આપણા આરવ જેટલું ભણી છે ?" આર્જવે આશ્ચર્ય સાથે સવાલ કર્યો.

"તે એણે કપડાં પેર્યાતા એ જોયા?

"હા જિન્સ-ટોપ પહેર્યું હતું."

જિન્સ પેરાય છોકરા જોવા જાવ ત્યારે ?"

"મમ્મી જમાનો બદલાયો હવે, એ બધી ફોરમાલિટી નથી રહી હવે અને જિન્સ તો આરુષી પણ પેરે છે.'

"પણ એતો તમે બે માણસ ફરવા જાઓ ત્યારે ને ઘરમાં તો નહીં ને ? અને વાળ પણ ખુલ્લા. રાખ્યા તા,આ બધું શોભે સારા ઘરની છોકરીઓને ? ના ભાઈ ના. મને તો મારા આરુ માટે સાદીને સિમ્પલ, ઘર સાચવીને રે એવી છોકરી જ ગમે."

આરુષીએ આરવ સામે જોયું, ને આરવની આંખોમાં આરુષીને જાણે આરાધ્યા સાથેની જિંદગીના સ્વપ્નાંનો મેઘધનુષ ડોકાતો હતો. થોડી હિંમત કરી આરુષીએ સાસુજીને વિનવ્યા,

"મમ્મી તમે આરવની ઇચ્છા તો જાણો.

"મેં કહ્યુંને, આવી મોર્ડન છોકરી ના જ ચાલે આપણાં ઘરની વહુ બનવા"

ઘરમાં એક સન્નાટો છવાઈ ગયો. આરુષીએ એના પગ રસોડા તરફ વાળ્યા. સાંજની રસોઈ માટે, પણ એના મગજમાં તો જાણે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું. એક તરફ આરાધ્યાના ચહેરાની માસૂમિયત. ]આરવના આંખોમાં નું આરાધ્યા રૂપી મેઘધનુષ ને પતિ આર્જવનો સંમતિ સૂચક ઈશારો, સાસુમાનો વિરોધ. એનુ મન 25 વર્ષ પાછું ધકેલાયું. આ મોર્ડન એટલેકે આધુનિકતાની પરિભાષા શુ ? 25 વર્ષ પહેલાં પણ આ જ પ્રશ્ન નો જવાબ શોધવાનો એને પ્રયત્ન કરેલો. વર્ષો પહેલા બનેલો એની સાથેનો અનુભવ આજે પણ એજ સવાલ બનીને આવ્યો હતો. આધુનિકતાની પરિભાષા આજ દિન સુધી એ સમજી નહોતી શકી. આજે મન ફરી એ વીતી ગયેલો અનુભવ એને કહી રહ્યું હતું. .....

હા, ત્યારે હજી મારા લગ્ન નહોતા થયા, પણ છોકરાઓ જોવાનો ઘટના ક્રમ ચાલુ હતો. નાનપણથી જ હું મારી જાત માટે બહુ સભાન. ફેશન ટ્રેન્ડ બહુ જલ્દી કેચપ કરી લેતી અને કેરી પણ સારી રીતે કરી લેતી. ફ્રેન્ડ સર્કલમાં ફેશન આઇકોન. ટૂંકમાં ઓવરઓલ મારો લુક મોર્ડન રહેતો. માઈક્રોબાયોલોજીમાં ગ્રેજ્યુએશન બાદ મારા કાઈ ગ્રહો પાવરફુલ હશે તો મને તરત સરકારી નોકરી મલી ગઈ. સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટમાં. વડોદરાથી આશરે ૫ઓકી.મિ દૂર, એક ગામડામાં મારુ પોસ્ટિંગ થયું હતું. મારાથી લગભગ પાંચેક વર્ષ મોટા મારા મેડિકલ ઓફિસર ડૉ/ મિસ રોશની. અવાર નવાર એ મને ગામડાના લોકોની રીતભાત, સાચીખોટી માન્યતા, માનસિકતાના દર્શન તો એમના ડોક્ટરીના અનુભવથી કરાવતા જ રહેતા.

ઘણી વાર ૧૩-૧૪;વર્ષની છોકરી ઓ આવે, બેન મેલેરિયાનો તાવ છે એમ કહી દવા માંગે, પેહલા લોહી લેવાનું કહીએ તો ના પાડે. કે બેન બહુ ડર લાગે. હું પછી બહુ સંવેદનશીલ. નવી નોકરી એટલે કાઈ ખબર ના પડે. મારા સ્ટાફે મને અવગત કરી,લોહી લીધા વિના મેલેરિયામાં બેન ક્યારેય દર્દીને જવા નહિ દેવાનું. એક દિવસ એક છોકરી. ઉંમર આશરે ૧૬-૧૭ વર્ષ હશે. એના ભાઈ ને ભાભી સાથે બતાવા આવી. એનું નામ રેવતી, પેટમાં દુઃખવાની ફરિયાદ લઈ બે આવી હતી. મારા મેડીકલ ઓફિસર ડૉ.રોશની .થોડા કડક થઇ ગયા. મને નવાઈ લાગી ! દવાખાનું બહુ નાનું .એટલે એક જ રૂમમાં અમારા બન્નેના ટેબલ સામસામે ગોઠવાયેલા રહેતા. એટલે એમની દરેક દર્દી અને એના તકલીફીથી થોડેગણે અંશે હું પણ માહિતગાર થઈ જતી. ડૉ.નો છોકરી પર ધીરે ધીરે ગુસ્સો વધ્યો. "સાચું બોલ. જે હોય એ મને સાચું સાચું કહી દે તોજ દવા થશે. "છકરી રડે. મારાથી ના રહેવાયું, "મેડમ, તમે ખોટા ગુસ્સે થાવ છો એવું નથી લાગતું તમને ? સીધે સીધો તો કિસ્સો છે. મેડમ મને કહે, "તને ખબર ના પડે. તું જોયા કર ને આને સાંભળ્યા કર " થોડો મનમાં મને ગુસ્સો આવ્યો. એ બિચારી ગામડાની મને અબુધ લાગતી છોકરી પર દયા આવી, "મેડમ સમજતાજ નથી, આજે કોઈકનો ગુસ્સો આની પર નીકળે છે. "મેડમે એના ભાઈભાભી ને બહાર મોકલ્યા. રૂમ અંદરથી વાખ્યો. એકાંતમાં એની પૂછપરછ ચાલુ કરી, 'ખેતર માં ગઈ તી ? કોના જોડે ગઈતી ?' પોલીસ ની આગળ જેમ રીઢો ગુનેગાર પોપટની જેમ બોલવા માંડે એમ આ મને અબુધ લાગતી છોકરી બધું બોલવા લાગી, "હા બેન સીમ આગળ એનું શેતર સે. બે વરહથી મળું સુ. દર વખતે મારી હાટુ દવા લઈ આવતો, આ વખતે રહી ગઈ, બેન ભૂલ થઈ ગઈ સે. એ પિટયો તો મો ફેરવી જાતો રહ્યો. મને બચાઈલો બેન, મારો ભાઈ મને મારી નાંખસે. કા મારે કૂવો હવાડો કરવો પડસે. મને બચાઈલો બેન. મેડમે તરત મારી સામું જોયું. મારીતો આંખો પહોળી થઈ ગઈ. હું તો એકદમ શોક હતી. મારા રૂંવાડા ઉભા થઇ ગયા. "આરુષી, તને હવે ખબર પડી, હું કેમ કડક પૂછતાછ કરતી હતી ? ડૉ. તરીકેના આવા કેટલાય અનુભવ થઈ ગયા છે.દ ર્દીને જોઈને જ ખબર પડી જાય. હવે તને ખબર પડી કેમ લોહી આપ્યા વિના મલેરિયાની ગોળીઓ લઈ જાય છે. અને કેમ અમે તને ના કેહતા તા આપવાની. મલેરિયાની ગોળીઓ ગરમ હોય. તું આટલું ભણી તોય તને ખબર નહિ હોય સાચી વાત ને. ડૉ. હસવા લાગ્યા.

"ઓહ માય ગોડ... ખરેખર... મને મારી નાદાની પર હસવું આવી ગયું. ઓપીડી પૂરી થઈ. હું ને મેડમ લં કરવા બેઠા. પણ અમારીબન્ને ના મન માંથી એ છોકરી વાળી ઘટના હટતી નહોતી. મેડમને મેં કહ્યું, તમને ખબર છે ને અઠવાડિયા પેહલા છોકરવાળા મને જોવા આવ્યા હતા."

હા, યાદ છે તું કહેતી હતી કે તારી ઈચ્છા ઓછી છે કેમકે એ તારા કરતા થોડો ઓછું ભણેલો છે. તે શું વિચાર્યું?ના પાડી?"

"ના એ લોકો તરફથી આવી !"

"શુ વાત કરે છે ?"

"કારણ શું ખબર છે ?મારા મમ્મી પપ્પાને એમને કહ્યું કે તમારી છોકરી બહુ અલ્ટ્રા મોર્ડન છે !"

"મોર્ડન દેખાવું કે મોર્ડન લાગવું એટલે ખરાબ ? અને આવી છોકરી ઓ ને શુ કહેવું ? જેણે મર્યાદાની બધી સીમાઓ ઓળંગી દીધી છે ?"

"ખબર નથી પડતી આ સમાજને મન આધુનિકતાની પરિભાષા શુ છે ? આધુનિકતા ને ચારિત્ર્ય સાથે શુ કામ જોડવામાં આવે છે. તો પછી આ માત્ર દેખાવે અબુધ દેખાતી છોકરીને કઈ પરિભાશામાં મુકશું ?"

આરુષીને બરાબર યાદ હતું, આર્જવ જોવા આવવાના હતા ત્યારે મમ્મીના ઈમોશનલ આગ્રહ વશ એને સાડી પહેરી હતી ને ટૂંકા વાળ ને પૉનીમાં બાંધી દીધા હતા. ને આર્જવના મમ્મી, પૂજ્ય સાસુમા થનારી વહુ પર ઓળગોળ થઈ ગયા હતા, આરવનો જન્મ અને આર્જવની જોબ ટ્રાન્સફર પછી સ્વેચ્છા એ જ આ આધુનિક આરુષી એ નોકરીને તિલાંજલિ આપી દીધી હતી .અને આર્જવના ઘર અને પરિવાર ને સરસ રીતે સંભાળી સંપૂર્ણ ગૃહિણી બની ગઈ હતી. પણ ક્યાં સુધી આ બધું ? આ વારસો મારે આગળ નથી ચલાવવો.

ને આરુષી મનમાં જ જોર થી ચિલ્લાઈ, ના, મોર્ડન હોવું ને મોર્ડન દેખાવું એટલે ખરાબ તો નહીં જ. મારા આરવ માટે આ ઘરમાં આધુનિક આરાધ્યા જ ગૃહપ્રવેશ કરશે.

મનને એણે રજા આપી દીધીને દિલને સાબતું કર્યું ને મક્કમ પગલાં સાથે સાસુમાના રૂમ માં પ્રવેશ કર્યો. આજે એ સાસુનો દરજ્જો પોતાના હસ્તગત કરવા જઈ રહી હતી. આરાધ્યા રૂપે ગૃહલક્ષ્મી ને આવકારીને...            


Rate this content
Log in

Similar gujarati story from Inspirational