વર્ષો વિત્યા પ્રેમ નહીં
વર્ષો વિત્યા પ્રેમ નહીં
આ વાત છે 2012 - 13 ની, જ્યારે હું એક ટ્રેઇનિંગ પ્રોગ્રામની તાલીમ માટે બહારગામ અપડાઉન કરતો. લગભગ એક થી સવા કલાકની મુસાફરી નિયમિત સવાર સાંજ કરવાની થતી. એ જ બસમાં વચ્ચેનાં એક ગામડેથી ઘણી છોકરીઓ શાળાએ શહેરમાં આવતી. જેમાંથી મને એક છોકરી પસંદ પડી, અને એને હું.
મુસાફરી દરમિયાન દિવસો વીતતા જતાં, પ્રપોઝ કરવો પણ કુટુંબની અને મારા માતા-પિતાની આબરૂનો વિચાર આવતાં જ બધુ ભૂલી જતો. એક દિવસ એ છોકરી રજા સમયે ગામડે પરત જતી વખતે મારી પાસેની સીટ પર આવી બેસી ગઈ. ગામડે ઉતરતી વખતે તેમણે મને એક ચિઠ્ઠી આપી. જેમાં વિવાહ ફિલ્મનું ગીત લખેલું હતું. થોડા હૃદયનાં ધબકારા વધી ગયા. એ પછી તો રોજ પાસે બેસવાનો દોર શરૂ રહ્યો. પોતપોતાના અભ્યાસ પુરા થતાં અલગ થયાં.
5 વર્ષ પછી અચાનક મોબાઈલની રિંગ વાગી, જોયું તો અજાણ્યો નંબર. ફોન ઉપાડ્યો તો એ જ છોકરીનો હતો. આશ્ચર્ય વચ્ચે એમણે કહ્યું કે હું તારા જ શહેરમાં લગ્ન કરીને આવી છું. (જો કે એ સમયે મારા લગ્ન બાદ એક વર્ષનો છોકરો હતો) બંનેએ સામસામે અભિનંદન આપ્યા, અંતે એમણે એક જ વાત કહી...
પ્રિયે, હજુ પણ આપણો પહેલો પ્રેમ મને ભૂલાયો નથી. એ દિવસે બંનેએ પ્રપોઝની ભૂલ કરી એ ભૂલ આપણાં બાળકો ન કરે એ હવે આપણી ફરજમાં છે.