જીવાય જાય એ જીંદગી
જીવાય જાય એ જીંદગી
ઈશ્વરે મનુષ્ય સર્જન કર્યું તે આપણા સૌ માટે વરદાનરૂપ સાબિત થયું છે.છતાં આજે ઘણાં લોકો આત્મહત્યા તરફ વળે છે. શા માટે?
ઈશ્વરની આ દેન જીવન જીવવા માટેની છે. જીવન જીવવા માટે તમારો જીવનમંત્ર બનાવી લ્યો એટલે મૃત્યુ સુધી કોઈ તકલીફ જ નહિ રહે. મારા મતે મારો જીવનમંત્ર આવો કઈંક છે.
સવારે ઉઠી પ્રભુનો આભાર માનવાનો કે તમે આજનો દિવસ મને દેખાડ્યો. દિનચર્યા મુજબ સ્નાનાદિક ક્રિયાઓ કરી ઈશ્વર સ્મરણ કરવાનું. નાસ્તો કરી નિત્યક્રમ મુજબ કામ પર નીકળી જવાનું. રસ્તામાં કોઈને હેરાન નહિ કરવાના. બને ત્યાં સુધી કુદરતી મળેલ વસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરવાનો.
કામ પર પૂરી નિષ્ઠા સાથે કામ કરવાનું. સાંજે ઘરે આવી પરિવાર સાથે ગોષ્ઠી કરવાની અને સાંજનું ભોજન લઈ ઈશ્વરને યાદ કરી સુઈ જવાનું. આ ક્રમ મુજબ જીંદગી જીવાતી હોય તો શું ફેર પડે કે દુનિયા બદલે કે ન બદલે.
જીવન જીવવું કેમ એ સંપૂર્ણ આપણા પર નિર્ભર છે. જીવન આપણું છે પણ આપણે તેને સમય નથી આપી શકતા તે આપણી સૌથી મોટી નબળાઈ છે.
