પ્રેમની પંચાત
પ્રેમની પંચાત
પ્રેમની પંચાત શીર્ષક એટલે આપ્યું કારણ કે, વર્તમાન સમયમાં લોકોએ પ્રેમનો અર્થ જ બદલી નાંખ્યો છે. પ્રેમ દરેક શહેરની શેરીઓનાં ખૂણે નિઃશુલ્ક મળતો વ્યાપાર થઈ ગયો છે. પ્રેમ માત્ર ટાઈમપાસ બની ગયો છે. યુઝ એન્ડ થ્રોનો અભ્યાસક્રમ પ્રેમમાં પણ આવી ગયો છે. પ્રેમની અભિવ્યક્તિ જ નથી રહી. પણ શા માટે આ બધું થઈ રહ્યું છે ?
વિજ્ઞાનનો નિયમ છે જેટલી સ્પ્રિંગ દબાવો તેટલી સામે વધુ ઉછળે. આઘાત સામે પ્રત્યાઘાત હોય જ છે. આ નિયમ પ્રેમમાં પણ લાગુ પડે છે. આપણે આપણા સંતાન સામે પ્રેમને સંકુચિત બનાવી દીધો છે. બાળક સામે હોય
ત્યારે આપણે આપણી પત્નીને વ્હાલથી બોલાવી પણ નથી શકતા. કારણ ખરાબ લાગે એટલે. બાળક આ બધું તમારી પાસેથી જુએ છે અને તે પણ તમને જાણ ન થાય એ રીતે સંકુચિતતાથી પ્રેમ કરવા લાગે છે, પરંતુ આવો પ્રેમ મોટેભાગે ટાઈમપાસ બની અટકી પડે છે.
ક્યારેક તમે તમારા સંતાન સાથે બેસી ખુલ્લા મને આ બધી વાતો કરો તો એ તમારો મિત્ર બનશે અને તમને બધી જાણ કરશે અને તો જ તમે પણ એને સાચો માર્ગ બતાવી શક્શો. પરિણામે પ્રેમના નામે ખોટી ગેરસમજ અટકશે અને આજના સમયમાં થતા અત્યાચારો અટકશે.
'પ્રેમ' એટલે એક બોલે નહિ ને બીજો સમજી જાય.