Tushar Jethava 'વંતુ'

Inspirational

3  

Tushar Jethava 'વંતુ'

Inspirational

કસોટી જીંદગી કી

કસોટી જીંદગી કી

1 min
844


કદાચ ટાઈટલ વાંચીને સ્ટાર પ્લસ પર આવતી સીરીયલ યાદ આવી ગઈ હશે. ખરેખર આ કસોટી શબ્દ જ એવો છે કે જેનાથી ભલભલા ડરે. કોઈપણ હોય તેની કસોટી કરીએ તો એને ન જ ગમે એ સ્વાભાવિક છે.


પણ આ તો જીંદગી છે. મનુષ્ય નહિ તો ઈશ્વર આપણી ક્યાંક ને ક્યાંક કસોટી કરતા જ હોય છે. જો કસોટી થાય તો જ જીવનનું ખરું મૂલ્ય સમજાય, નહિ તો જીવન શું છે કે તેનું મહત્વ શું છે તેની આપણને કોઈને કઈ ખબર જ ના હોત.


વિદ્યાર્થીઓને જેમ દર છ માસે કસોટી આવે તેમ મનુષ્ય જીવનમાં પણ કસોટીઓ આવતી હોય છે. કસોટી થકી જ મનુષ્યની ધીરજ, સહનશક્તિ વગેરેનો ખ્યાલ આવે છે. જીવનનું સાચું મૂલ્ય સમજાય છે. માટે કસોટી આવવી જ જોઈએ.


કસોટી આવશે તો જ જીવનના બે પાંસા સુખ અને દુઃખને અનુભવી શકીશું અને જીવ માત્ર પ્રત્યે લાગણી પ્રગટ કરી શકીશું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational