મજા આવતી પરીક્ષામાં
મજા આવતી પરીક્ષામાં
મિત્રો, આજના સમયમાં જે પરીક્ષાનો માહોલ છે તેવો પહેલાં નહોતો. અત્યારે તો એમ લાગે કે પરીક્ષા એટલે જાણે સમગ્ર પરિવારનું સમાન દુઃખ હોય એવું લાગે. અરે મારા પ્રિય ભારતવાસીઓ આ તો તમારા બાળકનું એક પર્વ છે જે તમને બતાવશે કે તમારું બાળક કેટલી ઉચ્ચ કક્ષાએ શિક્ષકોએ પહોંચાડ્યું છે. તમારે તો માત્ર તેને પ્રોત્સાહન આપવાનું છે.
પરંતુ આજનાં સમયમાં વિદ્યાર્થીને પરીક્ષા હોય તો તેના માતા કે પિતા અથવા તો બંને પોતાના નોકરી, ધંધા પર રાજા રાખે છે. બાળકને પ્રોત્સાહનના બદલે ડરાવે છે કે જો તે આખું વર્ષ કઈ નથી કર્યું, હવે પરીક્ષા આડા ૧૫ દિવસ જ બાકી છે. વાંચજે અને સારા માર્ક્સ લાવજે નહીતર તારી ખેર નથી. જો તમે જ કહો છો કે આખું વર્ષ કઈ નથી કર્યું તો ૧૫ દિવસમાં એ શું કર
વાનો હતો. અને તમે આખું વર્ષ કેમ ધ્યાન ન આપ્યું.
શું માતા-પિતાની ફરજ ફી ભરીને પૂરી થાય છે ? શું માતા-પિતાની ફરજ ટ્યુશન રખાવીને પૂરી થાય છે ? શું માતા-પિતાની ફરજ છેલ્લા ૧૫ દિવસ જ નિભાવવાની હોય છે ? શું માતા-પિતાની ફરજ બાળકને ડરાવવાની હોય છે અને એ પણ પરીક્ષા સમયે જ ?
ના, આવું બધું કરવાથી બાળક હતાશામાં સરી પડે છે અને તેને આત્મહત્યા સિવાય બીજો કોઈ માર્ગ દેખાતો નથી. પાછળથી પસ્તાવો કરવાનો કોઈ અર્થ નથી. પરિણામ જે આવે તે, પરીક્ષા જેવી જાય તેવી, અત્યારે સમય એવો છે કે તમારા બાળકમાં કેટલી ટેલેન્ટ છે.
'કોઈપણ વ્યક્તિ પોતાની ડીગ્રીથી જેટલો આગળ આવે છે તેનાથી વધારે તેની કાબેલિયતથી આગળ આવે છે.' આ વાત ક્યારેય ન ભુલવી જોઈએ.