Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Tejas Shah

Romance Thriller Tragedy


4  

Tejas Shah

Romance Thriller Tragedy


વરસાદ

વરસાદ

4 mins 14.9K 4 mins 14.9K

આ વરસાદ પણ હવે ખમે તો સારું, આજ ત્રણ દી‘નો અટકવાનું નામ જ નથી લેતો. દુશ્મન જેવો લાગે વરસાદ અને વર્ષાઋતુ, અને એનું જોર જુઓ તો જાણે ..........

"અરે યાર આટલા વરસાદમાં તું ધોધ જોવા જવાની વાત કરે છે?"

"અરે યાર જોવા નહિ ન્હાવા, ધોધ ની મજા માણવા, ન કેવળ ધોધ આપણે તો આવતા અને જતા બસ ન્હાવું છે. ધોધમાં, આ વરસતા વરસાદ માં, વરસાદ જેવા તારા પ્રેમ માં."

"જસ્ટ શટ અપ, તને કહ્યું ને: આપણે મિત્રો છીએ અને કેવળ મિત્ર. હા તું બીજા કોઈ પણ સંબંધ થી વિશેષ પણ યાદ રાખ તું આવી વાતો કરે ત્યારે તારો ડર લાગે. તને ખબર જ છે હું કોને પ્રેમ કરું છું. અને કોને સમર્પિત છું."

"ઓકે બાબા પણ ચલ તો ખરી, અત્યારે આ વરસાદ ની મજા માણવા તારો ભગવાન તો આવશે નહિ આ વરસાદમાં! એને તો શરદી લાગી જશે અને હશે શાયદ એ તો કોક બોરિંગ સેમીનારમાં વ્યસ્ત. તું અહી વિરહિણીની જેમ એને માટે તડપતી હશે ને એ શીખવતો હશે: મહાકવી કાલિદાસ કૃત મેઘદૂત માં વિરહી યક્ષની વ્યથા. સાચું બોલ? તારા મન માં એજ ગીત ચાલે છે ને! તેરી દો ટકિયોં કી નોકરીમેં મેરા લાખો કા સાવન જાયે........."

"પત્યું તારું!?"

આ પણ એક વિરોધાભાસ જ ને જિંદગીનો, નાટકમાં જિંદગી હોય છે કે જિંદગીમાં નાટક! પતિ પત્ની માં ત્રીજું પાત્ર હંમેશા નકારાત્મક જ લાગતું હોય પણ ક્યારેક આ પણ વિચારવું રહ્યું કે એ પાત્રનું અસ્તિત્વ શું કામ હોય છે?

"યાર તારો અવાજ સંભળાતો નથી......"

"અવાજ સાંભળવાનો નહિ અહી તો અનુભવવાનો છે જાનેમન , આ વરસાદ, આ ધોધ, આ વનના વ્રુક્ષો અને એના પાંદડાઓની મર્મર. જાણે પ્રકૃતિ ગાઈ રહી છે એકાકાર થઇ."

"હા, તને તો બધાના અવાજ સંભાળતા હશે કેમ? કોઈ પ્રાણી ના અવાજ નથી સંભળાતા?" "રાની પશુ!

મારી જેવા? નાં એ બધા અત્યારે તો રૂપની રાણીના સૌન્દર્ય મસ્ત છે એકદમ ચુપચાપ."

"ચલ ધ્યાન આપ ક્યાંક ધોધ માં લપસી જઈશ".

"નહિ લપસું, આમેય તારા પ્રેમમાં લપસ્યા બાદ બીજે ક્યાય નહિ લપસાય, એનાથી વધુ લપસણું કઈ જ નથી."

"ચલ શટ અપ હવે."

"સોરી મેમ, બહુ જ મુશ્કેલ છે જાતને રોકવી."

સોરી,

ખબર નથી કોઈ સંબોધન કરવાને લાયક રહ્યો છું કે નહિ, હું સ્વીકારું છું કે તું સાચી છે. વારંવાર એક જ ભાવના વ્યક્ત કરવાથી કે એનો ઉલ્લેખ કરવાથી ક્યારેક એવું વર્તન થઇ જાય. અનાયાસ, અવશપણે પણ ખાસ કરી ને જ્યારે સદ્યસ્નાતા સૌન્દર્ય તમારી પાસે હોય અને આવું સાવ ઉન્મુક્ત વાતાવરણ હોય. ખુદ શિવ જેને વશ થઇ ગયેલા એ અનંગને વશ હું થઇ ગયો અને ષોડશીની જેમ તારા અધરો પર તાંડવ કરતા એ વર્ષાબિંદુની ઈર્ષ્યા કરી બેઠો...

હા તું દોસ્તી માને છે, અને એવું પણ માને છે પ્રેમની અભિવ્યક્તિ જેને પ્રેમ કરીયે એની જોડે જ થાય, દરેક સંબંધની એક વ્યાખ્યા અને ગરિમા હોય અને એને અનુરૂપ વર્તન કરવાનું હોય.

અને હું માનતો કે દોસ્તી કે પ્રેમ કે માતૃત્વ કે પિતૃત્વ એ કુદરતને અનુસરવા જતા આપણે માથે થોપાયેલ એક સામાજીક જવાબદારી છે અને તે સંદર્ભે અનુભવાતું ખેંચાણ કે પછી જેને મર્યાદા કહેવામાં આવે છે એ સામાજીક બંધન, ભાઈ કે બહેન એ બધા સંબંધ છે, અને એ દરેક જોડે જ આપણે જે વ્યક્ત કરીયે એ પ્રેમ છે, પ્રેમ એ લાગણી છે એ ગમે ત્યાં ગમે એમ વહે. ગમતા નો ગુલાલ અને અણગમતા ની ઉપેક્ષા. અને હા, તું જે કરે છે તારા વિદ્વાનને, કે જે એની વિરહિણી ને મૂકી ને એના શિષ્યો ને પ્રેમ શીખવે છે. એ પ્રેમ નહીં પૂજા છે.

માફ કરજે પણ એ અવશ ક્ષણે હું તારી લાંધેલી લક્ષ્મણરેખા ચુક્યો અને એટલા પુરતો તો ગુનેગાર થયો જ, અને સજા પણ મળવી જ જોઈએ યક્ષ ને મળી'તી એમ જ.

સદૈવ તારો પ્રેમી રહેવા સર્જાયો, હવે હું પણ કરીશ અર્ચના,

બાય.

કાશ! તું આમ ગુમ ના થયો હોત! આમ ગુમ થવાય! ત્યારે જ અહેસાસ થયો, તું સાચું કહેતો હતો: મેં કેવળ પૂજા જ કરી એક પ્રતિમાને. પ્રેમ તો તેં કર્યો હતો જીવંત.

મનોમન બોલી એણે એ પીળું પડી ગયેલું કાગળ ગડી કરીને ફરી ડાયરી માં આહીસ્તા મુક્યો, ક્યાંક સળ ફાટી ના જાય, કાગળની સાથોસાથ યાદ પણ.

વરસાદનો અવાજ વધ્યો, ને મનનો કોલાહલ પણ.

સજા પણ જાતે જ આપી દીધી જાત ને! કોને દીધી સજા ને હવે કોણ ભોગવે?

ત્યારથી પ્રેમ અને પૂજા ભળી ગયા છે એકમેકમાં : પ્રેમ નો અહેસાસ નથી ને પૂજા નું ફળ!

આ વરસાદ પણ શું કામ વરસતો હશે આટલું બધું?

અને બધું જ ભળી ગયું વરસાદ માં એકાકાર. લાગણી ,આંસું ......... અને યાદ ધોધમાર.


Rate this content
Log in

More gujarati story from Tejas Shah

Similar gujarati story from Romance