Tejas Shah

Others

0.2  

Tejas Shah

Others

અજંપો

અજંપો

2 mins
7.8K


નો.....!

આખી કેબીનમાં એની ચીસ પડઘાઈ, પછી એકદમ ખ્યાલ આવ્યો અને એ ચુપ થઈ ગઈ. ધીમે ધીમે એ શાંતિ ડુસકામાં પરિવર્તિત થઈ ગઈ.

આઈ અન્ડરસ્ટેન્ડ, એના ડુસ્કા થંભતા ડોકટરે ચાલુ કર્યું: આઈ અન્ડરસ્ટેન્ડ યોર સીચ્યુએશન, ધેટ્સ  વ્હાય વી રીપીટેડલી ટેસ્ટેડ ફોર થ્રી ટાઈમ્સ. તમને ઓડ લાગ્યું જ હશે અમારે માટે પણ અઘરું હતું પણ કન્ફર્મ કરવા માટે એ જરૂરી હતું.

પણ એ કઈ રીતે શક્ય છે? ઇટ્સ ઈમ્પોસીબલ. હવે એ  કૈક સ્વસ્થ હતી અને શાંતિથી વાતો કરતી હતી. શક્ય છે કોઈ  વખત બ્લડ સેમ્પલ લેતી વખતે કોઈ ચેપ લાગ્યો હોય અથવા શક્ય છે તમે ક્યારેક બ્લડ લીધું હોય, ઇટ્સ નોટ ધેટ, આજે અથવા નજીકના ભૂતકાળમાં જ ઇન્ફેકશન લાગ્યું હોય, શક્ય છે બહુ પહેલા તમને ધ્યાન પણ નહિ હોય એ રીતે ચેપ લાગે અને હવે આજે આટલા વરસે... ડોકટરે સમજાવ્યું, જો કે જે હોય એ હવે તમારે સાવચેતી રાખવાની છે. નસીબદાર છો કે હજી એચઆઈવી પોઝીટીવ છો, ઇટ્સ નોટ એઇડ્સ અને ઘણા બધા એવા નસીબદાર હોય છે જે એચઆઈવી પોઝીટીવ હોવા છતાં કોઈ વિશેષ તકલીફ વિના એમની જીંદગી ગુજારે છે. યસ આઈ એગ્રી કે કોઈ વખત સેમ્પલ્સ બદલાઈ જાય અથવા સેમ્પલ્સ ઇન્ફેક્ટ થઇ જાય, ધેટ્સ વ્હાય વી રીપીટેડ ઈટ ફોર થ્રાઈસ.

આમ જ એમણે એક સોશ્યલ કેમ્પેનના ભાગરૂપે એમણે બ્લડ ટેસ્ટ કરાવ્યા હતા અને જે રીપોર્ટ આવ્યો એ આ છૂટાછેડા માટે કારણભૂત બન્યો હતો.

પતિ ચીસો પાડી પાડી ને થાકી ગયો હતો કમસે કામ એક વખત રીચેક કરાવીએ સેમ્પલ જસ્ટ તું કન્ફર્મ પણ એણે  એક વાત ન્હોતી માની. અને એ ખુદ પોતાના શોખથી વાકેફ હતો એથી એણે હાર સ્વીકારી લીધી. અને પછી આપસી સમજણપૂર્વક છૂટાછેડા.  દરેકના મોઢે આ ઘટના ખુબ મોટા આશ્ચર્યનું કારણ બની ગયું હતું, મેઇડ ફોર ઈચ અધર ગણાતું કપલ છુટું પડ્યું હતું.

અને આજે વરસો બાદ જ્યારે બધી જ ઓળખ બેમાઈને થવા આવી હતી અને આ દરેક પગથીયું ચઢવા માટે કરેલી મથામણ, મહેનત, સામ, દામ અને દંડ. જો કે શહેરની  નાની મોટી ઈવેન્ટ્સ તો સમજ્યા,  જજીસ મેનેજ થઇ જતા હતા : જોકે સાવ ટેલન્ટ  નહોતી એવું નહોતું પણ જ્યારે બધા જ હરીફ સક્ષમ હોય ત્યારે સ્માઈલથી માંડીને સંબંધ બધું જ કામ આવતું હતું. પણ મીસીસ ગુજરાતને ત્યાર બાદ મીસીસ ઇન્ડિયા.


Rate this content
Log in