Tejas Shah

Others

2  

Tejas Shah

Others

કામ

કામ

2 mins
7.0K


જમતી વખતે એની આંખ પણ ઊંચી નહોતી થતી. ઘરમાં આવ્યા બાદ પત્ની જોડે જે કંઈ વાતચીત થઈ, બધી એકપક્ષી હતી. એને વાતચીત કહેવાય પણ નહિ, દિવસ આખાની માહિતી હતી, છોકરાઓએ ભૂખના માર્યા તોફાનો કર્યા અને માનાં હાથનો માર ખાધો, ને પછી મોડે સુધી બાપની રાહ જોતા અર્ધભૂખ્યા જ સૂઈ ગયા કે આજે કદાચ પૂરતું ખાવાનું મળશે, જો બાપને કામ મળશે તો...

જવાબ આપવાની હિંમત પણ નહોતી, કામ મળ્યું નહોતું, તો પછી દારુ પીવાના પૈસા ક્યાંથી આવ્યા? વેધક સવાલ. શું જવાબ આપવો? કોણ સાચું માનશે કે દારુ પીધો નથી, ચુસ્યો છે.

દિવસ ભારની હડિયાપટ્ટી અને હતાશાથી ઊગરવા લોકોએ પીને ફેકેલી પોટલી ચુસી છે એમ કહીએ તોય દારુડીયો જ ગણાય. ગુનેગાર તો ખરો જ ને, અગર સ્ત્રી પરણીને પોતાને ભરોસે તો એના બાપનું ઘર છોડીને આવી છે, એનીને બાળકોની જવાબદારી તો ખરી જ ને.

પત્નીએ ધરેલું ચાંગળુંકવાળું કરતો જ તોને રાજુભાઈ દરવાજા વિનાની ઝૂંપડી બહાર વર્તાયા, જે જોઈને ફટાફટ બહાર આવ્યો. કંઈક વાતો થઈને એને આટલી ઠંડીમાં એમની જોડે ચાલી નીકળ્યો.

મધરાત સુધી એની પત્ની ઊચાટના માર્યા ઠુંઠવાતી બેઠી રહી. ક્યાં ગયો હશે આટલી ઠંડીમાં? જો કે એક સાંત્વના હતી કે રાજુભાઈ ઘણી વખત લઈ જાતા અધરાત મધરાત કંઈ કામે.

અડધી રાત વીત્યે આવ્યો ત્યારે થાકને બદલે એના પગમાં જોમ વર્તાતું હતું. સો રૂપિયાની નોટ પત્નીના હાથમાં આપતો બોલ્યો: હાશ આવું કામ રોજ મળે તો કેવું સારું! પત્ની ઉચાટથી જોતી રહી, કાક ઊંધું ચત્તું...

એણે વીતક જણાવી: કોક સ્ત્રીનું બાળક જન્મતાંવેંત દુનિયા છોડી નીકળ્યું, બસ એકવાર રડવા જેટલું જ જીવ્યું કે પછી એટલું કમજોર હતું કે રડી પણ નહિ શક્યું. બસ, એને દફનાવવા જવાનું હતું ને એ માટે ખાડો ખોદવાનું કામ હતું આવી રાતે.

સાંભળતાં જ એની પત્ની વળગી પડી સૂતેલા બાળકને...


Rate this content
Log in