RATILAL VAYEDA

Children

3  

RATILAL VAYEDA

Children

વૃક્ષો વાવો

વૃક્ષો વાવો

1 min
196


વૃક્ષો માનવજાત માટે ખૂબ જ ઉપયોગી છે. વૃક્ષો આપણને ઓક્સીજન આપે છે, અને કાર્બન ડાયોક્સાઇડમાંથી પોતાનો ખોરાક બનાવે છે. તે શીતળ છાયા ફળ, ફુલ, સુગંધિત વાયુ આપે છે. વૃક્ષો ઉપર હજારો પંખીઓ રહે છે. તે તેમનું આશ્રયસ્થાન બને છે. ચારે બાજુ વૃક્ષો શોભામાં બને છે મંદમંદ વાયુ ચારે તરફ ફેલાય છે. અને કુદરતી સૌંદર્ય આપે છે.

દરેક વૃક્ષના મૂળ, થળ, પાન,ફૂલ,અને ફળ,બઘાજ અંગો ઉપયોગી છે.

વૃક્ષોનો રસ, ગુંદ, અને ઇમારતી લાકડા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. વૃક્ષોના થડમાંથી અનેક વસ્તુઓ અને રાચ રચિલું બને છે.

વૃક્ષો ના મુળિયા જમીનમાં સેન્દ્રિય પદાર્થો ને પકડી રાખે છે અને માટીનું પડ વરસાદમાં ધોવાઇ જતું અટકાવે છે તેમજ વરસાદ લાવે છે.

ઘણા વૃક્ષનું આયુષ્ય ખૂબ લાંબુ હોય છે અને તેને કારણે તેમાંથી મળતી તમામનો વર્ષો સુધી ઉપયોગ થઈ શકે છે.

વડ, પીપળો, તુલસી વગેરે ને પવિત્ર વૃક્ષ તરીકે લોકો માને છે, અને તેના ઘણા બધા ઉપયોગ પણ છે.

વનસ્પતિ એ માનવીનું જીવન છે, વનસ્પતિનો ઉપયોગ કરી અને માનવ પોતાનું જીવન ટકાવી રાખે છે. ખાસ કરી અને શાકાહારી લોકો વનસ્પતિ પોતાનો ખોરાક પ્રાપ્ત કરે છે. ઔષધિ તરીકે વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે.

અનાજ, શાકભાજી, ફળ, ફૂલ વગેરે નો ઉપ્યોગથી માનવ પોતાનું જીવન ટકાવે છે.

વધુ વનસ્પતિ અને વૃક્ષો વાવો અને માનવજાત ઉપર ઉપકાર કરો.


Rate this content
Log in

Similar gujarati story from Children