Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Lata Bhatt

Comedy Others


4  

Lata Bhatt

Comedy Others


વોટ એન આઈડિયા સર જી !

વોટ એન આઈડિયા સર જી !

4 mins 551 4 mins 551

“કહું છુ, ક્યાં છો તમે ?”

“અરે ભાઇ હાથમાં ઝાડુ પકડાવીને પૂછે છે, ક્યાં છો તમે… હું ક્યા હોઉ....આ કમ્પ્યુટરવાળા રુમના કબાટ પાસે…”

“આ તો હું એમ કેતી'તી કે આપણે બાજુવાળા બચુભાઇ ને દમયંતીબેનના...”

“જો તારે જેમ કરવુ હોય એમ કરજે..”

“અરે પણ તમે મારી વાત તો સાંભળો…”

“આ નિર્ણય ફાઇનલ છે ?”

“પણ હજી તમે મારી વાત જ ક્યા સાંભળી છે ?”

“અત્યાર સુધીમાં નહિ નહિ તોય પચાસેક વાર આ બાજુવાળા બચુભાઇ ને દમયંતીબેનને યાદ કરી ચૂકી છે ને દરેક વખતે તારો નિર્ણય બદલાઇ જાય છે. ઘડીક કે' છે આપણે એમના દિકરા વહુને પાંચસો પાંચસો રુપિયા આપીએ તેમના લગ્ન પછી તેઓ પહેલી વખત આપણે ત્યાં જમવા આવે છે. તો બીજી વખત તું જ કહે છે કે પાંચસો પાંચસો રુપિયા તો બહુ વધારે છે ને હુ કહુ કે અઢીસો અઢીસો રુપિયા આપીએ તો તુ જ કહીશ એટલા તે અપાતા હશે ? ને હું એકસો એકાવન એકસો એકાવન રુપિયા આપવાનું કહું છુ તો તું કહે છે અરે એટલા સાવ અપાતા હશે. તે બસ્સો બસ્સો રુપિયા આપવા પર તું સંમત થાય છે વળી બીજા દિવસે તને નવુ સૂઝે છે, પૈસાને બદલે ભેટસોગાદ આપવાનુ કહે છે. એ ભેટપુરાણ અઠવાડિયાથી ચાલે છે. ભેટમાંય પાછી બંનેને અલગ અલગ આપવી કે બંને વચ્ચે એક જ આપવી એમાય તે ત્રણેક વખત તારો નિર્ણય બદલાવ્યો. એમાય તને ગમતી ભેટ જ મારા મોઢામાંથી બોલાવરાવી ને એ લેવા જઇએ એ પહેલા તારો વિચાર ફરી ગયો ને એમ એમ કરતા કરતા હવે રવિવારને માત્ર પાંચ જ દિવસ રહ્યા છે. ..બોલ હવે ફાઇનલ શું આપવાનુ છે ?”

“કાઇ નથી આપવું”

“અરે એમ ગુસ્સે ન થઇ જા હું તો મજાક કરુ છુ.”

“પણ આપણે ખરેખર કાંઇ નથી આપવુ”

"કેમ પણ ?"

"આ આપણી નાનકી એસ..એસ. સી.માં સેન્ટરમાં પહેલો નંબર લાવી ત્યારે કાંઇ આપ્યું'તુ એમણે ?"

"પણ એ તો તને પહેલાય ખબર હતી તો પછી આપવાનું નક્કી કેમ કર્યું હતું ?"

"ઇ તો પેલા પન્નાબેને કીધું ત્યારે મને યાદ આવ્યું, અરે હરખ કરવા ય નહોતા આવ્યા."

"પણ હરખ કરવા ક્યાંથી આવે તે વખતે જ બચુભાઇના કાકા ગુજરી ગયા હતા. ભૂલી ગઇ ?પંદરેક દિવસ તો અહીંયા હતા જ નહીં. યાદ છે એના કાકા ગુજરી ગયા ત્યારે આપણે પણ ખરખરો કરવા ગયા હતા ?"

"હા ને બસ નહોતી મળતી કેટલા હેરાન થયા’તા. બસની રાહ જોઇ જોઇ અંતે ખટારામાં ગયા હતા ને ખરબચડા રસ્તા હતા મારી તો પીઠમાં દુખાવો થઇ ગયો હતો.પહેલી જ વાર હું એ વખતે ખટારામાં ગઇ હોઇશ."

"તે હું ક્યાં આઠદસ વખત ગયો છુ હું ય પહેલી જ વાર ખટારામાં બેઠો'તો."

"ને પેલા બબિતાબેન તો આવ્યાય નહોતા."

"હા, ઇ બબિતા છે જ એવી એના લટકમટકમાંથી ઊંચી નથી આવતી."

"તે તમે એને કેમ બબિતા કહો છો ? તમારુ કોઇ ચક્કર……"

"અરે ચક્કર બક્કર છોડ બધાને ચક્કરમાં નાખી દે તેવી છે, પેલો મહેશ યાદ છે એના ચક્કરમાં પડ્યો'તો હજીય બહાર નથી નીકળ્યો. બસ મહેશે એ જ ભૂલ કરી હતી તેને બબિતાબેન કહી દીધુ હતું."

"ને બબિતાએ એને એના પર લટ્ટુ બનાવી ને જ છોડ્યો."

"જો જો તમે ભૂલેચૂકેય એને બબિતાબેન ના કહેતા."

"અરે, હું કહેતો હોઇશ આ મહેશ ન ઘરનો રહ્યો ન ઘાટનો, બબિતાએ બે મહિના એની સાથે હરી ફરી એને છોડી દીધો.તેની પત્ની તેને છોડીને પિયર જતી રહી ને બે લાખનું દેવું થઇ એ વધારામાં"

"અરે, અત્યારમાં તમે ક્યાં બબિતા પુરાણ ઉખેળ્યુ ?"

"બબિતાને મે નહીં તે યાદ કરી."

"હું તો શું આપવુ તે વાત કરતી હતી"

"તારે જે આપવું હોય એ આપ."

"ના પણ તમે કાંઇક સૂઝાડો."

"પહેલા એ નક્કી કર કે પૈસા આપવા છે કે ભેટસોગાદ"

"હા,યાદ આવ્યું ઓલું જૂનુ મિક્સર આપીને કોઇ ભેટ લઇ લઇએ"

"આ જૂનુ મિક્સર આપીને નવું લેવાનો આઇડીયા તો મારો જ હતો."

"તમને તો ક્યાં ખબર હતી કે જુનું મિક્શર ઘરમાં પડ્યું છે એ તો મે યાદ દેવરાવ્યું હતું. કેટલા વરસ મે એ સાથે કાઢ્યા એ મિક્સર સાથે એ મારું મન જાણે છે"

"તે દિવસે તો ખરુ થયેલું નહી ? તે ઇડલી માટે દાળચોખા પલાળ્યા ને મિક્શર ચાલે જ નહીં"

"હા એ પછી સામેવાળા સરલાબેનને ત્યાં માંગવા જવું પડ્યું. સરલાબેને તો સંભળાવ્યું ય ખરું કે હું તો દાળ ચોખા પલાળતા પહેલા જ ચેક કરી લઉં કે મિક્સર ચાલે છે કે નહી.."

"તો હવે આપણે શું આપવું છે ?"

"તુ જ વિચાર ને જે ફાઇનલ કરે એ મને કેજે"

પણ મને તો કાઇ સૂઝતુ નથી.

"તો કાંઇ નહીં"

"ના ના વરસો જૂના પાડોશી છે, કાંઇક તો આપવું જ પડે."

ફરી આ ચક્ર ચાલુ થઇ ગયું પણ તમે ચિંતા ના કરતા મારા ભાગે આવેલી ઘરની સફાઇ પણ પૂરી થવા આવી કારણ કે આ વાતો દરમિયાન મેં ઝાડુ ક્યારે શ્રીમતીજીના હાથમાં ઝાડુ પકડાવી દીધુ ને છેલ્લે સફાઇ પૂરી થવા આવી ત્યારે હળવેકથી ક્યારે એના હાથમાંથી લઇ લીધુ એ એને ખબર ય ન પડી ને શ્રીમતીજીને મનમાં એમ જ છે કે તેણે મારી પાસે ઘરની સફાઇ કરાવરાવી. હું ય ખુશ ને એ ય ખુશ.

વોટ એન આઈડિયા સર જી !


Rate this content
Log in

More gujarati story from Lata Bhatt

Similar gujarati story from Comedy