વનરાજ
વનરાજ
વનરાજ.
સાસણ ગીરમાં સવાર હંમેશા માત્ર પક્ષીઓનાં કલશોરથી નથી શરૂ થતી.
ક્યારેક એ વનરાજ નાં ડરથી શરૂ થતી હોય છે.
આજે દિવસ કેવો જશે?, એ માણસને સમજાય નહીં, પણ જંગલને ખબર હોય છે.
શિકાગો થી આવેલા પ્રવાસી સાથે,જીપ નંબર CF–09 કાચા રસ્તા પર ધીમે સરકતી હતી.
સ્ટિયરિંગ પર યાકુબ,કસયેલું શરીર, સીસમ જેવો વાન, અને વીસ વર્ષનો અનુભવ,
પણ આજે આંખોમાં એક અજાણ્યો ભાર સાથે તે જીપ હંકરતો હતો.
વગર એસી એ જીપ ma ઠંડક વાર્તાતી હતી. જીપમાં આગળ ઊભી હતી લેડી ગાઈડ સુનીતા.ફોરેસ્ટ યુનિફોર્મમાં,આજે તેનો
આવાજ શાંત, નજર તીક્ષ્ણ.
પાછળ કેમેરા સાથે બેઠેલા પ્રવાસી,
જોહન અને તેની પ્રેમિકા લીના.
લીનાએ ખુશીથી કહ્યું: ડિયર જો'
“આપણી ટ્રીપ નસીબદાર રહેશે ને? શું આજે વાઘ દેખાશે?”
સુનીતાએ હળવું સ્મિત આપ્યું.તે બોલી
“ગીર માં સિંહ દેખાવું મહત્વનું નથી,
મહત્વનું એ છે —
સિંહે તમને જોઈને પણ, જીવતા છોડી મુક્યા કે નહીં.”
યાકુબે રિયર મિરરમાં જોયું.
ક્ષણભર માટે…
એને એવું લાગ્યું કે પાછળ સીટમાં
પ્રતિબિંબ ત્રણનાં છે.
એ ચૂપ રહ્યો.
થોડાક આગળ જતા,
જંગલની કીકીયારી અચાનક શાંત થઈ ગઈ.
ન મોર,
ન હરણ,
ન પાંદડાં.
ન કાગડા.
ન સાપ નો સળવળાટ
માત્ર…
કોઈ પ્રાણી ઊંડા શ્વાસ સાથે અવાજ કોઈ શિકાર ને સૂંઘતું હોય.
લીનાએ ધીમે પૂછ્યું:
“શું આવી શાંતિ તમને ડરાવની નથી?”
સુનીતાએ હાથ ઉંચો કર્યો.
“શાંત રહો.”
ત્યારે.
ઝાડી નાં વેલા હલ્યાં.
ત્યાં કોઈ સિંહ નહીં.
કંઈક મોટું પ્રાણી,
ધીમું,
જાણે જમીનને તેનું અંગ ઘસી ચાલતું.
અને પછી…
હસવું.
ગરજ નહીં.
હસવું.
માનવી જેવું…
પણ માનવી નહીં.
ડરેલી લીનાની ચીસ ગળામાં જ અટકી ગઈ.
“વનરાજ,”
સુનીતાએ સિસકારા બોલાવતા કહ્યું.. માદામ
“પણ એ સિંહ નથી, સિંહણ છે, સિંહથી પણઃ ખૂંખાર.”
જીપ અચાનક ઝાટકે રોકાઈ.
યાકુબે કોઈ બ્રેક મારી નાં હતી.
એ ક્ષણે, યાકુબ ની બાજુનું બારણું ખુલ્યું.
સુનીતાની હાથની પકડ છટકી, અને તેનો પગ લપસ્યો.
“સુનીતા—!” યાકુબ ની
ચીસ અધૂરી રહી.
સુનીતા જીપમાંથી ગબડી પડી ચુકી હતી.
જીપ નો દરવાજો પાછો બંધ થયો,અને સુનીતા એક પળ માં ઝાડીઓમાં ગાયબ થઈ ગઈ.
એક ભયાનક અવાજ આવ્યો —
જાણે કોઈ ખીણ માં પડતા તેના હાડકાં તૂટ્યા હોય.
તે પળ પછી —
પૂર્ણ શાંતિ.
જોહને ટોર્ચ ચાલુ કરી.
પ્રકાશ ઝાડીઓ પર પડ્યો.
કંઈ નહોતું.
માત્ર જમીન પર પડેલો
સુનીતા નો ફોરેસ્ટ સ્કાર્ફ.
યાકુબ, જોહન ધીમે બોલ્યો:
“હોર્ન ન વગાડશો…
જો એ નજીક છે,
તો કોઈ અવાજ, આપણા પણ, મોત ને આમંત્રણ લેખાશે .”
ત્યાં જીપ આપોઆપ સ્ટાર્ટ થઈ.
જાણે કોઈ અદૃશ્ય હાથમાં જીપનીચાવી કોઈ કી પકડી બેઠું હોય.
વગર એક્સીકેટરે જીપ ભાગી.
પાછળથી…
એક સ્ત્રીનું હાસ્ય સંભળાતું રહ્યું.
જીપ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ આવી ઉભી ત્યારે
રાત હતી.
દીવો ઝબકે છે.
અને ત્યાં —
લાકડાની બેન્ચ પર
સુનીતા બેઠી છે.
જીવતી.
સંપૂર્ણ સ્વસ્થ.
હાથમાં ચાનો કપ.
જોહનનો શ્વાસ અટકી ગયો.
“પણ…
તું તો…!”
સુનીતાએ આશ્ચર્યથી જોયું.
“આજે મારી ડ્યુટી નથી.
હું સવારથી અહીં ગેસ્ટ હાઉસ નાં રેસ્ટ પર જ છું.”
ગેસ્ટ હાઉસનું રજિસ્ટર જોહન સામે આગળ આવ્યું.બધા ગાઉડ આજે ઓફ ડ્યુટી એ હતા.સહી.
સફારી રેન્જર્સની સાક્ષી.
યાકુબની આંખો ભરાઈ ગઈ.
“તો પછી…
આપણી જીપમાં કોણ હતી?”
સુનીતા હસી,અને બોલી.
યાકુબ તને ખબર હોવી ઘટે કે “કોરબેટમાં,”
“દરેક સફારીને અચૂક ગાઈડ મળે જ઼ છે.”
“ક્યારેક…
એ જંગલ પોતે ગાઈડ બનતો હોય છે.”
એ રાત્રે,
જોહનને ઊંઘ આવી નહીં.
અચાનક —
દૂરથી
જીપનું હોર્ન.
એક જ વાર.
પછી —
સ્ત્રીનો અવાજ.
“આવ…જોહન તેને જંગલ ની સેર કરાવું!!
જંગલ તને ઓળખી ગયું છે.”
જોહને બારી ખોલી.
ઝાડીઓ વચ્ચે —
એક આકૃતિ.
ફોરેસ્ટ યુનિફોર્મમાં.
ચહેરો અસ્પષ્ટ.
પણ આંખો…
સફેદ.
એ હલકા સ્મિત સાથે એ
જંગલમાં પાછી ઓગળી ગઈ.
ગીર માં સિંહ રાજા નથી.
અસલી રાજા કોઈ છે, તો એ જંગલ જ઼ છે .
અને
જંગલ, ક્યારેક , પોતે જ Guide બનતું હોય છે.
