વમળનો વિરામ
વમળનો વિરામ
નવરાત્રિની રાત કેવી સુંદર રાત હતી. . એટલી જ સુંદર રાત હતી જેટલી સુંદર આનંદિતા હતી. ગરબાના અવાજથી ગુંજતી શેરીઓ અને તે મનોરમ્ય વાતાવરણમાં એક મનોરમ્ય દ્રશ્ય હતું જે જોવા માટે કુદરત આતુર હતી અને અનુભવવા માટે આતુર હતી આનંદિતા.
ચાર મહિનાની અવિરત જોયેલી રાહ અને અતૂટ કરેલા પ્રેમને મળવાની રાત હતી તે. હા નિશાંતનો એક મેસેજ આવ્યો અને આનંદિતાના વિરહથી ભરેલા હૃદયમાં આનંદનો પ્રવાહ વહેતો થયો. જેને તૂટીને પ્રેમ કર્યો હોય તે વ્યક્તિ અચાનકથી મળવા બોલાવે તે આનંદ તો તે જ સમજી શકે જેને તેવો પ્રેમ કર્યો હોય.
નિશાંત એ આનંદિતાને મળવા બોલાવી. આનંદિતા પણ સુંદર તૈયાર થઈ પોતાના નિશાંતને મળવા ગઈ. લાંબા ચાલેલા ઇંતેજારનો અંત કેવો સુંદર હતો. નિશાંત ને જોતાની સાથે જ આનંદિતા પીગળી ગઈ. ઘરેથી નીકળી ત્યારે એમ વિચારતી હતી કે હું ફરિયાદ કરીશ, ગુસ્સો કરીશ કે કેમ ફોન, મેસેજ કઈ નહિ ? ભૂલી ગયો હતો મને કે શું ? પણ જે ચહેરો જોવા તરસી ગયા હોય તે ચહેરો જોઈ ને કોણ ગુસ્સો કરી શકે ? આનંદિતા એ નિશાંતના બંને હાથ પકડી લીધા,અને નિશાંતની પકડ પણ એટલી જ મજબૂત હતી, હાથના એ સ્પર્શમાં બધી ફરિયાદો હૃદયમાંથી ભૂંસાય ગઈ અને તેની જગ્યા એ હતો તો માત્ર ભરપુર પ્રેમ અને લાગણી. બેય એકબીજામાં ઓતપ્રોત થઈને દુનિયા ભૂલી ગયા હતા. નિશાંત એ આનંદિતાના હોંઠ પર એક તસતસતું ચુંબન આપ્યું અને તેને પોતાના આલિંગનમાં સમાવી લીધી એ વચન સાથે કે જીવીશ ત્યાં સુધી તારો સાથ ક્યારેય છોડીશ નહીં. અને બને એ એકબીજાને ત્રણ મેજીકલ શબ્દો કીધા. આઈ લવ યુ ! કેવી સુંદર હોય એ અનુભૂતિ કે બંને વ્યક્તિ એક થઈ ને એકબીજા ને પ્રેમ કરે. કુદરત પણ પીગળી જાય આવો પ્રેમ જોઈને તો.

