વમળ - 1
વમળ - 1
સવારનો સમય હતો, રોજની જેમ જ પપ્પા ઓફિસ જતા પહેલા એક હસતો ચહેરો જોઈને જતા. આનંદિતા..જેવું નામ તેવાજ ગુણ. સદાય હસતી રમતી...ઘરમાં શાંતિ હોય તો જાણે કે ખબર પડી જ જાય કે આજે આનંદિતા ઘરે નથી. લોકો કે સવારમાં જે ચહેરો જોઈ ને જાવ તેવો જ આખો દિવસ જાય, એટલે જ પણ આનંદિતા ને જોવે તેનો દિવસ સારો જ જાય ને !
સુંદર ચહેરો,ગોરી મુલાયમ ત્વચા, સુંદર અને સુડોળ કાયા અને સૌથી અમૂલ્ય... તેનું મનમોહક સ્મિત..કોણ પ્રેમમાં ન પડે ? અને વ્યક્તિત્વ તો એવું અડીખમ કે ઉપમા આપવી પણ અઘરી થાય.
પણ સમયે ક્યારેક હસતા લોકો ને પારખે ને ! આવી ગ્યો સમય વિવાહ બંધનમાં બંધાઈ જવાનો. આમ હસતી બોલતી અને સ્પષ્ટવક્તા હતી...પણ આનંદિતા ક્યારેય કોઈ વાતમાં પોતાના ને ના ન પાડી શકતી. પપ્પાએ જ નિર્ણય લીધો તે હસતા મોઢે સ્વીકારી લીધો. નીરજ સાથે લગ્ન થયા. નીરજ એટલે સાવ શાંત, શરમાળ અને સૌમ્ય છોકરો. જે એક છોકરીની કલ્પના હોય તેવા બધા ગુણો હતા નીરજમાં. પણ બંને પાત્રો એક બીજાથી વિરૂદ્ધ હતા.
આનંદિતા એ સંપૂર્ણ સમર્પણથી લગ્નજીવન નિભાવ્યું. નીરજ પણ સમજતો કે ગમે તે પરિસ્થિતિ આવે, આનંદિતા ક્યારેય તેને એકલો નહીં છોડે. બસ પછી શું ! ત્યાંથી જ આનંદિતાના માનસિક સંઘર્ષની શરૂઆત થઈ. નીરજ કામમાં વ્યસ્ત રહેતો અને આનંદિતા તેના કામ અને નોકરીમાં વ્યસ્ત રહેવા લાગી. સમય જતાં તેને એમ લાગવા લાગ્યું કે,તે એના અંગત જીવનમાં એકલી છે. બસ ત્યાંથી જ તેના જીવનમાં વિચારોના અને સંબંધોના વમળ શરૂ થઈ ગયાં.
અહિયાં મારો એક જ પ્રશ્ન છે,શું આજ ના સમયમાં નોકરી અને રૂપિયો એટલા મહત્વના બની ગયા છે ?કે સંબંધ તેની મીઠાશ ગુમાવતો જાય છે ! કેટલુંક યોગ્ય છે સંબંધો મૂકીને સુવિધા માટે દોડવું ?
ક્રમશઃ
