હું અને મારી સાયકલ
હું અને મારી સાયકલ
1 min
356
આમ તો બધી ઋતુ મને ગમે, પણ શિયાળાની મજા કંઇક અલગ જ છે. રાત્રિના છેલ્લા પ્રહરમાં પ્રસરેલી ઠંડી થી આખું વાતાવરણ જાણે શિતઘરમાં ફેરવાઈ ગયું હોય અને એ જ સમયે પરોઢની એ મંદ-મંદ શીતળ ઠંડી વચ્ચે પૂર્વમાંથી ઉગતા સૂર્યના કિરણો ધરતી પર પડતાં હોય તો એમ લાગે કે જાણે સુવર્ણ જાજમ પાથરી દીધી હોય.
અને રણમાં પણ સંવેદના ભરી દે તેવા ઉન્માદની સાથે એ મનોરમ્ય વાતાવરણની મજા લેતો હુ ગલીઓમાં મારી સાયકલ સાથે જઈ રહ્યો હતો. સાયકલ પણ એમ ચાલતી હતી કે જાણે તેને પણ આ ઉલ્લાસભર્યું વાતાવરણ મોહિત કરી રહ્યું હતું.
