એક મિનિટ
એક મિનિટ
આનંદ છે એક મિનિટનો. મિત્રો યાદ હશેને. ઘણાં વર્ષો થયા. સ્પર્ધાઓ ચાલતી પહેલાંના સમયમાં તો એક મિનિટનો સમય અને કામ કરી બતાવવાનું..એ એક મિનિટમાં કામ કરવામાં જે રોમાંચ અને એક્સાઇટમેન્ટ અનુભવાતી તેની મજા તો આજે પણ યાદ છે. એક આતુરતાથી ઘડિયાળના કાંટા સામે દોડતી નજર..અને સેકન્ડ કાંટાનો ઝડપથી સંભળાતો અવાજ... મનમાં જે ઉતાવળ સર્જતું અને એક મિનિટ પૂરી થતાંની સાથે જ જે એક શાંતિ અને કુતૂહલનો અનુભવ થાય કે કોણ જીતશે ? તેની મજા તો કંઈક અલગ જ છે કે નહીં ? શું કહેશો મિત્રો ?
