વમળ - 2
વમળ - 2
સમય પસાર થતો જાય છે. . . ક્યાં સમજાય કે જીવનમાં કોણ ક્યારે અને કઈ રીતે આવી જાય ? આવું જ કંઈક બની રહ્યું હતું આનંદિતા સાથે. . નીરજ તેનું કરિયર બનાવવામાં વ્યસ્ત હતો. આનંદિતા સ્કૂલમાં નોકરી કરતી અને પોતાની વહાલસોયી દીકરી ના ઉછેરમાં સમય વીતાવતી.
આ બધા કામમાંથી થોડો સમય કાઢી ને આનંદિતા વટ્સએપમાં કે બીજી કોઈ નેટવર્કિંગ સાઈટ પર મિત્રો બનાવીને વાતો કરતી અને તેમના અનુભવો જાણતી. ઘણા મિત્રો બની ગયા હતા. પણ જીવનમાં ક્યારે કોણ ખાસ બની જાય તેનો ક્યાં ખ્યાલ જ રહે છે ! આવું જ કંઈક આનંદિતા અનુભવી રહી હતી. તેના જીવનમાં એક એવી વ્યક્તિનો પ્રવેશ થયો, જેણે તેણીને તેની એકલતામાંથી બહાર લઈ આવી. આનંદિતાને સાચા પ્રેમનો પ્રથમ અનુભવ જો કોઈએ કરાવ્યો હોય તો તે હતો. નિશાંત. જેણે એક ઉદાસ હૃદયમાં પ્રેમના બીજ રોપ્યા. બંને એકજ શહેરમાં રહેતા, ઘણીવાર એકબીજાની સામેથી પસાર થઈ ગયા હશે, પણ મળ્યાં હવે જ. કહેવાય છે ને કે ઈશ્વર ની ઈચ્છા વિના તરણું પણ નથી તોડી શકાતું. બસ પછી તો વાતોનો સિલસિલો શરૂ થયો. બંને વિવાહિત હતા,પણ પ્રેમ ક્યાં કોઈ બંધનમાં માને છે !
બેય એકબીજાની અધુરપ ને પુરી કરતા. નિશાંતના જીવનની પણ એવી જ ઘટમાળ હતી. તેની પત્ની રિસામણે જતી રહી હતી. આ સમયે આનંદિતાએ નિશાંત ને સાથ આપ્યો અને તેની એકલતા દૂર કરવા પ્રયાસ કર્યો. બંને સારા મિત્રો બની ગયા હતા. મનની મિત્રતા હતી. એક ઉદાસ હોય તો બીજું સમજી જતું. . શબ્દોની પણ જરૂર ન હતી.
પણ સમય ક્યારેય બે પ્રેમીઓને ક્યાં મળવા દે છે ? બંને વચ્ચે પ્રેમ પાંગર્યો ત્યાર બાદ એક વાર ઔપચારિક રીતે મળ્યા હતા. પછી એ સમય જ ન આવ્યો કે બેય એકબીજાને જોઈ પણ શકે. રોજ વાતો કરતી બે વ્યક્તિ હવે ચાર પાંચ દિવસે વાતો કરતી.
આનંદિતા રોજ નિશાંત ના મેસેજ કે ફોનની આતુરતાથી રાહ જોતી. એક દિવસ નિશાંતનો મેસેજ આવ્યો કે,"બે દિવસ પછી હું મારી પત્નીને તેડવા જાવ છું, તો માત્ર બે દિવસ હું તારી સાથે વાત કરી શકીશ !" પછી હું તારા સંપર્કમાં નહિ રહી શકું. . . "હૃદય માં એક ઘા સમાન હતો નિશાંતનો એ મેસેજ આનંદિતા માટે. પણ બંને પરિપકવ વ્યક્તિ હતા. તે સમજતી કે આ સંબંધ મિત્રતાથી આગળ ક્યારેય જવાનો જ ના હતો. . તેને પરિસ્થિતિ સ્વીકારી લીધી. નિશાંત એ એક વચન આપ્યું હતું કે, " હું વાત ભલે ના કરી શકું પણ તારો સાથ ક્યારેય નહિ છોડુ. . . જ્યારે પણ મોકો મળશે હું તારો સંપર્ક કરીશ,અને મળવાનો પ્રયાસ કરીશ. "આ વચન સાથે બંને અલગ થયા. . . 20 દિવસ પસાર થયા. . . રોજ આનંદિતા નિશાંત ના મેસેજ કે ફોનની આતુરતાથી રાહ જોતી. એક દિવસ તેણે ઈન્સ્ટાગ્રામ માં રિકવેસ્ટ મોકલી. ખુશીનો દિવસ હતો તે આનંદિતા માટે. . . પાંચ દિવસ બંને એ ખુબ વાતો કરી. પણ પાછો સમય આવી ગયો અલગ થવાનો. નિશાંત આનંદિતા સાથે ત્યારે જ વાત કરતો જ્યારે તેની પત્ની પિયર જતી. જીવનસાથી જેવો સાથ હતો બંનેનો. ત્યારબાદ આ સુંદર સબંધમાં એક નવો વળાંક આવ્યો. એક દિવસ, બે દિવસ,એમ કરતાં કરતાં આજે 68 દિવસ પસાર થઈ ગયા. . .નિશાંત નો મેસેજ કે ફોન કઈ પણ આવ્યું નહિ. એક દિવસ રાહ જોઈ ને થાકી ને આનંદિતાએ ઓનલાઈન જોઈને નિશાંત ને મેસેજ કર્યો, તેણે તેનો મેસેજ વાંચ્યો પણ ફરી કઈ જવાબ ના આવ્યો. જે સ્ત્રી એ તકલીફમાં સાથ આપ્યો હોય તેને અવગણવી કેટલા અંશે યોગ્ય છે ? તેવું તો શું થયું હશે કે જે નિશાંત આનંદિતાનો ચેહરો જોયા વિના રહી ન શકતો, રોજ તેની સેલ્ફી જોઈને પોતાનો દિવસ શરૂ કરતો. . તે આજે તેને એક મેસેજનો જવાબ પણ નથી આપતો.
આનંદિતા આજે પણ નિશાંત ની આતુરતાપૂર્વક રાહ જોવે છે. . . શું હશે ભવિષ્ય ના ગર્ભમાં ?
જાણશું વમળના હવેના પ્રકરણમાં.
