PRAJAPATI TARLIKA

Romance Others

3  

PRAJAPATI TARLIKA

Romance Others

વિયોગની અશ્રુધારા

વિયોગની અશ્રુધારા

3 mins
189


રીમઝીમ વરસતાં વરસાદમાં રોહન અને રોશનીની એ પહેલી મુલાકાત એટલી બધી આહલાદક હતી કે બંનેને એવું લાગવા માંડ્યું હતું કે બંને એકબીજાને જાણે વર્ષોથી ઓળખે છે. બંને એકબીજા વગર અધૂરા છે. બંને જેની વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યાં હતાં તે આ જ વ્યક્તિ છે. પહેલી મુલાકાત પછી તો તેમની વચ્ચે દરરોજ વાતો થવા લાગી હતી.

રોહન એક બિઝનેસમેન હતો. પોતે સુખી સંપન્ન પરિવારનો દીકરો હતો. દેખીતી રીતે સુખી લાગી રહેલ રોહન ભીતરથી ખૂબ જ એકલતા મહેસૂસ કરી રહ્યો હતો. રોશની સાથેનાં પરિચયે તેની સૂતેલી લાગણીઓમાં પ્રાણ પૂર્યા હતાં. તેની સૂતેલી લાગણીઓ ફરીથી મહેકવા લાગી હતી. રોહનની નીરસ જિંદગી રોશનીનાં આગમનથી જીવંત બની ગઈ હતી. 

પહેલાં રોહન ફકત જીવવા પૂરતો જીવી રહ્યો હતો પણ હવે રોશનીનાં પ્રેમની આગોશમાં રોહન ખરેખર પોતાની જિંદગીને માણી રહ્યો હતો. રોહને રોશનીને બહુ બધાં સપનાંઓ બતાવ્યાં હતાં. રોહને રોશનીની પુરેપૂરી જવાબદારી પોતાનાં ઉપર લઈ લીધી હતી. રોહન રોશનીને રોજ કહેતો કે તું કોઈ જ ચિંતા ના કરતી જ્યારે તું એકલી હોઈશ ત્યારે હું તને મારી જોડે લઈ જઈશ. તારી બીમારીમાં પણ હું તારી જોડે જ રહીશ. 

રોશની દુનિયાદારીથી પૂરેપૂરી વાકેફ હતી. તે બધું જ જાણતી હતી કે અત્યારની યુવાપેઢીનો પ્રેમ કેવો અને કેટલો સ્વાર્થી હોય છે, પણ તેમનો પ્રેમ તો પાકટ ઉંમરનો હતો પૂરેપૂરો જવાબદારીવાળો, મેચ્યોર એટલે રોશનીને લાગ્યું કે રોહન ભલે પરણીત છે છતાંય પોતાનો સાથ જિંદગી સુધી નિભાવશે. 

રોહન અને રોશની બંને એકબીજાને અનહદ ચાહતા હતાં. રોહને કેટલીયે વખત પોતાનાં પ્રેમનાં ઈઝહાર તરીકે રોશનીને આઈ લવ યુ કહ્યું હતું. રોશની તો રોહનને તેના કરતાંય વધારે ચાહતી હતી છતાંય રોશનીએ એકવાર પણ રોહનનાં આઈ લવ યુ નો જવાબ આપ્યો નહોતો.

કેમકે રોશની જાણતી હતી કે રોહન પરણીત છે, તેની પત્ની છે. પોતે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીનો પતિ ક્યારેય છીનવવા નહોતી માગતી. પ્રેમ પરાકાષ્ઠાએ હતો. પ્રેમ પ્રેમની જગ્યાએ હતો. પ્રેમ માટે કોઈનો પતિ, કોઈનો પુત્ર કે કોઈનો પિતા છીનવવાની ક્યાં જરૂર હતી.

લગભગ છ મહિનાનાં અંતે રોહનનો પ્રેમ કમજોર થવા લાગ્યો. હવે રોજની જેમ વિડિયો કોલ, કોલ કે મેસેજ નહોતા થતાં. પહેલાં જેવી પ્રેમભરી વાતો નહોતી થતી. રોશની રોહનનો બદલાવ મહેસૂસ કરી રહી હતી. રોહનની વાણી, વર્તન સાવ બદલાઈ ગયાં હતાં. રોશની હવે રોજ રોહનનાં કોલની, મેસેજની, વિડિયો કોલની રાહ જોઈ રહેતી હતી પણ રોહનનો વિડિયો કોલ કે કોલ કંઈ જ આવતું નહીં.

રોશનીનું હૃદય ચિરાઈ જતું હતું. રોશનીની આંખોમાંથી વિયોગની અશ્રુધારા અનરાધાર વહી રહી હતી. રોશની વિચારી રહી હતી કે રોહનને જો તેની જોડે વાત ના કરવી હોય તો એકવાર એ તેને સીધેસીધું કહી શકતો હતો છતાંય એને કોઈ જ વાત ન કરી એટલે નક્કી રોહનની જ તેની જોડે વાત કરવાની ઈચ્છા નહીં હોય. 

રોશની ચાહત તો રોહનને કોલ કે વિડિયો કોલ કરી શકતી હતી પણ રોશનીએ ક્યારેય રોહનને કોલ કે વિડિયો કોલ કરીને ડિસ્ટર્બ નથી કર્યો. રોશનીનો પ્રેમ હંમેશાંથી પવિત્ર રહ્યો હતો. રોશનીએ ક્યારેય રોહનની પાસેથી રોહનની પ્રેમભરી વાતો સિવાય કંઈ જ નથી ચાહ્યું. રોશનીની આત્મા રોહન સિવાય કોઈ બીજાનો સપનામાંય વિચાર નથી કરી શકતી.

રોહન અને રોશની ખૂબ સારી રીતે સમજતાં હતાં કે દિલ જે વ્યક્તિને પૂરી સિદ્દતથી ચાહે છે એ વ્યક્તિનો વિયોગ કેટલો અસહનીય હતો. આજે લગભગ મહિના ઉપર થવા આવ્યું છતાંય રોહન અને રોશનીની વચ્ચે અબોલા જ હતાં. બંનેમાંથી એકેય એકબીજાને કોલ નહોતાં કરી રહ્યાં. બંનેની કિસ્મતમાં ફકત એકબીજાનાં વિયોગમાં તડપવાનું જ લખ્યું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Romance