PRAJAPATI TARLIKA

Inspirational Others

4  

PRAJAPATI TARLIKA

Inspirational Others

પવિત્ર રાખડીનું બંધન

પવિત્ર રાખડીનું બંધન

4 mins
396


આજે સવાર સવારમાં મનનો કોલ આવી રહ્યો હતો. મિત્યાને તેની જાણ જ નહોતી, તે પોતે નોકરી કરતી હોવાથી સવાર સવારમાં તેનું ધ્યાન ઘરકામ પરવારી તૈયાર થઈને જોબ પર જવામાં જ લાગેલું હતું. મિત્યા જોબ પર નીકળતાં મોબાઈલ લેવા જાય છે તો મનનો કોલ આવી રહ્યો હતો.

મિત્યાના કોલ ઉપાડતાં જ મન બોલ્યો, "ક્યારનો કોલ કરું છું યાર, કોલ કેમ નથી ઉપાડતી." મિત્યા બોલી, "યાર તું તો જાણે જ છે સવાર સવારમાં હું કેટલી ભાગદોડમાં હોઉં છું, બોલ કઈ સિરિયસ છે ? નહીં તો સવાર સવારમાં તારા આટલા બધા કોલ અને ઉપરથી તારો અવાજ પણ ગભરાયેલ લાગે છે." 

મન કહે છે, "હા સીરીયસ છે જો આજે સવારથી માન્યાને દુઃખાવો ઉપડ્યો છે તો સવારથી અમે લોકો હોસ્પિટલ છીએ. ડોક્ટરે કીધું છે કે, દુઃખાવો ઉપડ્યો છે પણ બાળક ઊંધું છે તો કેસ બહુ ગંભીર છે. અમે લોકો અમારાથી બનતા પ્રયત્નો કરીએ જ છીએ પણ કંઈ નક્કી ન કહેવાય." આટલું બોલતાં બોલતાં મન રડવા લાગ્યો. 

 મિત્યા બોલી, "મન તું રડ નહીં, હું હમણાં જ હોસ્પિટલ આવું છું. તું બિલકુલ ચિંતા ન કર તું મને લોકેશન મોકલ." મન કહે છે, "હા તું જલ્દી આવી જા પ્લીઝ મને તારી બહુ જરૂર છે." 

 હા ચાલ હું હમણાં જ આવું છું. મિત્યા તરત જ પોતાની સ્કુટી મનના મોકલેલ લોકેશન તરફ દોડાવવા લાગી. મિત્યા અને મન માનેલા ભાઈ બહેન હતાં. દર રક્ષાબંધને જેમ મિત્યા મનને રાખડી બાંધતી એમ મન પણ મિત્યાને રાખડી બાંધતો હતો. 

મન માટે માન્યાની પસંદગી પણ મિત્યાએ જ કરી હતી. મન અને માન્યાના લગ્નને ચાર પાંચ વર્ષ થઈ ગયા હતાં. છતાંય માન્યા મા નહોતી બની શકી. તેના માટે મિત્યાએ ખૂબ જ પ્રયત્નો કર્યા હતાં. માન્યા અને મનને લઈને મિત્યા પોતાની એક ખાસ સહેલી જે જાણીતી ગાયનેક હતી તેની પાસે ગઈ, તેમની મુલાકાત કરાવી અને દવાઓ ચાલુ કરાવી હતી. 

લગભગ ચાર-પાંચ મહિનામાં તો એમની દવાઓ ખાવાથી માન્યા પ્રેગનેન્ટ થઈ હતી. મન, માન્યા અને મિત્યા ખૂબ જ ખુશ હતાં. જોતજોતામાં તો માન્યાની ડિલિવરી આવી ગઈ અને આજે માન્યા જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી હતી. 

મિત્યા મનોમન નક્કી કરે છે કે ના માન્યાને હું કંઈ જ નહીં થવા દઉં. મિત્યા અને મનનો પવિત્ર અને નિર્દોષ રાખડીનો સંબંધ હતો. બંને હંમેશાં એકબીજાને મદદ માટે તૈયાર જ હોય. મિત્યા હોસ્પિટલ પહોંચી અને અંદર જેવી ગઈ ત્યાં સામે મન આંટાફેરા કરતો હતો. 

મિત્યાને જોતાં જ મન દોડીને મિત્યાને ભેટી પડ્યો અને નાના બાળકની જેમ ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યો. મિત્યાએ મનને પાણી પાયુ અને શાંત પાડ્યો. એટલામાં ઓપરેશન થિયેટરમાંથી ડોક્ટર શાલિની બહાર આવ્યાં અને મિત્યાને પોતાની કેબીનમાં બોલાવી. 

મન મિત્યાને પોતાને છોડીને જવા ના કહી રહ્યો હતો પણ મિત્યા મનને સમજાવી અને તે ડોક્ટરની કેબિનમાં ગઈ. ડોક્ટર શાલિની મિત્યાની સહેલી હતી તે બોલી, "મિત્યા માન્યાની તબિયત ગંભીર છે. ઓપરેશન તો થઈ ગયું છે. 

બાબો આવ્યો છે પણ માન્યા ભાનમાં આવે અને કંઈ તકલીફ ન થાય તો વાંધો નહીં બાકી જ્યાં સુધી માન્યા ભાનમાં ન આવે ત્યાં સુધી કશું કહી શકાય એમ નથી, કેમકે બાબાનો જન્મ થતાં જ માન્યા બેહોશ થઈ ગઈ હતી તેના શ્વાસ ઓછા થતા હતાં." ડોક્ટર શાલિનીની વાત સાંભળીને મિત્યા ડોક્ટર શાલિનીની સાથે આઈસીયુ માં જાય છે. 

બેહોશ માન્યાને જોઈને મિત્યાની આંખો ભીંજાવા લાગી પણ મિત્યા એ હિંમત ભેગી કરીને માન્યતા મોઢા ઉપરથી ઓક્સિજન કાઢી પોતાના મોઢાથી માન્યાને શ્વાસ આપવા લાગી. લગભગ પંદર વીસ મિનિટ સુધી આ રીતના મિત્યાના શ્વાસ આપવાથી માન્યા ભાનમાં આવવા લાગી અને તેના શ્વાસની રફતાર સળંગ ચાલવા લાગી. 

આઈસીયુ રૂમનાં મિરરમાંથી મન અને તેનો પરિવાર આ દ્રશ્ય જોઈ રહ્યાં હતાં. દરેકની આંખો ભીંજાઈ રહી હતી. ડોક્ટર શાલિનીએ મિત્યાની હિંમતને અને વિશ્વાસને વખાણી અને બંને બહાર આવ્યાં. 

 મન અને તેનો પરિવાર મિત્યાની અને ડોક્ટર શાલિનીની સામે રડી પડ્યો. ડોક્ટર શાલિની બોલી, "મે કંઈ નથી કર્યું પણ આ મનની બહેન મનનાં બાળકની માતાને જીવતદાન આપનાર મસિહા છે. હું હિંમત હારી ચૂકી હતી પણ મિત્યાની હિંમત અને વિશ્વાસથી આજે તમારી વહુ તમારી બધાની વચ્ચે છે." 

મન રજા મળતા તરત જ અંદર ચાલ્યો ગયો. મનને ખુશ થતાં અંદર જતો જોઈ મિત્યા હસી રહી હતી. ત્યાંજ પાછળથી કોઈનો હાથ તેના માથે ફરી રહ્યો હતો. મિત્યાએ પાછળ ફરીને જોયું તો તે મનના મમ્મી હતાં જેમને મિત્યા અને મનનું પવિત્ર રાખડીનું બંધન જરાય નહોતું ગમતું. તેઓ આજે મિત્યાની માફી માગી રહ્યાં હતાં. 

મિત્યાં બોલી, "અરે ના મમ્મી તમે માફી માગી મને ના શરમાવો. ચાલો આપણે અંદર જઈ નાનકડા મન અને માન્યાને મળીએ." મિત્યા અને મનના મમ્મી અંદર જાય છે તો મન અને માન્યા નાનકડા બાબાને રમાડી રહ્યાં હતાં. આ દ્રશ્ય જોઈને મનની મમ્મીની આંખો ખુશીથી ભરાઈ આવી જે જોઈ મિત્યા મનની મમ્મીને ભેટી પડી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational