STORYMIRROR

PRAJAPATI TARLIKA

Inspirational Others

3  

PRAJAPATI TARLIKA

Inspirational Others

ડ્રગ્સના રવાડે

ડ્રગ્સના રવાડે

1 min
163

દક્ષ વિપુલભાઈનો એકનો એક દીકરો. વિપુલભાઈ દક્ષની નાનામાં નાની દરેક ઈચ્છાઓ પૂરી કરતાં. વિપુલભાઈ દક્ષના માગ્યાં વગર પણ તેને ખર્ચ માટે પૈસા આપી દેતાં તેથી દક્ષને જાણે એવું લાગતું હતું કે પોતાના પપ્પા પૈસાનું ઝાડ છે જ્યારે જ્યારે તે એ ઝાડને હલાવશે ત્યારે તે ઝાડ તેને પૈસા આપશે.

કોલેજમાં આવ્યા પછી દક્ષના ખર્ચા બહુ વધી ગયા હતાં. તે પોતાના પપ્પા પાસેથી હવે ઝગડો કરીને પણ પૈસા લઈ જતો. જ્યારે વિપુલભાઈને ખબર પડી કે દક્ષની કોલેજની સાથે બીજી બે, ત્રણ કોલેજોમાંથી પણ છોકરાઓ ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. ત્યારે વિપુલભાઈને દક્ષની ચિંતા થવા લાગી.

વિપુલભાઈએ દક્ષને બોલાવી અને તેની પાસેથી બધી માહિતી લીધી અને આ બધી ટોળકીઓમાં પોતે સામેલ છે કે નહીં તેની તપાસ કરતાં વિપુલભાઈને પોતાની જાત ઉપર ખૂબ ગુસ્સો આવવા લાગ્યો. 

તેમને એવું થયું કે મેં જેવું વાવ્યું છે તેવું હવે મારે ભોગવવું પડશે. બીજે દિવસ સવારે વિપુલભાઈ છાપામાં સમાચાર વાંચીને બેહોશ થઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational