PRAJAPATI TARLIKA

Romance Inspirational Others

4  

PRAJAPATI TARLIKA

Romance Inspirational Others

પ્રેમનાં નામે દગો

પ્રેમનાં નામે દગો

4 mins
369


મોસમનો પહેલો ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે આરામ કરી રહેલ હેમલનાં મોબાઈલમાં કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવે છે. હેમલ કોલ ઉઠાવી વાત કરે છે, તો સામે કોમળ, ઋજુ, સાંભળવો ગમે તેવો નાની બાળકી જેવો અવાજ સંભળાય છે. હેમલ આરામ કરતો હતો ત્યાંજ પોતાના સોફા ઉપર બેઠો થઈ જાય છે, અને હા બેટા એમ કહીને વાત ચાલુ કરે છે.

બંને એકબીજાનો પરિચય આપે છે. વાત કરતાં હેમલને સમજાય છે કે પોતે અવાજ ઉપરથી જેને નાની બાળકી સમજી રહ્યો હતો તે તો પોતાની ઉંમરની છોકરી છે. તેજલ કહે છે, "તમે હેમલ ત્રિવેદી, હું તેજલ ત્રિવેદી આપણા સમાજના ગ્રુપમાં મેં જોયું કે તમે લેખક છો અને સમાજના લોકોને આગળ લાવવા માટે તેમને મદદ કરો છો." 

તેજલની વાતો ઉપરથી હેમલને તે સારી છોકરી લાગે છે. મોસમનાં એ પહેલા વરસાદની ઠંડી ઠંડી પાણીની બુંદો જાણે હેમલને ભીંજવી રહી હતી. કોઇપણ ઓળખાણ વગર પહેલી વખતની વાતો લગભગ અડધોક કલાક ચાલી. 

તેજલે હેમલને કહ્યું કે, "હું પણ એક લેખિકા છું, મારે મારા લેખ છાપામાં છપાવવા હોય તો શું કરવું પડે ? મને માર્ગદર્શન આપશો. ?" હેમલ બોલ્યો, "તમે ચિંતા ન કરો. તમે મને તમારા લેખ અને ફોટા મોકલી આપજો હું કરાવી આપીશ." તેજલ ખુશ થતાં હેમલનો આભાર માને છે અને થોડીવારમાં ફોટા અને લેખ હેમલને મોકલી આપે છે.

તેજલનાં ફોટો જોઈને હેમલ તેનાં પ્રેમમાં પડી જાય છે પણ હેમલ પોતાના મનની વાત તેજલને કહી શકતો નથી. હવે રોજ હેમલ અને તેજલની વાતો થવા લાગી હતી. બંને એકબીજાને ક્યારેય મળ્યાં નહોતાં. છતાંય તેજલને પણ અહેસાસ થઈ રહ્યો હતો કે હેમલ પોતાને ખૂબ જ ચાહવા લાગ્યો છે.

હેમલે પોતાની દરેક વાત તેજલને કહી દીધી હતી. તેજલથી કોઈ જ વાત હેમલે છુપાવી નહોતી. એક દિવસ હેમલ તેજલને "આઇ લવ યુ" કહે છે, ત્યારે તેજલ તેના પ્રેમનો અસ્વીકાર કરી દે છે. છતાંય રોજે રોજ કોઈને કોઈ બહાને બંને વચ્ચે વાતો થતી જ હતી.

એક દિવસ વરસતાં વરસાદે હેમલે તેજલને કોલ કર્યો અને પાછું એકવાર "આઈ લવ યુ" કહ્યું અને સામે તેજલને પણ તેનો જવાબ આપવા માટે જિદ કરવા લાગ્યો ત્યારે તેજલે હેમલની જિદ પૂરી ન કરી. ત્યારબાદ હેમલે કંઈ પણ બોલ્યા વગર કોલ કાપી નાખ્યો અને પછી કોલ કરવાનું જ બંધ કરી દીધું.

પ્રેમ તો તેજલ પણ હેમલને અનરાધાર કરતી હતી પણ હેમલનો પોતાનો પરિવાર હતો એટલે તેજલ મજબૂર હતી. તે ચાહવા છતાં હેમલના પ્રેમનો સ્વીકાર હેમલ સામે નહોતી કરી શકતી. તેજલને હેમલની જોડે વાત કર્યાને ચાર, પાંચ દિવસ થઈ ગયાં. તેજલને હેમલની ખૂબ જ યાદ આવી રહી હતી પોતાના દિલ ઉપર તેનું જોર નહોતું ચાલી રહ્યું.

ત્યાંજ અચાનક એક દિવસ હેમલનો પાછો કોલ આવે છે. હેમલ કંઈ જ બોલતો નથી તો સામે તેજલ પણ કંઈ નથી બોલતી. બંને રડી રહ્યાં હતાં. હેમલ રડતાં રડતાં "આઈ લવ યુ" કહે છે તો સામે તેજલ પણ રડતાં રડતાં "આઈ લવ યુ ટુ" કહે છે અને તેજલ હેમલને પોતાની મજબૂરી સમજાવે છે.

તેજલ કહે છે હેમલ સાંભળ, "બસ મેળવી લેવું એ જ પ્રેમ નથી. પ્રેમને પામવા કરતાં માણવામાં મજા છે. આપણે બંને દૂર રહીને પ્રેમને માણીશું." હેમલ કહે છે, "મારે કંઈ સાંભળવું નથી. હું કાલે તને મળવા આવું છું મારે તને મળવું છે.

જિંદગીમાં પહેલીવાર મને મારો ગમતો ચહેરો મળ્યો છે, મારે તારા વાળ રમાડવા છે, તારી જોડે બહુ બધી વાતો કરવી છે, તારા ખભા ઉપર હાથ રાખવો છે, તારા કપાળે ચૂમી ભરવી છે, હેમલ આ બધું રડતાં રડતાં કહી રહ્યો હતો. સામે તેજલની આંખો પણ હેમલની વાતો સાંભળીને વરસી રહી હતી. પ્રેમ તો બંનેને છે. બીજે દિવસે હેમલ તેજલને મળવા આવે છે.

તેજલ પણ હેમલની ઈચ્છા પ્રમાણે તૈયાર થઈને જાય છે. બંનેની નજર મળતાં જ તેમની આંખો ભીંજાવા લાગે છે. જાણે તે બંનેના મિલનથી મેઘરાજા પણ ખુશ હોય એમ વરસવા લાગે છે. હેમલ અને તેજલ વરસાદમાં ભીંજાવા લાગતાં તેઓ પાસે રહેલ મંદિરમાં ચાલ્યાં જાય છે. 

હેમલ તેજલનું કપાળ ચૂમે છે. તેજલનો હાથ પોતાના હાથમાં લઈને વચન આપે છે કે હું તને મારી પત્ની માનું છું અને આખી જિંદગી તારા પતિ તરીકેની દરેક જવાબદારી હું નિભાવીશ.

હેમલનો પ્રેમ જોઈને તેજલની આંખો ભરાઈ આવે છે ત્યારે હેમલ તેજલની નજીક આવીને તેની બંને આંખોને ચૂમી લે છે અને ત્યારબાદ તેજલનાં વાળ ખુલ્લા કરી નાખે છે. છૂટીને તેજલના વાળ હવામાં લહેરાવા લાગે છે.

હેમલ તેજલના વાળને રમાડે છે. પવિત્રતાની હદથી વધારે તેમનો પ્રેમ હતો. બે કલાકના મિલન પછી બંને છૂટાં પડે છે. તેજલના મનમાંથી હેમલ ખસતો નથી. કહેવાય છે કે એક સ્ત્રીને જ્યારે સાચો અને પવિત્ર પ્રેમ મળે છે ત્યારે તે પ્રેમને તે ક્યારેય ભૂલી નથી શકતી.

તેજલ અને હેમલના મિલન પછી હેમલનો કોલ કે મેસેજ કંઈ આવતું નથી. ત્યારે તેજલને ખૂબ જ વિચારો આવવાં લાગે છે. તેજલને સમજાતું નથી કે આમ અચાનક હેમલને શું થઈ ગયું. તે વાત કેમ નથી કરતો ? શું હું તેને નહીં ગમતી હોઉં. ? તેના મનમાં શું હશે ? કદાચ હેમલ બીમાર પડ્યો હશે ? શું કરું ? કોને પુછું ? 

આવા ઘણાબધાં કરવાના અને ના કરવાના વિચારો તેજલને આવી રહ્યાં હતાં. તેજલને હેમલનો વિયોગ સહન નહોતો થઈ રહ્યો. રોજ તેજલ હેમલને યાદ કરીને રડતી હતી. તેજલ આખો આખો દિવસ હેમલના કોલની રાહ જોઈ રહેતી. આમને આમ દસ દિવસ થઈ જાય છે.

તેજલ સમજી જાય છે કે પોતે એકલી હતી, એકલી છે અને હંમેશાં એકલી જ રહેવાની છે. હવે પછી ક્યારેય કોઈની ઉપર પોતે વિશ્વાસ નહીં કરી શકે. તેજલની સાથે પ્રેમમાં દગો થયો હતો એટલે હવે તેજલને પ્રેમ નામ ઉપર નફરત થવા લાગે છે. 

ત્યારબાદ ઘણાં સમય પછી એક દિવસ હેમલ તેજલને મળવા આવે છે પણ તેજલ હેમલને મળવાની ના કહીને તેનાથી છૂટી પડી જાય છે. હેમલને ખૂબ પસ્તાવો થાય છે તે કંઈ કરી શકતો નથી તે ફકત તેજલને જતાં જોઈ રહે છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance