Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Shaimee Oza

Thriller


2  

Shaimee Oza

Thriller


વિસરાયેલ જીવ ભાગ 1

વિસરાયેલ જીવ ભાગ 1

5 mins 785 5 mins 785

"રક્ત નો જવાબ રક્ત માંગે,

આંસુઓનો હિસાબ માંગે,

બસ એક વાત સરહદ પર

ગયા વિના હર એક યુદ્ધ માંગે.

રણસિંગાના સાદે વીરોમાં જોશ સુણાય

ને ચાર મો ગાથાથી કસુંબો રુડો પાય,

ભાગ આતંકવાદ ભાગ આતો ભારત વર્ષની તાકાત છે,આ ભારત ભુમિનું પાણી દુશ્મનો ને ખાનદાન યાદ કરાવે,આતો વીરોની ભુમી છે

આતો વીરો કેરી ભુમિ છે."

વાત છે, એ વીરોની જે દેશ ખાતર પોતાને સદાય ને માટે હોમી જાય છે,ને આવા વીરોનો દેશ સદાય ઋણી રહે છે,એવા મારા પુલવામાંના અને કાંગડા ભુમિ પર જે શહિદ થઇ ગયા તે ભાઈ ઓને યાદ કરીએ, આ લખતાં આ "લબ્સ"નો હાથ ધ્રુજી જાય છે. આંખો પણ રડી પડે છે.

હવે સમય આવી ગયો છે.ભારત જાગ ભારત જાગ હવે જોજે હા મોડું ન થઇ તને આ સમજાય!

આપણા દેશ પર સદીઓથી આક્રમણો થતા આવ્યાં છે.આર્યો,શકો,હુણો,મુગલો, ફ્રેન્ચો, પોર્ટુગીઝો,અંગ્રેજો આવ્યા ને દેશ ને લૂંટી ને ગયા. આ દેશ અડીખમ ઉભો છે,ને અત્યારે પણ આ થાય જ છે, દાનવો જે ચોરની જેમ ધુસી ને જે કાયર જેવો હુમલો કરી ગયાં. એમાં આપણા પચાસ ભાઇઓ શહીદ થયાં. થોડા દિવસ સોર મચાયો,પછી બધાં જેસે થે,તેમ થઇ ગયું.આ બોલતા મને શર્મ અનુભવાય છે!

આ દાનવો જે ચોરી છુપી આવ્યા ,એનું કારણ કોઇ રાજકીય પક્ષ જવાબદાર નથી,તે માટે જવાબદાર છે,દેશમાં એકતાનો અભાવ,બધાં એ એકસુત્રતામાં બંધાવવાની જરુર છે, દેશનો પ્રત્યેક નાગરિક મજબુત હશે તો સરકાર મજબુત થશે. માટે લોકો એ જાગવાની જરુર છે.

આપણા દેશમાં કેટલાય એવા લોકો પણ રહે છે જે ભારતમાં રહી પાકિસ્તાનનાં ગુણ ગાય છે,એવાં દેશદ્રોહીઓ કંલક છે તેને ડામવા જરૂરી છે, નહીં તો દેશ માં આવી રીતે કેટલાંય સાપ દેશને ડંખીને ખોખલો કરી નાંખશે.પહેલાં મોદી દાદા તમે તેમને નિકાળો.અમે શહીદ નાં કુટુંબની પડખે ઉભા છીએ.મોદી દાદા તમને વિનંતી શહીદને પરિવાર ખાતર અમારા એકાઉન્ટમાંથી પૈસા કાપો તો કંઈ વાંધો નહીં એ વીરોના પરિવારને કોઈ સામે હાથ ન ફેલાવો પડે, એની તમે કાળજી રાખજો!

એ કરુણ દિવસ મને યાદ છે,દેશભર ઉત્સવ હતો,જયાં લોકો આ દિવસે પ્રેમનો એકરાર કરતાં હતા ને ફરતા હતા, સમગ્ર દેશમાં ખુશીનો માહોલ હતો ને એક સમાચારે બધાને હલાવી નાંખ્યા,સમગ્ર ખુશી દુ:ખ માં ફેરવાઇ ગઇ,પુલવામામાં આપણા ભાઈઓ શહિદ થઇ ગયા એ પાછા પચાસ, આ સંખ્યા કંઈ ઓછી ન કહેવાય,આપણે જાગવાની જરુર છે, આપણે જે ભાઈઓ શહિદ થઇ ગયા છે એમને પાછા તો નથી લાવી શકવાના પણ બીજા ભાઈઓની સાથે આપણે ઊભા રહીએ, જે ગયા એતો આ જોવા નથી આવવાના, બીજા ભાઈઓની હિંમત બની રહી શકીએ ને.

હવે તે વેળા આવી ગઈ છે,પ્રત્યેક નાગરિકોએ યુદ્ધ લડવા માટે મજબુત થવાની,ખાલી ખાલી ભાષણો આપવાથી કંઇ નહીં થાય.પક્ષ ને બદલવાથી પણ કંઈ ફાયદો નથી.આપણે જ મજબુત બનશું તો દેશ મજબુત બનશે,લોકો એ સજાગ બનવું પડશે.

એક સૈનિકનો દરજ્જો ભગવાનની તોલે હોવો જોઇએ,એમનું પણ કુટુંબ હોય છે દેશને ખાતર તે પોતાનું કુટુંબ પણ તે ભુલી જાય છે.દેશ ને જ પોતાનું કુટુંબ માને છે. ને દેશ ની ભુમિ ને પોતાની માં માની લે છે. મા ભારત ને કાજે જે રાત દિવસ જાગે છે.મારો દેશના બંધુઓ સુરક્ષિત રહે.પોતાના ફેમીલી ને પણ છોડી દે છે.એતો સાચા હીરો છે,જે પોતાનો ભોગ આપી આપણને સુરક્ષા પુરી પાડે છે,

"હે નારી તું સંતાન પેદા કર તો એવો કર જે વીરોનો વીર હોય અભિનંદન જેવો શેર હોય,શિવાજી જેવો બહાદુર,વિવેકાનંદ જેવો જ્ઞાની હોય નહીં તો નારી તુ સદાય ને રહેજે વાંઝણી તારું નુર ગુમાવીશ નહીં."

કોઈ માં પોતાની અંદર નવ મહીના રાખેલો દિકરો જયારે દેશની સેવા માટે આપતી હોય છે. કોઈ પત્ની પોતાનો પતિ આપતી હોય છે ને એક બેટી પોતાના પિતા એક બહેન પોતાનો ભાઈ આપતી હોય છે ધન્ય છે તે સિંહો સમા પરિવારો ને એક દિકરો શહિદી વોરે છતાંય તે દેશ ની સેવા માટે બીજો પુત્ર આપે છે.તેમને આપણે એના બદલા માં તેમના ટુકડા આપીએ છીએ.તેમને હિંમત આપવી જોઈએ કે આખો દેશ તમારી પડખે ઊભા છીએ.ને આપણે થોડા દિવસની ફેશન આવે સીઝનેબલ વસ્તુની ફેશન આવે ને પછી જતી રહે તેમ આ થોડા દિવસ ચાલે છે,ને જતું રહે છે,પછી કોઇ આવા વ્યક્તિ હતા થઈ જાય છે.પછી લોકોના મનમાં આ વાત ભુલાઈ જાય છે.આપણી જે હરીફરી શકીએ છીએ સુરક્ષિત રીતે એમાં એક પરિવારનું બલિદાન હોય છે. એમને તેમના પરિવારનું એક અગત્યનો હિસ્સો આપ્યો હોય છે.તેને લીધે આ શક્ય છે.તેમને મારે આ સિંહને લોકોના દિલે અમર રાખવા છે.ને તેમને મારે જીવંત રાખવા છે. સલામ છે તેવા માં બાપ ને, જે આવા સિંહોને જન્મ આપે છે.આ દેશ પ્રેમની ભાવના ઇન્ટરનેટ પુરતી નહીં લોકોના દિલે રોજબરોજ દોડવી જોઇએ.આ દેશ ના હકો પ્રત્યે બધાં સજાગ હોય છે તેના માટે લડીએ છીએ.પણ હવે વારો ફરજો નીભાવવા માટે લડવાનો માટે સમય આવી ગયો છે.હવે દેશ ના દરેક વ્યક્તિ એ પોતાને સૈનિક જેવી મજબુત બનાવી પડશે.દરેક યુવાન અને યુવતીઓ એ સૈનિકો ની મદદે જવું પડશે,પાકિસ્તાન સામે યુદ્ધ લડવુ જોઇએ ને તમે 40ને બદલે 4000 મારો એવી કોમેન્ટ બાજી નહીં ચાલે,સરકાર ને આમ કરવું જોઈએ અને સૈનિકો એ આમ કરવું જોઈએ, તેમ સલાહ આપો એના કરતાં ત્યાં જઈ ઉભા તો રહો પગ નીચેથી જમીન નિકળી જશે.હું તે યુવાનો ને યુવતીઓને કહેવા માંગુ છું કે તમે ખોટો ખોટો તકલાદી દેશપ્રેમ ન જતાવો.તમને એટલું જ દુ:ખ હોય તો તમે તેમના પરિવાર ના દુઃખ માં સહભાગી થાવ.તેમના ખબર અંતર પુછવા જાવ આંસુ લુછવા જાવ.તેમના પરિવાર ને મદદ કરો.આમ ખોટી સલાહ સરકાર અને સૈનિકોને ન આપો.તે તેમનું કામ કરશે.

કોઇ જીવતો સૈનિક હોય તો તેની કોઇ કિંમત નથી.જ્યારે તે શહિદ થાય ત્યારે તેના સ્મારકો બને છે. થોડા દિવસ રેલીઓ નીકળે મૌન તેમની વાહ વાહી થાય છે, ગાથાઓ ગાય છે. ને પછી બધા તેમને ભુલી જાય છે.ને તેમના પરિવાર ને તેમના ગયાની ખોટ તો આજીવન સારે છે તેમને પછી સરકારની કચેરીના એ ધકકા ખાવા પડે છે. તેમના પેન્શન માટે ધક્કા ખાવા પડે આનાથી કરુણ દ્રશ્ય કયું હોઈ શકે.શહીદો ને સાચી શ્રદ્ધાંજલી ત્યારે જ કહેવાશે,જ્યારે દેશ ના યુવાનો કે યુવતીઓ સૈનિકો સાથે કદમ થી કદમ મળાવી સેનાની મદદે યુદ્ધમાં આવશે ને ત્યારે તમને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી આપી ગણાશે.

પાકિસ્તાન મુર્દાબાદ બોલવાથી કંઈ નહીં થાય.યુવા ફોજ તૈયાર કરવી પડશે. દરેક નાગરિકે પોતાની જાતને સૈનિક જેવી ટ્રેન કરવી પડશે.ઘરે ઘરે સૈનિક બનવું પડશે.ત્યારે જ આપણે ભારતીય મિલીટ્રીની પડખે ઉભા રહી શકીશું.ત્યારે જ આવા ઓચિંતા હુમલા ને રોકી શકશું!

ભારત માતાની જય બોલવાની સાથે મા ના રક્ષણ કાંજે લડવું પણ પડશે આર્મીની સાથે ઉભા રહી હવે સમય આવી ગયો છે. પાકિસ્તાન અને ચીનને ઔકાત દેખાડવાનો!

મારો ભારત મહાન, હું ભારત અને બધા દેશને અને તેના આર્મી સેનાઓને પ્રેમ કરું છું સિવાય પાકિસ્તાન અને ચીન!

જય હિંદ

જય શહીદ


Rate this content
Log in

More gujarati story from Shaimee Oza

Similar gujarati story from Thriller