Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

MITA PATHAK

Children


4.0  

MITA PATHAK

Children


વિખરાયેલું બાળપણ

વિખરાયેલું બાળપણ

2 mins 245 2 mins 245

સવિતા આજે મારે મિટિંગ માટે બહાર જવાનુ છે. તું બાળકો અને તારુ ધ્યાન રાખજે, અને ફટાફટ મારી જવાની તૈયારી કરી દે. તેને ઈસ્ત્રી મારેલા કપડા અને જરૂરિયાની વસ્તુઓ બેગમાં મૂકી. ત્યાં એને એક નાનો આલ્બમ મળ્યો. તે બહાર ટેબલ પર મુકીને. ફટાફટ પતિને ચા નાસ્તો બનાવી આપ્યા. તૈયાર થઈને પતિના ગયા, પછી કામ કાજ પરવારિ પોતાના રુમમાં જઇને બેઠી. અને આલ્બમ જોવા લાગી. તેમાં વધારે ફોટો નહિ પણ બે પાંચ એના ફોટા હતા. એના બાળપણના ફોટા સાથે તેના ભાઈબહેનની પણ તસ્વીર હતી. એને બહુ યાદ નહી હોય એ તસ્વીર કયારે લીધી હશે. પણ એના ભાઈબહેનના મોઢે સાંભળ્યું હતું, કે આપડે આપણા ઘરેથી તીસ કિલોમીટર દુર એક દુકાન હતી. ત્યાં જઇને ફોટો પડાવ્યા હતો. એ સમયે કયાં મોબાઇલ હતા.

બીજા એક બે ફોટા જોતા જ એતો એના બાળપણમાં સરી ગઈ. પોતાનું ગામડાનું જીવન કેવું હતું. નળિયા અને માટીનું ઘર, બહાર બહુ મોટા મોટા લીમડા , માંડવા પર ચડાવેલી મોગરાની વેલ અને સખીઓ સાથે લીમડા નીચે ઝૂંપડી બાંધીને ઘર ઘર રમતાને ખીંચડી બનાવતા , અને પાછા કેટલીય રમતો રોજ જુદી જુદી.. રમતા લંગડી, છાપો, લખોટી, ટાયર ફેરવાનું, ગિલ્લી દંડા, ભાડે સાયકલ લાવી ચલાવતા, સંતાકૂકડી, આજરો બાજરો, કોડિયો, આંધળો પાટો, દોરડા કુદવા, એ ધમાલ મસ્તી કેવી મજા હતી. ને ગામનો ચોતરો એટલે આજનું ટીવી સમજો. આજુબાજુના ગામથી માંડીને પોતાના ગામમાં શું થાય બધાય સમાચાર મળે. સવિતા વિચારતા વિચારતા બોલી અહીં તો ! બાજુમાં કોણ મરી ગયુ, તે પણ ખબર ન પડે. અને હા, ગામડામાં તો અવાર નવાર ભવાઈ, બત્રીસ પૂતડીનો ખેલ, રામદેવ પીરના આખ્યાન, રંગલો ને રંગલીની ભવાઈ અને હા જો, સવારમાં પેલા ટેલિયો, મદારી, બહુરુપી.. જાત જાતનાં બાવા.. એમાં પેલો સટાકી બાવો આવે તો મમ્મીના પાછળ સંતાઈને જોવાનુ. હાથી લઈને જમાત આવે એટલે પાછળ પાછળ આખા ગામમાં જવાનું કેવી મજા આવતી. મારા બાળકને ગામડું એટલે લાઈટના હોય, અને ભેંસોએ ગંદુ કરી રાખ્યું એજ ખબર છે. એને શું ખબર!! શુદ્ધ દૂધ અને શુદ્ધ વાતાવરણ તો ત્યાં જ હોય...

એમ વિચાર કરતી એતો, વિતાવેલી હરેક પળ પર નજર કરે છે. કેનાલ પર કપડા ધોવાની કેવી મજા આવતી. અહીં, આતો વોશિંગ મશીનમાં કપડા એવાને એવા જ નીકળે! ગમે જ ના. તો શું ? અને તહેવારોની તો મજા જ ગામડે અને તેનું મહત્વ પણ જાણે બાળપણ સાથે વિસરાતું જાય છે. અને કેવા મસ્ત લીલા છમ ખેતરોમાં સખીઓ જોડે જઇ જાતે કેરી તોડી ખાવાની મજા, અને ખેતરનો રખેવાળ પાછળ પડીને દોડે તો દોડીને આવી જવાનું. જામ્બું, આમલી, બોરડીના મીઠી બોરને, પીલુડીના પીલુડા ખાવાની, ને રમવાની કેવી મજા. સ્કૂલ પણ કેટલી નજીક રિસેસ પડે, એટલે ઘર ના જ નાસ્તાને પાણી, બોટલ કે સ્કૂલ બેગની જરુર નહિ. મંદિરમાં આરતીમાં રોજ પ્રસાદ ખાયને પાછું થોડીવાર રમીને જવાનું. ઘરના કામમાં મમ્મીને મદદ કરતા તોયે ન થાકવા કેવી મજા આવતી. એટલામાં બૂમ સંભળાઈ... મમ્મી.. મમ્મી શું કરે છે ? સવિતા ચમકીને આવી બેટા, કરીને આલ્બમ મુકીને બહાર જાય છે.


Rate this content
Log in

More gujarati story from MITA PATHAK

Similar gujarati story from Children