STORYMIRROR

Pravina Avinash

Tragedy

3  

Pravina Avinash

Tragedy

વિચિત્રતા !

વિચિત્રતા !

2 mins
14.3K


"વળી પાછી મમ્મી તું 'ફ્યુનરલમાં' જવાની?"

"બેટા, મારી સખીની મમ્મી છે. તને ખબર છે તેને અલઝાઇઅમર હતું. તે પોતાની દીકરીને ઓળખતી પણ ન હતી."

"મમ્મી પણ અમે અપસેટ થઈ જઈએ છીએ."

હું તેમને દોષ ન દેતી. મારા બે બાળકો દીકરો અને દીકરી, પિતા ભરજુવાનીમાં વિદાય થયા હતા. તેમને પિતા્ની ખોટ સાલે છે. મમ્મીને તેમણે જુદા રંગમાં જોઈ હતી. આજે બન્ને ઘરસંસાર વસાવી દોમ દોમ સાહ્યબી ભોગવી રહ્યા છે. હા, એમની મહેનતનું સુંદર પરિણામ છે તેની ના નહીં. દિલના ખૂણામાં પિતાની યાદનો દીપક હમેશા જલતો જણાય છે. ઈશ્વર સામે એક ફરિયાદ છે. "અમારા પિતા કેમ વહેલાં છિનવાઈ ગયા?"

હવે એમને કેમ સમજાવવા કે દરેક વ્યક્તિ પોતાનું આયુષ્ય લખાવીને આવી હોય છે. પેલી વીમી, તેના પિતા જન્માક્ષરમાં માનનારા. ‘મંગળ’વાળો છોકરો ન ચાલે. એવું કહી જ્યારે વિનિતને પરણી ત્યારે ખુશી ચારે કોર ફેલાઈ હતી. ચાર વર્ષ પછી જ્યારે અમેરિકાથી આવતા પ્લેનનો અકસ્માત થયો ત્યારે, હવે શું? આમ કાળ કઈ ઘડી કે ચોઘડિયું જોઈ આવતો નથી.

નરસિંહ મહેતા યાદ આવી જાય,

"જેમના ભાગ્યમાં જે સમે જે લખ્યું..."

મારે હંમેશાં તેમને સમજવવા પડે, આ એક કુદરતની સત્તા પર માનવી કદી વિજય પ્રાપ્ત નહીં કરી શકે. વિજ્ઞાનની હરણફાળ ખરેખર અચંબામાં નાખે છે.

જીવનને આરે, એમ તો કદાચ ન કહેવાય કારણ સ્વભાવિક છે. કોને ખબર કેટલા હજુ બાકી છે. કિંતુ જે પણ હોય ‘ફ્યુનરલ’માં જઈને આવ્યા પછી જીવનની સત્યતા નગ્ન સ્વરૂપે જણાય છે. એને જ તો આપણે સ્મશાન વૈરાગ્ય’ કહી સંબોધીએ છીએ.

જે પુત્રી માતા પાછળ પ્રાણ પાથરતી હતી. તેને માતા બિમારીને કારણે ઓળખતી પણ ન હતી. એવું જ્યારે એક પુત્ર વિશે જાણવા પામી ત્યારે ખૂબ નવાઈ લાગી. મિત્રનો નાનો ભાઈ પોતાની માતાના માન સન્માન ખાતર એકલો રહ્યો. તેના વિદાય થયા પછી પોતાનો ઘરસંસાર શરૂ કર્યો.

ફ્યુનરલમાં જઈને આવ્યા પછી નાહીને સાંજે લગ્નના મંગલ પ્રસંગે હાજરી આપવા ગઈ !

આને વિધિની વિચિત્રતા નહી તો બીજું શું નામ આપીશું? જન્મ, મરણ, માંદગીનું ચક્ર દિનરાત ફરતું રહે છે. ક્યારે, કોણ તેના સંકજામાં આવશે તેની જાણ નથી. યાદ છે ને અકસ્માત આવતા પહેલાં કોઈ એંધાણી મળતી નથી. તેથી તો કહે્વાય છે અણી ચૂક્યો સો વર્ષ જીવે.

બરાબર યાદ છે. મારા મિત્રને લગ્નમાં જવાનું હતું. છેલ્લી ઘડીએ પ્લેનની ટિકિટ પણ ન મળી. સ્ટેન્ડબાયમાં એરપૉર્ટ પર ઉભો રહ્યો. હું પણ એ ફ્લાઈટમાં જવાની હતી. મને થયું મારું આજને આજ જવું મહત્વનું ન હતું. મેં છેલ્લી ઘડીએ ઉતરી તેના માટે ભલામણ કરી.

સમયસર બધું થયું. મિત્ર આનંદથી લગ્નમાં મહાલ્યો. ત્રણ દિવસ પછી ઘરે આવવાના સમયે એરપૉર્ટ જતાં તેની ટેક્સી મુંબઈના ધમધમતા રસ્તા પર અકસ્માતમાં અટવાઈ. વિધિની વિચિત્રતા!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy