Kaushik Dave

Comedy Drama Fantasy

3  

Kaushik Dave

Comedy Drama Fantasy

વહેતા આંસુની કિંમત

વહેતા આંસુની કિંમત

3 mins
187


વહેતા આંસુની કિંમત શું જાણો બાબુલાલ !

હેં બાબુલાલ !

હવે તમે વચ્ચે વચ્ચે બોલ્યા ના કરો. મારી લિંક તૂટી જાય છે. આ તમે વારંવાર બોલીને ડબાકા બફાટ કરો છો તો મારે ભૂલ પડે છે. ઈમોશનના ભાવ આવતા નથી.

પણ તું વારંવાર આ ડાયલોગ બોલીને તારા આંસુ કેમ વહેવડાવે છે ? મને બતાવવા માટે કે પછી ?

તમને તો ખબર પડતી નથી. કોઈ દિવસ તમારી પાસે આંસુ કાઢ્યા છે ?

ના. . . ના. . . પણ આંખો તો કાઢી છે. એમાંય ખાસ મહેમાન આવે ત્યારે.

તમને શું બોલવું એ ખબર પડતી નથી એટલે આંખો કાઢવી પડે છે. તમને બફાટ કર્યા વગર કશું આવડતું નથી.

એટલે તો પસ્તાઈ રહ્યો છું. હવે કહે કે આમ વારંવાર આવા ડાયલોગ બોલવાનું કારણ ? કોઈ ડ્રામા કંપનીમાં જોડાવાનો વિચાર છે ? પણ તારા ભાવ આવતા નથી.

તમને કશું ખબર પડે નહીં એટલે તો હું પણ પસ્તાઈ છું. હવે તો આંસુ કાઢવા માટે કેટ કેટલા પ્રયત્નો કરવા પડે છે. આતો એક નાનકડો ખેલ- ડ્રામા કરવાનો છે. કીટી પાર્ટીમાં.

ઓહ્. . . કીટી પાર્ટી ! કોના ઘરે છે ? તારો રોલ ?

હવે આટલું બધું પુછીને મને ટેન્શન કરાવો છો. એક તો આંસુ લાવવા માટે પ્રયત્ન કરું છું પણ આવતા નથી. તમને મારી મજાક સૂઝે છે ? લગ્ન પછી એટલા બધા આંસુ વહી ગયા કે હવે આંસુ આવતા નથી એટલે કૃત્રિમ પ્રયાસ કરવા પડે છૅ. મને પ્રેક્ટિસ કરવા દો.

ઓકે. . . ઓકે. . પણ તને નહીં આવડે. હૃદયમાં એવો ભાવ આવે. . . દુઃખ કે હર્ષ થાય તો જ આંસુ આવશે. તને ના આવડે. આ બધું મૂકી દે. બેઘડી મારી પાસે બેસ. તારા કરતા તારી સખી પેલી ચિબાવલી પાયલ સારું કરી શકે. એ જ્યારે આવે ત્યારે એના ઘરની વાતો કરીને વારંવાર આંસુ આવી જાય છે.

પણ તમને શું વાંધો છે ! તમારી આંખોમાં આંસુ આવ્યા ?

હા. . એની વાતો સાંભળીને મારી આંખો પણ ભીની થઈ જાય છે પણ તને ખબર પડવા દેતો નથી.

એ પાયલ નાટક જ કરતી હોય છે. એના ઘરે જ કીટી પાર્ટી છે. પણ આજે મારે આંખોમાં આંસુ આવે એવું કરવાનું છે.

તો બાબુલાલ કોણ બન્યું છે ?

લો તમને બધી પંચાત. જાવ નહીં કહું. જો કહીશ તો તમે મને રડાવી દેશો.

મને ખબર પડી ગઈ. તને નહીં આવડે. પાયલ જ બાબુલાલ બની છે ને તારે આંસુ વહેતા કરવાના છે. તને નહીં આવડે. તારું કામ નહીં. એમ કર પાયલને કહે કે એ વહેતા આંસુની કિંમત શું જાણો બાબુલાલ એ ડાયલોગ બોલે અને તું બાબુલાલ બને. પરફેક્ટ હોય.

આ સાંભળીને રેખાની આંખોમાં આંસુ આવી ગયા.

ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.

બોલી:- અમીત તને મારી કદર જ નથી. તને કદર કરતા આવડતું નથી. તારા માટે આખી જિંદગી ઘસાઈ ગઈ છતાં પણ મારા પ્રયત્નોને બિરદાવતો નથી. આજે કીટી પાર્ટી પુરી થાય એ પછી હું એક અઠવાડિયા માટે મારા પિયર જતી રહેવાની છું. તમને તો રડાવતા જ આવડે છે. એક એક આંસુની કિંમત તમને ખબર નથી.

અરે વાહ. . હવે તારા મુખ પર ભાવ આવ્યા. હવે સાચા આંસુ દેખાય છે. . ખૂબ સરસ રીતે પાઠ ભજવીશ એવું લાગે છે. સોરી. . . સોરી.. તને ખોટી રીતે રડાવા માટે. વહેતા આંસુની કિંમત તું વધારે જાણે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy