STORYMIRROR

Sapana Vijapura

Tragedy Crime

3  

Sapana Vijapura

Tragedy Crime

ઊછળતા સાગરનું મૌન 18

ઊછળતા સાગરનું મૌન 18

4 mins
27.7K


સાગરને પોલીસ પકડીને લઈ ગઈ. આકાશની અંતિમ ક્રિયા સમયે ઘણાં લોકો ભેગા થઈ ગયાં અંદર અંદર ઘુસપુસ ચાલતી હતી. કોઈને દુઃખ નથી કે એક મા નો લાડલો દીકરો ગયો છે. અને એક સ્ત્રી જુવાનીમાં વિધવા થઈ ગઈ છે. બધાંને રસ હતો કે આ બધું કેવી રીતે બન્યું. શા માટે બન્યું ? પણ ઘરનાં સભ્યો મૌન હતાં. પ્રભાબેનની તબિયત સારી ના હતી ડોક્ટરે ઊંઘનું ઇન્જેક્શન આપી સુવાડી દીધાં હતાં. અને નેહા અંતિમ ક્રિયામાં ગઈ હતી. આકાશને અડતાં ચિતાનાં ભડકાને તાકી રહી હતી. ભૂતકાળની ભૂતાવળ ભડકા સાથે ભડકી રહી હતી. જિંદગી ક્યા હતી અને ક્યાં આવી ગઈ છે ? મેં તો બસ સાગરની

વાત માની સાગરને છોડી દીધો. અને મા બાપે આકાશ સાથે મારાં લગન કરી નિરાંતનો શ્વાસ લીધો. પણ આકાશનાં વિચિત્ર સ્વભાવે કે લઘુતાગ્રંથિને કારણે જીવનમાં સુખ ના મળ્યું. મારા ભૂતકાળને આકાશે વાગોળ્યાં કર્યો અને મને પણ ના ભૂલવાં દીધો. સ્ત્રી જનમથી જ પુરુષનાં પડછાયાની નીચે રહેવા ટેવાય જાય છે. પુરુષ પ્રધાન આ દુનિયા સ્ત્રીને ફક્ત શ્વાસ ઈશ્વરની મરજી પ્રમાણે લેવા દે છે બાકી શરીર પર, દિમાગ પર અને મન પર પોતાનું જ રાજ રાખવા માગે છે. અને પરિણામ, પરિણામ કેટલું સખત આવે છે. આકાશનું બળીને ખાક થતું શરીર એ તાકી રહી. માટીનો માણસ માટીમાં મળી ગયો. માણસ જો વિચારે કે આટલી નાની જિંદગીમાં ચાલો સૌ ને થોડું સુખ આપી જઈએ..પ્રેમ વહેંચી જઈએ. કે મર્યા પછી કોઈ સારી રીતે યાદ તો કરે. નહીં તો લોકો ધિક્કારથી તમને યાદ કરે. અને ભગવાન છે જ અને હશે તો તારા કરમ કેવી રીતે છૂપાવીશ ?

"ચાલ નેહા," કાકીએ તંદ્રામાંથી જગાડી. નેહા એક પૂતળી જેમ આકાશની ચિતા તરફ ચાલવા લાગી. કાકી હાથ ખેંચી કાર તરફ લઈ ગયાં. નેહા શૂન્યમનસ્ક બની આકાશની ચિતાને તાકી રહી. જિંદગીમાં તારા પ્રેમ અને સાથ સિવાય કાંઈ નહોતુ માંગ્યું. કાશ આપણે એકબીજાને સમજી શક્યા હોત્. નેહાએ સફેદ સાડીથી આંસું લૂછી નાખ્યાં. ઘરે આવી થોડી સ્વસ્થ થઈ. નાહી એ સફેદ સાડી પહેરી ડ્રોઇંગ રુમમાં આવી. આખો રુમ મહેમાનોથી ભરેલો હતો. એ ધીરેથી પ્રભાબેન પાસે આવી અને ધીમા સ્વરે કહ્યું કે મારે જેલમાં જવું છે સાગર સાથે વાત કરવા.

પ્રભાબેને મોટે અવાજે રડવાનું ચાલું કર્યુ. ને મારા દીકરાના ખૂની ને મળવા તારે શું કામ જવું પડે. અરે જુઓ તો ખરા કોઈ લાજ શરમ છે કે નહીં. એક દિવસની વિધવા થઈને બહાર પારકા પુરુષને મળવા જવું છે. નેહાનો ચહેરો લાલ થઈ ગયો. ઝટથી ઊભી થઈ ગઈ. અને બધાંની વચે મોટાં અવાજે કહેવા લાગી, "જુઓ મમ્મી હું તમારું માન જાળવું છું તમે પણ મારું માન જાળવો. સાગરને મળવાનું મહત્વ ના હોત તો હું ના નીકળત પણ અત્યારે મારું સાગરને મળવું ખૂબ જરૂરી છે અને તમે મને રોકી નહી શકો. બાકી વાત હું આવીને તમારી સાથે કરીશ." આટલું કહી નેહા ઘરમાંથી નીકળી ગઈ. ડ્રાઈવર કાર લઈને ઊભો હતો..એ કારમાં બેસી ગઈ અને દિલ્હી જેલ તરફ કાર લેવા જણાવ્યું. કાર જેલના દરવાજે આવી ઊભી રહી. નેહા સફેદ સાડીમાં આસમાનમાથી ઉતરેલી અપ્સરા જેવી લાગતી હતી. પોલીસ સ્ટેશનમાં સન્નાટો થઈ ગયો. નેહાએ સાગરને મળવાં માટે આગ્રહ કર્યો. ઇન્સ્પેક્ટર ના ન પાડી શક્યો. એક હવાલદાર નેહાને સાગર પાસે લઈ ગયો. સાગર આંખો બંધ કરી દીવાલને ટેકો લઈને બેઠો હતો. એનાં ચહેરા પર અવધૂત જેવી શાંતિ દેખાતી હતી. જાણે મંદિરમાં પ્રાર્થના કરતો હોય આંખો બંધ કરીને. "સાગર, તુજેહ મિલને કોઇ આયા હૈ.." હવાલદાર રુવાબથી બોલ્યો.

સાગરે ધીરે ધીરે આંખો ખોલી. સામે સફેદ સાડીમાં નેહા ઊભી હતી. કાળા ઘૂઘરાળા વાળ અને હાથમાં નાનકડું સફેદ પર્સ. મેક અપ વગરનો ચહેરો. તો પણ જાણે લાવણ્યા લાગતી હતી. સાગરની આંખો એને વિધવાનાં પોશાકમાં જોઈને ભરાઈ આવી. સાગર ઊભો થઈ એની પાસે આવ્યો. હવાલદાર થોડે દૂર ઊભો રહી ગયો. નેહાને શું બોલવું સમજાતું

ન હતુ. "સાગર, આ તે શું કર્યુ ? મારો ગુનો તારા માથે લઈ લીધો ?" હું આજે જ વકીલ કરીને અદાલતમાં મારો કેસ મૂકું છું. હું અદાલત કહી દઈશ ખૂન મેં કર્યુ છે. સજા મને મળવી જોઈએ." સાગરે આછું સ્મિત કર્યુ." નેહા, તું કાઈ નહી કહે. તને મારા સમ છે. આ બધી મુસિબત

તારા ઉપર પડી એનો જવાબદાર હું જ છું. અને હા મારી વાત સાંભળી લે તું મને મળવા પણ ન આવતી અને કેસ ચાલે તો અદાલતમાં પણ ન આવતી. ભલે દુનિયા એમ જ માનતી કે મેં આકાશનું ખૂન કર્યુ છે અને તું નિર્દોષ છે." એક શ્વાસે સાગર બોલી ગયો.નેહા રડી રહી હતી..."

સાગર, તારી પત્નીતારાં બાળકો. હું આ પગલું તને હરગીઝ નહીં ભરવા દઉં. આકાશ અને મારાં વચે જે બન્યું છે તે હું જ ભોગવીશ.તારી કોઇ વાત તારા કોઇ સમ હું સાંભળવાની નથી. હું વકીલ પાસે જઈશ અને સત્ય હકીકત બતાવીશ. હું આ હળાહળ જુઠ સાથે જીવી નહીં શકું." સાગરે જેલનાં સળિયામાં થી હાથ બહાર

કાઢી નેહાનાં હાથ પકડી લીધાં. નેહા તું નાજુક છે હું તને જાણું છું. તું જેલના કષ્ટ નહીં ઊપાડી શકે. તું મારાં સમનું પણ માન નથી રાખતી. તને મારાં મૌન પ્રેમનો વાસ્તો છે. તું ઘરે જા આકાશનાં બીઝનેસ પર ધ્યાન આપ. તારી સાસુનું ધ્યાન રાખ. ને કોઇ સારો છોકરો મળી જાય તો લગન પણ કરી લે. કારણકે તું એક સ્ત્રી છે. તરછોડાયેલી સ્ત્રી પ્રેમ કરવાનો અને પામવાનો તારો પણ અધિકાર છે. બસ તું જા પાછું ફરીને ના જોઇશ. આગળ કદમ રાખ. પાછળ અંધારા સિવાય કાઈ નથી આગળ પ્રકાશ છે જ્યોત છે ."

હવાલાદરે આવી કહ્યુ 'મુલાકાતનો સમય પૂરો થયો' નેહા સાગરનાં હાથ છોડી શકતી ના હતી. પણ સાગર હાથ છોડી ઊંધો ફરી ગયો. નેહા પાછળ જોતા જોતા બહાર નીકળી ગઈ. મનમાં દ્રઢ નિશ્ચય કરીને કે મારા ગુનાની સજા સાગર નહી ભોગવે....


Rate this content
Log in

Similar gujarati story from Tragedy