Sapana Vijapura

Tragedy Romance

4  

Sapana Vijapura

Tragedy Romance

ઊછળતા સાગરનું મૌન 17

ઊછળતા સાગરનું મૌન 17

4 mins
14.1K


નેહા બેગ લઈને ચાલતી રહી. આકાશે પિસ્તોલ કાઢી અને ટ્રીગર ચડાવી દીધું. સાગર એકદમ આકાશ તરફ લપક્યો. આકાશ અને સાગરની વચે ઝપાઝપી ચાલી રહી હતી. નેહા પણ પાસે જઈ ચડી આકાશનાં હાથમાં રહેલી પિસ્તોલ સાગરે ઝટકો મારી દૂર ફેંકી દીધી જે પિસ્તોલ નેહાના હાથમાં આવી ગઈ જ્યારે સાગરે ઝટકાથી પિસ્તોલ ફેંકી તો આકાશ ગુસ્સામાં આવી ગયો અને સાગરને ગળેથી પકડી લીધો... નેહાનાં હાથમાં પિસ્તોલ હતી એણે આકાશને કહ્યું કે સાગરને છોડી દે પણ આકાશ ગળું દબાવે જતો હતો... નેહાથી પાછળથી પિસ્તોલ ચાલી ગઈ ગુસ્સામાં ટ્રીગર દબાય ગયું અને સામે આકાશ ધરતી પર ઢળી ગયો. નેહાનાં

હાથમાં પિસ્તોલ હતી અને નેહા આખી ધ્રુજી રહી હતી... હે રામ આ શું થઈ ગયું ? એકદમ નીચે બેસી પડી ! આકાશ આકાશ... મને માફ કરી દે. મને માફ કરી દે.મારો તને મારવાનો બિલકુલ ઈરાદો ના હતો. આકાશ મને માફ કરી દે... હે ભગવાન મારે હાથે આ શું થઈ ગયું ? પણ આકાશે એક હાથે પોતાનો જખમ દબાવી રાખ્યો હતો. હાથ લોહી વાળા થઈ ગયા હતાં. એણે પીડા સાથે બન્ને હાથ ઊંચા કર્યા અને નેહાની સામે જોડી દીધાં અને તૂટતાં અવાજમાં બોલ્યો, "ને..હા ને..હા મ..ને માફ કરી દે... મેં તને ખૂબ દુઃખ આપ્યા હવે હું ઈશ્વરને શું જવાબ આપીશ ?" ...નેહાએ બન્ને હાથ પક્ડી લીધાં... ના ના આકાશ ના હું તો ફક્ત તને છોડીને જતી હતી.. તું તો દુનિયા છોડી ચાલ્યો... ના ના... આકાશના છોડી જતો... સાગર સાગર જલ્દી એમ્બ્યુલન્સ બોલાવી દે... અરે જલ્દી કર." આકાશે ઈશારાથી સાગરને ના પાડી... અને સાગરને નજીક બોલાવ્યો અને ધીમેથી કહ્યું, "સાગર, નેહાને મેં દુઃખ સિવાય કાંઈ નથી આપ્યું. તું નેહાનું ધ્યાન રાખજે અને એને એનાં પપ્પાને ત્યાં મૂકી આવજે..." અને આકાશનો અવાજ તૂટવાં લાગ્યો... બન્ને જોડેલા હાથ જમીન પર આવી ગયાં... આકાશ જે હમેશા આકાશમાં ઊડતો હતો પાવર કરતો હતો... જમીન પર એક બિચારાં માણસની જેમ પડ્યો હતો... શું આકાશને ખબર ન હતી કે એક દિવસ દરેક ઈન્સાનનો આજ અંજામ છે... આસમાન પર ઊડનેવાલે મિટ્ટીમે મિલ જાયેગા આકાશનો નિર્જીવ શરીર પડ્યું હતું...

સાગર હવે સચેત થઈ ગયો... એણે જલદીથી પિસ્તોલ ઉઠાવી એના પરથી નેહાની આંગળીઓના નિશાન ભૂંસી નાખ્યાં અને પિસ્તોલ પોતાનાં હાથમાં લઈ લીધી. નેહા તો હજુ આકાશનાં શરીરને લપેટાઈ રડી રહી હતી... જિંદગીભર હડધૂત થયેલી પત્ની અત્યારે પતિનાં શરીરથીજ જુદી થવા ન હોતી માગતી... સ્ત્રી તારી

આ લાગણી કાશ આકાશ જીવતા જોઈ શક્યો હોત ! અત્યારે બંધ આંખે આકાશ નેહાનાં નેહનાં ઘૂટડાં પી રહ્યો હતો... પણ પોતાનો હાથ ઉંચો કરી એને વહાલ કરી શકતો ન હતો.

અડોશીપડોશીએ ગોળી ચાલવાનો અવાજ સાંભળી પોલીસને બોલાવી લીધી હતી... પોલીસ ઇન્સ્પેક્ટર તિવારી જ્યારે બંગલામાં દાખલ થયો તો નેહાને આકાશને વળગીને રડતાં જોઈ અને સાગર પિસ્તોલ લઈને ઉભો હતો લાશ પાસે... તિવારીએ પિસ્તોલ સાગરનાં હાથમાંથી હાથનાં મોજા પહેરીને લઈ લીધી... અને સાગરના હાથમાં હાથકડી પહેરાવી દીધી... હજુ બેહોશ જેવી હાલતમાં નેહા રડી રહી હતી... અચાનક તિવારીનો અવાજ સંભળાયો, "અહીં શું હકીકત બની કોઇ મને કહેશે... નેહા જાણે ઊંઘમાંથી જાગી પડી... હવે એણે ઊંચી આંખ કરીને જોયું તો પોલીસ સાગરને કડી પહેરાવીને કાંઈક પૂછી રહ્યો હતો. નેહા જલ્દી ઊભી થઈ ગઈ અને ઈન્સ્પેકટરની સામે આવી ગઈ... અને કહ્યું, "ઈન્સ્પેકટર સાહેબ તમે શા માટે સાગરને પકડ્યો છે ? સાગર તો બિલકુલ નિર્દોષ છે... સાગર બોલ્યો, "નેહા, તું મને બચાવવા પ્રયત્ન ના કર મેં ગુનો કર્યો છે તો મને સજા થવી જોઇએ... ઈન્સ્પેકટર સાહેબ ચાલો... નેહા રાડો પાડતી રહી ઇન્સ્પેક્ટર સાહેબ સાગર નિર્દોષ છે નિર્દોષ છે... પણ એનાં શબ્દો બંગલાની દીવાલો સાથે ભટકાઈ પાછાં ફર્યા...

હે ભગવાન... આ બધું શું થઈ ગયું? મારે હાથે આકાશનું મૃત્યું અને સાગર જેલમાં ? ના ના ના આમ તો હું થવાં નહી દઉં. એ આકાશની લાશ પાસે પછડાઈ ગઈ... અરે રે મેં એક માનો દીકરો ઝૂંટવી લીધો... ભગવાન મને નરકમાં પણ જગા નહી મળે. હું મારાં મા બાપની લાડકી દીકરી અને મેં શું કર્યુ ? અને સાગર મારો પ્રેમી આકાશ મારો પતિ... ભગવાન મેં બધાંના જીવન ઊજાડી નાખ્યાં... અરે રે હું કેટલી અભાગી છું... આવું જીવન ! હું પણ આકાશ સાથે મરી જાઉં??? હા એ જ બરાબર છે. હું જ મરી જાઉં..પણ ના ના તો સાગરને કોણ છોડાવશે...? સાગરે મારો ગુનો પોતાને માથે લઈ લીધો છે. એની પત્ની એનાં બાળકો એની રાહ જોતા હશે... મારે એને છોડાવી એનાં ઘરે પહોંચાડવો જોઈએ. એની પત્ની અને એનાં બાળકોનો શો વાંક ? એ તો મારાં માટે દિલ્હી દોડી આવ્યો પણ મારે ફરી એને બોમ્બે પહોચાડવો જોઇએ એનાં કુટુંબ પાસે.

એ સ્વસ્થ થઈ ગઈ મમ્મી પપ્પાને ફોન કર્યો. સગાંવહાલાંઓને બોલાવ્યા. મામાને ઘરે ફોન કરી સાસુને બોલાવ્યા... પ્રભાબેન માથું કૂટતા... આવી પહોંચ્યા. "હાય, મારાં કિસ્મત ખરાબ કે આ અભાગણી સાથે આકાશનાં લગન કર્યા... આઅરે રે મારો દીકરો દુનિયા છોડી ગયો... અરે મારી કુખ ઊજાડી, પોતે વાંઝણી મારાં દીકરાને ખાઈ ગઈ..." નેહા શૂન્યમનસ્ક બની સફેદ ચાદર ઓઢેલાં આકાશના નિર્જીવ શરીરને તાકી રહી. એને લાગતું હતું કે હમણાં આકાશ ઊઠી જશે અને એક ત્રાડ પાડશે... પણ કાઈ બનતું ન હતું... રોજ આકાશનાં રૂવાબથી ટેવાયેલી નેહાને આ અણગમતું આકાશનું મૌન ખટકતું હતું…


Rate this content
Log in

Similar gujarati story from Tragedy