ઉમંગ
ઉમંગ
બ્રિટિશ લાઈબ્રેરીનો સાતમો માળ , જ્યાં એરકંડિશનર ની ઠંડક વચ્ચે દુધિયા કાચની બારીમાંથી શહેરનો રરિવરફ્રન્ટ નો ધૂંધળો પણ મોહક નજારો દેખાતો હતો . ત્યાં ઉમંગી રોજ સાંજે અચૂક આવતી. મોતી જેવી ઝાકઝમતી સફેદ સલવાર-કુરતીમાં , શાંત પગલાં અને પુસ્તકોની ટ્રોલી હળવેથી ધકેલીને પુસ્તકો ચેક આઉટ કરતી .
તેની ટ્રોલીમાં મોટાભાગના પુસ્તકો ફૈઝ કે મીરા, કે કોઇ ડ્રાયડન, ડીફો, પોપ, સ્વિફ્ટ વગેરે લેખકોએ રેચલ પ્રેમગાથાઓ કે જે જીવન જીવવાની લાગણી સાથે લખાયેલા હતાં. કવિતાથી કે તત્ત્વચિંતનની, નિભાઈ ગયેલી વાર્તા અને કવિતાના એ દરેક પુસ્તકોને ઉમંગી હાથ ફેરવીને જુએ, જાણે તે માત્ર કાગળ ના હોય, કોઇ જીવંત આત્માઓ હોય. ક્યારેક કેટલીક પંક્તિઓ એ મન માં ગણ ગણે.
એ બારી પાસેના ટેબલ ઉપર બેઠેલા સાયક્યાટિસ્ટ ડોક્ટર ઉમંગ માટે આવું જોવું સ્વાભાવિક હતું . છેલ્લા ત્રણ મહિનાથી ચાલતો આ ક્રામ માં આજે તેણે આજે ઉમંગીગની ચાલ બદલાયેલી લાગી, એની આજની શાંત ચાલ માં કંઇક જુદું હતું . આજે તે કોઈ કવિતા નહતી ગાતી , પણ એ કોઈ કરૂણ કવિતા જેવી લાગતી હતી .
આખરે આજે , તે આગળ વધ્યો, આઈ એમ ડોક્ટર ઉમંગ , અને ગુડ ડે વિશ કરી, તેને પૂછ્યું .
"તમે આ પુસ્તકોને વાંચો છો કે જીવો છો ? , તમને રોજ કવિતાઓ ગણ ગણતાં જોઈ પૂછું છું . તેણે, ચસમાંની ફ્રેમ ને સરખી કરી , નજર ઉંચી કરી. અચંબીત પણ કોઈ ગભરાટ વગર . “વોટ અ સ્ટ્રેંજ , આપ ડોક્ટર અને લિટરેચરમાં શોખ, ”. માય સેલ્ફ ઉમંગી એણે જવાબ આપ્યો, “હા, પુસ્તકોને જીવું છું અને તેની પુજા કરું છું . તેના દરેક પાને છપાયેલા શબ્દને જીવન અને લખનારનો પ્રસાદ સમજુ છું . ”
એ બંને વચ્ચે તારા મૈત્રક રચાયું , એક નમ્ર શાંતિ, અજાણી, પરંતુ કોઈ જન્મમાં સાથીના મેળાપની શાંતિ.
એ સાંજથી એ બંને હવે તેઓ નદી કીનારે આવેલ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ગુલમહોરના વૃક્ષ નીચે મળતા. નદી કિનારે , સંધ્યાકાળે સૂર્યના કેસરિયા ઓજસમાં એ વૃક્ષ નીચે ટેબલ પર ઉમંગી પોતાની નોટબુકમાં પંક્તિઓ લખતી બેઠી હોય . ડોક્ટર ઉમંગ અચૂક ત્યાં આવે. ક્યારેક શબ્દોથી, ક્યારેક નિર્ભય નિશબ્દતાથી , તો ક્યારેક કોફીના કપથી બંને રિલેક્સ થતાં .
એક દિવસ ઉમંગીએ જોનાથન સ્વિફ્ટના પુસ્તકનું પૃષ્ઠ ખોલતાં ઉમંગને પૂછ્યું , “શું બે લોકો મળીને એક બીજાના દિલના દરવાજા ખોલી, તેઓના અંતર વધુ કોમળ બનાવી શકે?”
ઉમંગ હળવે હસ્યો, હા તે બિલકુલ સત્ય છે “તું પહેલ કરે તો , હું તને સમજી , જીવન પથના સાથી બની તારી સાથે ચાલવા માંગું છું.”
ઉમંગીને આજે એની આંખમાં મૃદુતા અને વિશ્વાસ લહેરાતો દેખાયો . એણે ઢળતા સૂર્યના કિરણ તરફ જોયું , અને પછી એની તરફ. હાથ આગળ વધાર્યો. ઉમંગની હથેળીના સ્પર્શમાંથી , સાથે ચાલવાના વચન નો અહેસાસ વહેતો હતો.લાયબ્રેરીની મુલાકાતો હવે સિનેમા હૉલ ,તો ક્યારેક મ્યુજિકલ કોનસર્ટ સુધી લંબાઈ . બંનેના દિલ ના દરવાજા ખૂલતાં હોય , એક બીજાના ઊંડાણ સુધી પહોચતા જઇ રહ્યા હતા .
શહેરમાં વસંત છવાઈ રહ્યો હતો. શહેરમાં ગુલમહોરે લાલ વાવટા લહેરાવતા હોય તેમ , ઠેર ઠેર ફૂલો ખીલી ઉઠ્યા હતા . દરેક સાંજ ઉમંગી અને ઉમંગ માટે શબ્દોથી પણ વધારે મૂલ્યવાન ક્ષણો લઈને આવતી. તેઓ સાથે મળીને કવિતાઓ વાંચતા, વિચાર વહેંચતા અને એવી મૌનતામાં ભીંજાતા જે સમજાવા કરતાં અનુભવવાની વધુ હતી.
પણ ઉમંગી પાસે એક રહસ્ય હતું, જે એણે ઉમંગને અત્યારસુધી નહતું કીધું .
રોજ સાંજે ઓફિસેથી , સબવે થી ડિનર પેક કરાવી એ પોતાના ઘેર જાય, જ્યાં એનો નાનો ભાઈ દેવ રહે છે. એક અકસ્માત બાદ ત્રણ વર્ષથી એ એની બોલવાની ક્ષમતા ગુમાવી બેઠો છે ,અવાજ વગરનું અલગારી જીવન, ન કઈ બોલે, ન હસે. આ અફાટ દુનિયામાં , ઉમંગીએ માં - બાપનો પ્યાર આપી એનો આધાર બની હતી .
એક સાંજ, ઉમંગે પૂછ્યું , “આજે શું હું તારે ઘેર આવી શકું ,?”
ઉમાંગીએ ખચકાતા મને "હા" કહ્યું.
ઘેર પહોંચતાં, દેવ ખૂણામાં બેઠો હતો, કોમિક ની ચોપડીઓ વચ્ચે, કોઈ અજાયબ દુનિયામાં તે ખોવાયેલો હતો .
"આ મારો નાનો ભાઈ દેવ છે," ઉમંગીએ કહ્યું, “મારું જીવન , મારા જીવવાનો હેતુ , અને કારણ.”
ઉમંગ એના ભાઈ પાસે શાંતિથી બેઠો. કોઈ શબ્દો નહિ, માત્ર પપ્રેમાળ નજારોની ઉપસ્થિતિ.
પછીના એક અઠવાડિયે ઉમંગે ઢગલો કોમિકના મેગેજીન લઈને આવ્યો જેમાં હિતોપદેશની વાર્તાઓ હતી.
દેવે એક મેગેજીન લઈ સૌપ્રથમ તો રંગીન કવર જોયું. પછી તેના પાનાની એક પંક્તિ ધીમે વાંચી:“સૂર્ય બોલતો નથી ,
બધાને પ્રકાશ આપે છે , ચાંદ બોલતો નથી, પણ શાંતિથી ઝળકે છે.”
ત્રણ વરસમાં પહેલી વાર દેવ ને બોલતો સાંભળી, અહોભાવથી ઉમંગીના નેત્ર ભીંજાઈ ગયા. એ ઉમંગને વળગી રોઈ પડી , પણ, તે ઊભો હતો. શાંત. સ્થિર. અને પૂરક.
" ઓહ ડોક્ટર ઉમંગ , તે માત્ર મારા દિલના બંધ દરવાજાને જ નહીં, પણ મારા ભાઈના ભીડાઈ બંધ થયેલા હોઠને ખોલી વાચા અપાવી છે . તે મારી બંધિયાર જિંદગીના દરવાજા ખોલી નાખ્યા છે . તે તો જોત જોતામાં મારી દુનિયા જ બદલી દીધી.” આઇ લવ યુ
બીજે દિવસે સાંજે , ગુલમોહર ગાર્ડન રેસ્ટોરન્ટમાં સૂર્યના કેસરિયા ઓજસમાં . એ વૃક્ષ નીચે ટેબલ પર બેઠેલી ઉમંગીએ તેની નોટબુકમાં લખ્યું હતું કે” શબ્દો વિનાની દુનિયા હવે શબ્દોથી ભીની થવા લાગી. તેને સમજાય છે કે પ્રેમ માત્ર ખુશી માટે આગળ ધસે તેમાં નથી , પણ જે પૂરક બની એકબીજાના અસ્તિત્વથી સંઘર્ષ વહેંચે.”
ઉમંગીના દિલના દરવાજા ખુલેલા હોઇ , તેમાં ગુંજતી વણ-બોલાયેલ અનેક કવિતાઓને સજીવ બનાવી ફરીથી લખવાનો, તેના હૈયે ઉમંગ હતો.

