કલ્પેશ દિયોરા

Drama

2  

કલ્પેશ દિયોરા

Drama

ઉજવણી

ઉજવણી

3 mins
200


કાલે ગાંધી જયંતિ હતી અને રજાનો દિવસ હતો. ઘણા દિવસથી અમારા ઘરમાં ઘણી બધી વસ્તુઓ ખાલી થઈ ગઈ હતી. મારી પત્ની જોબ કરે છે અને હું મારો પોતોનો બીઝનેસ કરું છું. કયારેક આવી રજાઓ આવે ત્યારે જ એકસાથે ખરીદી કરવા જવાનો સમય મળે.

કાલ સાંજે અમે બંને મોલમાં ખરીદી કરવા ગયા. ઘરની નજીક માં જ અમારે મોલ છે. એ મોલમાં અમે ઘણીવાર વસ્તુ લેવા જતા હોઈએ. આજ પણ તે જ મોલમાં અમે ગયા. લગભગ અડધી કલાક સુધી અમે ઘણીબધી વસ્તુઓ મોલમાંથી લીધી. મેં એને કહ્યું તું એમ કહેતી હતી ને કે આપણે નાસ્તો લેવાનો છે. પાછળની સાઈડ છે. જે જોતો હોઈ એ લઈ લે ને. . !!!

મને કે હમણાં આપણે એ બાજુ જઈએ ત્યારે લઈ લેશું.

પાછળની બાજુ છેલ્લે અમે ગયા. મેં ફરી એને કહ્યું શાક અને ફ્રૂટ લેવાનું છે તો અહીંથી લઈ લે ને ઘરે જતા વચ્ચે ગાડી ઉભી રાખવી નહિ.

મને કે નહીં. . !! નથી લેવાનું છે જ.

તું તો કહેતી હતી ને કે શાક અને ફ્રૂટ લેવાનું છે?

હા,જોઈએ હમણાં લઈ લઈએ. એ બાજુ જાયે તૈયારે. મેં તેને સ્ટ્રીકલી નોટિસ આપી કે પછી હું આવું ત્યારે તું મારી પાસે નહીં મંગાવતી. મને કે નહીં મંગાવું. તેની તૈયાર થવાની વસ્તુઓ અને બીજી થોડી ઘણી વસ્તુઓ મોલ માંથી લઈ મને કે હાલો હવે કહી નથી લેવું. મને થયું સવારે શાક અને ફ્રૂટ અને બીજી વસ્તુંઓ તેને રજા હતી એટલે તે લઈ આવી હશે મેં કઈ કસ કસ કરી નહિ.

બિલ આપી અમે બંને મોલ માંથી બહાર નીકળ્યા. ગાડીમાં બેસી ઘર તરફ જતા હતા. હજુ તો થોડી જ આગળ ગાડી ચાલી હતી. મને કે ગાડી ઉભી રાખો. .

મેં કીધું કેમ? મને કે શાક લેવું છે. મેં તને કીધું તું કે તું મોલમાંથી લઈ લે તો પણ તે અહીં ગાડી ઉભી રખાવી. એક મિનિટ આવું છું.

ફરી ગાડીમાં તે બેઠી આગળ જતાં ફ્રૂટ વાળો આવીયો મને કે ગાડી ઉભી રાખો. ફરી મેં તેને એ જ શબ્દો કીધાં. મને કે બસ એક જ મીનટ. ફરી ગાડીમાં બેસી ઘરનો વળાંક વળતા હતા મને કે ઉભી રાખો કલર લેવા છે. દિવાળીમાં રંગોળી માટે. ફરી મેં એ જ કહ્યું કે મોલમાં અંદર જતા તરત જ કલર હતા લઈ લેવાય ને.

મને કે એક જ મિનિટ બસ આવું છું. તે કલર લઈને આવી અને અમે ગાડીમાં બેસીને ઘરે ગયા. મેં ઘરે જઈને દરવાજો ખોલીને કહ્યું તારે આ બધું લેવું જ હતું તો મોલ માંથી લઈ લેવાય ને રસ્તા પર ત્રણ ત્રણ વાર ગાડી શા માટે ઉભી રખાવે છો?

મને કે કલ્પેશ આપણાં એકના ઘરે જ દિવાળી હોઈ એવું નથી. શાક વાળાના ઘરે પણ દિવાળી હોઈ ફ્રૂટ વાળાના ઘરે પણ દિવાળી હોઈ અને કલર વાળાના ઘરે પણ દિવાળી હોઈ. જો આપણે બધું મોલમાંથી જ લઈએ તો આ બધા કેવી રીતે દિવાળીની ઉજવણી કરે તેમને પણ એક પરિવાર છે. હું તેના શબ્દોથી જ શાંત થઈ ગયો. એક શબ્દ પણ આગળ મેં કહ્યો નહિ.

નીચે ફોટામાં છે તે જ રીતે ખુશી ખુશીથી ગરીબ લોકો દિવાળીની ઉજવણી કરે એવું તમે માનો છો. તો તમે પણ આવું કરી શકો આ દિવાળી પર નાનકડી વસ્તુ ઓ જે રોડ પર ઉભા રહીને ગરીબ લોકો વહેંચે છે. તેમની પાસેથી લેવાનું રાખો. તે પણ તેમના પરિવાર સાથે તેમના ઘરમાં દિવાળી ખુશી ખુશીથી મનાવી શકશે.


Rate this content
Log in

Similar gujarati story from Drama