Nirali Patel

Drama

2  

Nirali Patel

Drama

ઉદ્યાન

ઉદ્યાન

2 mins
24


માણસ પોતાની જરૂરિયાત માટે ઝાડ કાપતો ગયો અને બિલ્ડીંગ ઊભા કરતો ગયો. માણસે પોતાનામાં મનુષ્ય પણું રહેવા જ દીધું નહિ. પ્રાણી બનતો ગયો, અરે એક સમય પ્રાણી પણ માણસ કરતા સારા છે, કૂતરો પોતાની વફાદારી છોડતો નથી. પણ માણસ આજે એના ફાયદા શોધતો ગયો, અને કુદરત તરફ થી મળેલ ભેટ જે આપણને ઘણું બધું ઉપયોગી છે અને આપે છે.

ઝાડ વરસાદ લાવે છે.ઓક્સિજન આપે છે. વાત છે ઝાડ કાપવાની. તો એક વાર્તા છે.

એક ધનવાન શેઠ હોય છે. એમને બધી જગ્યાએ ઝાડ કાપી ને બીલ્ડિંગ બનવાનો શોખ. અને એમાથી અઢડક રૂપિયા કમાય. એક દિવસ એક જગ્યાએ બહુ બધા ઝાડ અને લીલુછમ ખેતર હતું. શેઠ એ જમીન ખૂબ જ ગમી ગઈ. કેમ કે આ જમીન ના બહુ બધા રૂપિયા આવશે. એટલે એમને એ જમીન નો સોદો કરવો હતો. જેની જમીન હતી ને એને મળવા ગયા. અને કહ્યું આ જમીન મારે જોઈએ છે તું એની કિંમત બોલ.પેલા જમીનવાળા ભાઈ એ કહ્યું કે હું એક જ કિંમતે જમીન આપું. શેઠ હતો લોભીયો, એટલે એણે કહ્યું બોલ તારી જમીનની કિંમત શુ છે તો એને કહ્યું મારી આ જમીન હું તને ઓછા ભાવે આપી દઉં પણ આ જમીન માં જેટલાં ઝાડ છે પછીના વર્ષે એના કરતા ડબલ ઝાડ હોવા જોઈએ. પેલા લાલચી શેઠે કહ્યું હું તો એ ઝાડ કાપીને ઘર બનાવી ને વેચીને ડબલ નફો કરીશ. તો પેલા માણસે કહ્યું ભાઈ તો મારે આ જમીન આપવી નથી. શેઠ ત્યાંથી જતા રહ્યા, અને શેઠ ઘરે ગયા અને એમના ઘર આગળ એક ઝાડ હતું તે સરકારી વાળા કાપતા હતા, ઝાડ કાપી નાખ્યું બીજે દિવસે એ શેઠ ના ઘર માં ખૂબ જ તડકો આવવા માંડ્યો, અને એ ઝાડ પર ના પક્ષીઓ પણ ઝાડ ને શોધતા હતા આ બધું જોઈ રહ્યા ત્યાં રોજ વાંદરા પણ કુદતા રમતા એક બીજાને ઘેલ કરતા, એ બધું શેઠ યાદ કરતા હતા. એ વાંદરા ને પણ જોઈ રહ્યા જે ઝાડ શોધતા હતા. એક ઘરડું વાંદરું તો એ ઝાડ ને યાદ કરી કરી ને રડતું હતું. અને એમાં ને એમાં એ બીમાર થઇ ગયુ અને ત્યાં જ મૃત્યુ પામ્યું. ત્યારે શેઠ ને અહેસાસ થયો કે એ ઝાડ કેટલું ઉપયોગી હતું. અને શેઠ એ વિચાર કર્યો કે આવા કેટલા ઝાડ મેં કાપી નાખ્યા અને કેટલા વાંદરા અને પશુ પક્ષીઓના ઘર મેં છીનવી લીધા છે. શેઠ બીજે જ દિવસે પેલા જમીનવાળા માણસ પાસે ગયા અને એ માણસને કહ્યું કે હું તારી આ જમીન ખરીદી ને એમાં હું રાષ્ટ્રીય ઉદ્યાન બનાવીશ અને ત્યાં બધા જ પશુ પક્ષીઓ રહેશે અને એમનું ખાવા, પીવા અને રહેવાની વ્યવસ્થા કરીશ.અને શેઠે ઉદ્યાન બનાવ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Drama