સ્ત્રી તો સ્ત્રી જ છે
સ્ત્રી તો સ્ત્રી જ છે
મારા જીવન માટે આ પરફેક્ટ ચિત્ર છે. કદાચ ચિત્ર મુજબ ભગવાને આટલા હાથ આપ્યા હોત તો આજે આનાથી વધારે કામ કરી લીધું હોત, એક સ્ત્રી સવારે ઊઠતાની સાથે જ મશીનની જેમ દોડવામાંડે છે. જાણે પગમાં સ્કેટિંગના પૈડાં લગાવી દીધા હોય એમ દોડે છે. એક સ્ત્રી જયારે કામ કરવા માટે તૈયાર થાય છે ત્યારે એ સમયની રાહ જોતી નથી. રાત દિવસ જોતી નથી.એ તૈયાર જ થઈ જાય છે. સ્ત્રી એતો દસ પુરુષની ગરજ સારે એટલું કામ કરી શકે છે. જે સ્ત્રી બહાર કામ કરતી હોય એજ સ્ત્રી આજે ઘરમાં પણ કામ કરે છે અને ઘરમાં પણ બે હાથે ચાર હાથ જેટલું કામ કરી શકે છે. આજે ચાર માણસના ઘરમાં ચાર મનગમતા ભોજનીયા થાય છે. આજે એક એક વ્યક્તિ એ જુદા જુદા શાક બને છે. આ બધું એક સ્ત્રી જ કરી શકે છે.સાથે સાથે બહાર નોકરી કરવી અને ઘરનું કામ બાળકો સાચવવા, ઘરના વ્યક્તિ ને સમયસર જમવાનું આપવું ઘરનાનાના મોટા કામ કરવા,બજારના શાક થી લઈ ને કરિયાણા સુધી નું કામ, પણ સ્ત્રી કરતી હોય છે. આખા દિવસના ચોવીસ કલાકથી લઈને પોતાના માટે ક્યારે સમય કાઢતી હશે એ પ્રશ્ન ઉદભવે છે. પણ એક સ્ત્રી જન્મથી લઈને મૃત્યુ સુધી ક્યારેય પોતાના માટે જીવતી જ નથી. ઘરનાની ફરમાઈશ અને બહારના કામથી એનું જીવન શરૂ થાય અને પુરુ થાય છે.
એક સ્ત્રીનો જન્મ થાય ત્યારે એ છોકરી હોય છે. તું છોકરી છે આ કામ કરી શકે તે કામ ના કરી શકે, છોકરી મોટી થઈ સ્ત્રી બની શકે તું સ્ત્રી છે આ કામ તારાથી ના થાય, તો કયું એવું કામ છે જે સ્ત્રી નથી કરી શકતી. જે કામ સ્ત્રી કરી શકે એ કામ કદાચ પુરુષ ના કરી શકે એવું બને છતાં સ્ત્રી માટે સાંભળવા મળે તું આ ના કરી શકે, તું આ ના બની શકે અને છેલ્લે એ જ સ્ત્રી પ્રૂફ કરી બતાવે કેમ એ સ્ત્રી બધું જ કરી શકે. જે સ્ત્રી જો પોતાના ગર્ભમાંથી એક બાળકનો ઉદ્દભવ કરી શક્તી હોય તો એ શક્તિ બધી જ શક્તિઓથી દરેક કાર્ય કરવા સક્ષમ છે.
