Nirali Patel

Inspirational

3  

Nirali Patel

Inspirational

હું ભારતીય

હું ભારતીય

2 mins
147


હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈશાઇ, પારસી, જૈન બધા જ સર્વ ધર્મ સમભાવ. એવું કહેવામાં આવ્યું છે. આજે આપણો ભારત દેશમાં બધી જ જાતિના લોકો વસેલા છે. દરેકનો રંગ, રૂપ,વેશ, ભાષા દરેક રીત જુદી છે. છતાંય આપણે એક જ દેશમાં બધા જ સાથે રહીયે છે. બધાના તહેવાર જુદા વહેવાર જુદા છે. તેમ છતાં એકબીજાના તહેવાર માનવીને ખુશ થઈએ છે. ભગવાન એ દરેકને અલગ અલગ ધર્મમાં જન્મ આપ્યો, પણ જન્મ ભારત દેશમાં આપ્યો, એ આપણા માટે ગર્વ છે. કે હું ભારતીય છું. અને એક જ ભારતમાં રહીને દરેકના અલગ વિચારો સાથે આપણે નિવાસ કરીયે છે.

જો એક કુટુંબમાં છ વ્યક્તિ રહેતા હોય તો દરેકના વિચારો અલગ હોય છે તો આતો આંખો દેશ છે દરેકના વિચાર અલગ જ હોયને, પણ આ અલગ વિચારોવાળા આપણા દેશમાં પણ એકતા જોવા મળે છે. અને આ એકતા લોહીની સગાઇની છે. અને એ છે કે આપણને બનાવનાર ભગવાન, જેમને જન્મ આપ્યો એને દરેકના બ્લડ ગ્રુપ જુદા કર્યા, કુટુંબ જુદા કર્યા, ધર્મ જુદા કર્યા, પણ લોહી બધાનું લાલ જ બનાવ્યું. અને આપણે લોહીની સગાઈના સબંધના કારણે એકતા રાખીયે છે. અને માટે હમ સબ એક હે, માટે જ સર્વ ધર્મ સમભાવ કહીયે છે.

જયારે કોઈ બીજા દેશ સામે થવાની વાત આવે ત્યારે મારો દેશ એક હોય, હમણાં જ બની ગયેલી ઘટના યુક્રેન યુદ્ધની, મારા દેશના કેટલાય લોકો ત્યાં હતા, ત્યારે એમને આપણા દેશમાં પાછા લાવવા માટે મારાં દેશ તમામ વ્યક્તિઓ મદદ માટે ગયા અને તૈયાર હતા. આ એકતા નથી તો શું છે ? જયારે જયારે મારો કોઈ ભાઈ સરહદ પર શહીદ થાય ત્યારે એ ગમે તે ગામનો હોય કે રાજ્યનો હોય તો મારાં દેશના બધા જનાગરિકની આંખોમાં આસું જોવા મળે.

હાલમાં બનેલી ઘટના હરીશ પરમાર શહીદ થનાર એમની અંતિમ યાત્રામાં કોરોનાની પણ પરવા કર્યા વગર જુદા જુદા ગામમાંથી યાત્રા નીકળી અને શ્રદ્ધાંજલિ આપી હતી. આ છે મારા દેશ એકતા. જયારે મારો કોઈ પાડોશી કોઈ મુશ્કેલીમાં હોયને ત્યારે એ ગમે તે જાતિનો હોય ત્યારે રાત દિવસ જોયા વગર મદદે દોડી જાયને એ છે અમારી એકતા. કોઈ વૃદ્ધ માઁ -બાપને અથવા તો કોઈ અનાથ બાળકોનેનાતજાત જોયા વગર ઉછેરવો એ છે મારાં દેશની એકતા, કોઈ મારા દેશનોનાગરિક બીજા દેશ મા ગયો હોય અને ત્યાં જો કોઈ ભારતીય મળી જાય તો જાણે પોતાનું જ કોઈ વ્યક્તિ મળ્યું હોય એટલી લાગણી અનુભવે ત્યારે મને થાય કે હું ભારતીય છું, મારાં દેશનો ધ્વજ જોઉંને ત્યારે મને સલામી આપવાનું મન થાય એવી છે મારી ભારતમાતાની ધરતી માટે મને ગર્વ થાય કે હું ભારતીય છું


Rate this content
Log in

Similar gujarati story from Inspirational