Nirali Patel

Inspirational

2  

Nirali Patel

Inspirational

માનવ

માનવ

2 mins
8


કહેવત છે કે ને પુત્રના લક્ષણ પારણાં મા, પણ આજનો માનવ મશીન બની ગયો છે. એને લોકો જે બનાવે એ બની ગયો છે. પણ સારો માનવ નથી બની શક્યો.

જેવો પુત્રને જન્મ થાય ને ત્યારથી ઘરના તમામ લોકો પોતાની આબરૂ, માન, પ્રતિષ્ઠાના કારણે પોતાના પુત્રને કંઈક ને કંઈક બનાવા ઈચ્છે છે. કોઈ ડૉક્ટર, એન્જીનીયર, વકીલ કે પછી આઈપીએસ પરંતુ પુત્ર અવતરતાની સાથે જે કોઈ એવી ઈચ્છા નઈ કરે કે મારો પુત્ર સારો માનવ બને.

એ જન્મ લીધેલ પુત્ર ને ઘરના તમામ લોકો આશીર્વાદ પણ એવા જ આપશે કે તું કંઈક બનજે હો... પણ સારો માનવ બની બીજાની મદદ કરજે એવું શીખવાડનાર કોઈ જ નથી હોતું. પરંતુ આ દુનિયા પણ અત્યારે એ જ રસ્તે ચાલી રહી છે. કોનો પુત્ર કોઈ સારી જગ્યાએ છે ? અને છે તો કેટલું કમાય છે ? પણ પોતે પોતાના કામમાં સારા કામ કેટલા કર્યા એની કોઈ જ ગણતરી નથી હોતી પણ ખરાબ કામ કેટલા કર્યા અને લાંચ કેટલી લીધી એવી ગણતરી એ કરતો ક્યારેય કરતો નથી.

કંઈક બનવું એ ખરાબ કર્મ નથી પણ કંઈક બની ને ખરાબ કામ કરવું એ કઈ ના બન્યા બરાબર છે. કારણકે એક ખેડૂત જો પોતાનું કાર્ય નીતિ થી કરતો હોય તો એ અભણ માનવ ને જોઈને તો ખબર પડે ને હું તો ભણેલો છું મારાં મા કંઈક વિશેષ હોવું જોઈએ ને ?

  એ લેપટોપ સાથે લપેટાયેલો હશે, પણ પોતાના કર્મથી એ દૂર છે, એ કોઈ આઈપીએસ પોલીસ અધિકારી હશે પણ એ પોતાના અધિકારોથી પર છે. એ કોઈ હાર્ટનો ડોકટર હશે. પણ પોતાના લોકોના હાર્ટમાં ક્યાંય નથી હોતો. એ કોઈ એન્જીનીયર હશે પણ એ પોતાના લોકોમાં રહેલું કર્મ એન્જીન નઈ બનાવી શકે. આપણા બાળકો ને ચોક્કસ કઈ બનાવો પણ એની પહેલા એને સારો માનવ બનાવો. અને જો એ સારો માનવ બની જશે તો આ બધું જ બની જશે અને એના દરેક કર્મ પાછળ કંઈક ને કંઈક અર્થ છુપાયેલો હશે જે એના ડૉક્ટર, વકીલ, કે એન્જીનીયર હોવાનું સર્ટિફિકેટ આપો આપ બની જશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational