Nirali Patel

Drama

3  

Nirali Patel

Drama

રાજા

રાજા

2 mins
108


માયનગરીમાં એક રાજા હતો. જેનું નામ સુલતાન હતું. સુલતાન ખૂબ જ પરાક્રમી અને જાદુગર હતો.એને ખૂબ જ સુંદર રાજકુમારી હતી. રાજકુમારી નાની હતી ત્યાં સુધી રાજા ને સહેજ પણ ચિંતા નહોતી, પણ રાજકુમારી જેવી મોટી થઈ એટલે રાજા ને ચિંતા થઈ ગઈ કે મારી આટલી સુંદર રાજકુમારી મારી પાસેથી પરણીને જતી રહેશે. એને રાજકુમાર લઈ જશે. આમ દિવસો જવા લાગ્યા. રાજકુમારી પરણવા લાયક થઈ ગઈ, બધા રાજકુમારો રાજકુમારી સાથે પરણવા આવતા. રાજા ને ખૂબ જ ચિંતા થતી, રાજા પોતે જાદુગર હતો, એટલે એને વિચારીયુ કે કંઈક જાદુ કરું કે મારી રાજકુમારી મારી પાસે થી ક્યાંય ના જાય. એટલે રાજા એ જયારે રાજકુમાર જોવા આવે ત્યારે રાજકુમારી ને બીજા સ્વરૂપ માં ફેરવી દે.એટલે કે એને કોઈ પ્રાણી કે પક્ષી બનાવી દે, એક દિવસ એક રાજકુમાર આવ્યો એ પણ એક જાદુગર હતો. એ દિવસે એને એની રાજકુમારી ને સમડી બનાવી દીધી. રાજકુમાર ના માં તો અદભુત શક્તિ હતી. એને એની જાદુઈ શક્તિથી રાજકુમારી ને જોઈ લીધી. એટલે રાજા ને એને કહ્યું મને આ પક્ષી આપી દો. રાજા એ કહ્યું આ પક્ષી લેવા માટે તારે મારી એક શરત પુરી કરવી પડશે.

રાજકુમાર એ શરત સાંભળ્યા વગર જ કહ્યું મને શરત મંજૂર છે. એટલે રાજા એ કહ્યું કે પહેલા શરત સાંભળો,તમારે આ પહાડ ની પાછળ એક તળાવ છે, તળાવ માં એક સોનાની માછલી છે જે તમારે સાંજ થતા પહેલા લઈ આવાની છે અને એ પણ જીવતી. રાજકુમાર એ કહ્યું હું શરત પુરી કરીશ.રાજકુમાર ચાલી નીકળ્યો શરત પુરી કરવા. રાજા સુલતાન મનમાં ને મન માં હસતો હતો. એને લાગતું હતું કે એ શરત હારી જશે કેમ કે તળાવ ઊંડું હતું અને માછલી અહીંયા સુધી લાવતા મારી જાય, પણ રાજકુમાર બુદ્ધિમાન અને અદ્ભૂત શક્તિવાળો હતો એટલે એને તળાવ આગળ જઈને તળાવ નું બધું પાણી જાદુ થી ખાલી કરી નાખ્યું, અને સોનાની માછલીને પાણી સાથે એક બાસ્કેટમાં મૂકીને પાછું તળાવ ભરી દીધું અને સોનાની માછલીનું બાસ્કેટ લઈને ચાલતો થયો. સાંજ થતા પહેલા એ રાજા પાસે પહોંચી ગયો. અને એને રાજા ને કહ્યું લો આ માછલી હવે મને મારી રાજકુમારી આપો, રાજા કહે તે તો પક્ષી માગ્યુંતું. રાજકુમાર કહે એ રાજકુમારી છે જેને તમે પક્ષીમાં ફેરવી દીધી છે. રાજા સુલતાન ને ત્યારે અહેસાસ થયો કે કોઈ એવું પણ છે જે મારી રાજકુમારીને મારાં કરતા વધારે પ્રેમ કરે છે, ત્યારબાદ રાજા રાજકુમારીને રાજકુમાર સાથે લગ્ન કરાવી આપે છે. બંને ખૂબ ખુશ થાય છે અને રાજા સુલતાન ની ચિંતા પણ દૂર થાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama