STORYMIRROR

Nirali Patel

Others

3  

Nirali Patel

Others

પૈસા

પૈસા

1 min
136

પહેલાનાં જમાનામાં પૈસા જયારે હતા જ નહી, ત્યારે લોકો સાટાપદ્ધતિથી વસ્તુની વહેંચણી કરતા. અને અનાજના બદલામાં દૂધ, શાક, કાપડ એવી બધી વસ્તુ આપ લે કરતા.

ધીમે ધીમે પ્રગતિ થતા પૈસાનો ઉદભવ થયો અને પૈસો બધા માટે પરમેશ્વર બની ગયો. માણસ એવું સમજે છે કે પૈસાથી દરેક સુખ મેળવી શકાય છે પણ માણસને ખબર નથી કે પૈસાથી દુઃખ પણ મેળવી શકાય છે જે માણસ આજે મેળવી રહ્યો છે.

પૈસાથી આજે માણસ બધું જ ખરીદી રહ્યો છે સાથે સાથે માણસની લાગણીઓ અને પ્રેમ પણ પૈસાથી ખરીદી રહ્યો છે. માણસનો પ્રેમ બજારમાં વસ્તુની જેમ વેચાઈ રહ્યા છે. અને લાગણીઓના સોદા થઈ રહ્યા છે.

પૈસા એ ભાઈ ભાઈ વચ્ચે, ભાઈ બહેન વચ્ચે અને સમાજના દરેક સંબંધો વચ્ચે ઝેર ઊભા થઈ રહ્યા છે. પૈસાના કારણે માણસ ક્રૂર બન્યો, ખૂની બન્યો, મતલબી બન્યો છે. દુનિયામાં પૈસા એક એવી વસ્તુ છે જે ના કારણે દુનિયા લોભી બની છે. કળિયુગ છે વ્હાલા કોઈ કોઈ નું નથી.બધા જ પૈસા ના પૂજારી છે. કહેવત છે ને પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ.


Rate this content
Log in