Nirali Patel

Others

3  

Nirali Patel

Others

કર્મ

કર્મ

1 min
163


સોલોમન ગ્રન્ડીની કવિતા સાંભળી હશે, દુનિયામાં આવ્યા જન્મ લીધો, ખાધું, પીધું, મોટા થયાં, મૃત્યુ પામ્યા, આવીને કઈ જ ના કર્યું જેથી લોકો તમને ઓળખે એ કર્મ, એક સારુ કર્મ થાય બીજું ખરાબ કર્મ થાય, બંને રીતે બધા ઓળખે. પણ શું કરવું એ તમારી પર આધાર રાખે છે. બાળક નાનું હોય ને ત્યારે એને ખબર ના પડે કે હું આ દુનિયામાં આવ્યો છું તો આંખો જન્મારો એળે જવા ના દેવો જોઈએ.

બાળક જન્મે છે ત્યારે તો એને ખબર નથી હોતી કે કર્મ શું છે ? પરંતુ જેમ જેમ એ બાળક મોટા થાય એટલે એમને દુનિયાદારીનું ભાન થાય ત્યારે કર્મ કરવાનું વિચારે છે. અને બાળકની અવસ્થાથી લઈને ઘડપણ સુધીની અવસ્થા એટલે આખો જન્મારો અને એ બે વચ્ચેનો સમન્વય એટલે જીવન. જીવન કેટલું જીવ્યા એ મહત્વનું નથી પણ કેવું જીવ્યા એ મહત્વનું છે.

આ દુનિયામાં પચાસ વર્ષનો માણસ પણ ઘરડો લાગે અને સીતેર વર્ષનો માણસ પણ જુવાન લાગે છે, એટલે આ દરેક માણસની મેન્ટાલીટી દર્શાવે છે. ઘરડો વ્યક્તિ સદાય હસતો હોય જયારે જુવાન વ્યક્તિ હંમેશા રડતો હોય એવી પરિસ્થિતિ દરેકના ઘડતરમાં હોય છે.


Rate this content
Log in