Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Hitakshi buch

Drama Inspirational Tragedy


3  

Hitakshi buch

Drama Inspirational Tragedy


તું ગમે છે પણ...

તું ગમે છે પણ...

3 mins 360 3 mins 360

હિયાના મનમાં વિચારો જાણે કે હિલોળા લઈ રહ્યા હતા. તેને લાગતું હતું કે હવે નહી તો ક્યારેય નહી. કહેવું તો પડશે જ. આમ તો કયાં સુધી અંદર ભરી રાખીશ.

કોની પાસે મનની વાત છતી કરે? મનમાં ચાલતા ઘમાષાણને ઠંડું પાડે એની ગડમથલમાં હિયા આમ તેમ વરંડામાં ફરી રહી હતી. પાંચ ફિટ સાત ઈંચની ઊંચાઈ, બાંધો પાતળો તથા દેખાવે ઘઉવર્ણી હતી. પરંતુ આંખો ભારે ચબરાક, તરત મોહી જવાય એવી. પ્રોફેશનથી એરહોસ્ટેસ..

પાંચ વર્ષ પહેલા પોતોની જ એરલાઈન્સના પાયલોટ સાથે લગ્ન કર્યા હતા. બંને ખૂબ જ આનંદથી જીવન જીવી રહ્યા હતા કે એક દિવસ અચાનક સમાચાર આવ્યા કે....

હિયાને હજી તો સમજાય કે શું થયું છે એ પહેલા ફોન મુકાઈ ગયો અને જોત જોતામાં જીવનભર સાથે જીવવાના કોલ આપનાર એને છોડી જઈ ચુક્યો હતો. બસ પછી શું હતું.. પોતાનું રળો અને ખાવ જેવી સ્થિતિ ફરી એકવાર સામે આવી ગઈ હોવાથી તેણે નોકરી શરૂ કરી.

આ વખતે નોકરી શોખની નહી પણ નિર્ભરતા માટે હતી તે હિયા બરાબર જાણતી હતી. જોતજોતાંમાં એક વર્ષ પણ પસાર થઈ ગયું. હિયા હવે પોતાની પરિસ્થિતિથી ટેવાઈ ગઈ હતી અને એમાં ખુશ પણ હતી. એક રીતે જુઓ તો હવે એને એની એકલતા ગમવા લાગી હતી.

તો પછી આજે અચાનક સમય ચક્ર પ્રતિકૂળ ફરી રહ્યું હોય એમ બેચેની શા માટે? શું થયું હતું... ઓફિસમાં...

(બેલ વાગે છે) હાય રીમા તું... આમ અચાનક... આવ ને.. તું આવી એ ખુબ જ સારું થયું.

રીમા અંદર આવતા.. કેમ શું થયું? ઓલ ઓકે ને? લાગતું તો નથી છતાં થયું પૂછી જ લઉં..

ના ના રીમા આમ તો કંઈ ખાસ નથી... આ તો

શું... ?? ક્યાંક ફરી પાછું કોઈ લાઈફમાં દસ્તક તો નથી કરી ગયું ને? આઈ મીન તું છે જ એવી કે કોઈ ને પણ ગમી જાય..

કાશ... એવું થાય...

એટલે તું ફરી પાછી લગ્નગ્રથિથી જોડાવા માંગે છે એમને? સારું છે ચાલ..

યાર બસ કર.. એવું કશું જ નથી.. હા હું આગળ વધવા માંગું છું પણ આ રીતે નહી? મારે કોઈપણ લાઈફમાં ટેમ્પરરી કે ટાઈમપાસ બનીને નથી રહેવું.

હું સમજી નહીં યાર...

ખુબ જ સરળ છે રીમા.. વાત ને ધ્યાનથી સમજો તો કશું અઘરું નથી. મારા પતિના ગયા પછી જે કોઈ પુરુષ મારા જીવનમાં આવ્યા એ બધાએ મને ખૂબ જ પ્રેમ કરે એવો દાવો ચોક્કસ કર્યો. હું તેમના જીવનનું અભિન્ન અંગ છું એમ પણ કહ્યું અને કોઈ તો એવા પણ કહેનાર મળ્યા કે મને તારી ઉંમર કે સ્ટેટસથી કોઈ તકલીફ નથી. તું ગમે છે પણ...

આ પણ... શબ્દ જ જાણે બધુ મભમ સમજાવી દેતો હોય ને એવું લાગે છે.

હા તો સારું જ છે ને હિયા... કોણ આજે આટલો પ્રેમ કરે છે આ પ્રેક્ટિકલ દુનિયામાં..આમાં વાંધો શું છે?

છે વાંધો.. મને મળેલા ૧૦ પુરુષોમાંથી ૪ એવા છે કે જે પરણેલા છે છતાં મને પ્રેમ કરે છે... એવું કહેનાર છે કે હું તને અને પત્ની બંનેને પ્રેમ કરું છું. કદાચ તને વધુ પરંતુ તને મારા જીવનમાં એ સ્થાન નહી આપી શંકુ જે મારી પત્નીનું છે.

બાકી બચેલા ૬ પુરુષો કે જે હજી લગ્નની રેસમાં છે એ હું મોટી હોવા છતાં મારા સ્વભાવ, દેખાવના કારણે પ્રેમમાં પડ્યાં છે પરંતુ....

પરંતુ તારી ઉંમરના લીધે લગ્ન નહીં કરે એમ જ ને...

ના ના એવું હોય તો સમજી શકું... એમના માટે મારા સામાજિક સ્ટેટસ એટલે કે વિધવા હોવાના કે આ રીતે સિંગલ હોવાના કારણે ઘરના નહીં સ્વીકારેની તકલીફ હોય છે. સાચું કહું તો મારા જેવી વ્યક્તિ બધાને ગર્લફ્રેન્ડ તરીકે જોઈએ છીએ પત્ની તરીકે નહીં. એ તો ખોટું છે ને. તું ખુલ્લા વિચારોવાળી, બિન્દાસ્ત, સમયની સાથે ચાલનારી છે એટલે ગમે છે. તું બ્યુટી વીથ બ્રેન છો પણ....

શું મોટી મોટી વાતો કરનારા લોકો અંદરથી ખરેખર ખોખલા છે?

હિયા હું તારી લાગણી સમજી શંકુ છું અને કેટલાક અંશે તું સાચી પણ છે પરંતુ મને લાગે છે હજી આપણા સમાજમાં એવા પુરુષો છે જેમને ખરા અર્થમાં આ બધી વાતોથી ફરક નથી પડતો. જેમના માટે દુનિયામાં દભીં મુખોટું પહેરી ન ફરવા કરતા બંને વ્યક્તિની ખુશી જ મહત્વની છે. આવો જ વ્યક્તિ તારી લાગણીઓને સાચો ન્યાય આપી શકે. મને ખાતરી છે એક દિવસ એવો આવશે જ્યારે તને એ મળશે અને તું એની, તારા મનગમતા આશીયાના તરફ આગળ વધીશ.


Rate this content
Log in

More gujarati story from Hitakshi buch

Similar gujarati story from Drama