ટેક
ટેક
ટેક
મુંબઈ નો ડોમ્બિવલી કસબો, કોઈ ગામ નું નામ નહીં, એક લય છે. અહીં રાતે ટ્રેનના પૈડાં થંભે છે, પણ ગલીઓ જાગે છે. અને એ જ ગલીઓમાં રહે છે. હરજીભાઈનો વેપલો ક્યારેય અટકતો નથી.
એ તાંબા ની ચાની કટલી સામે બેઠો હોય, ધીમે ધીમે ચા પીવે. રોજ રાત પડે અને એનો દરબાર ભરાય. કોક વખત તે મનમાં વિચારે“ બીજા લોકો કન્ટ્રી દારૂ પાય… અને લોકોના જીવન અને મરણ પણ બગાડે, ચાલો કમસેકમ હું શુદ્ધ ચરસ તો પીવડાવું છું.”
ભાઈ માટે કોકનું મંડાય તો કોકનું રંડાય, કોઈનો વર મરે કે કોક વહુ મરેકોકનું ઘર મંડાય કે ભાંગે, પરંતુ ભાઈનું તરભાણું હમેશા ભરાતું રહે.
એક રાતના દરબાર પહેલા ની સાંજ હતી , ડોમ્બિવલીના રામનગર વિસ્તારની , એક યુવતીની માતા હરજીભાઈ પાસે આવી.. આર્દ સ્વરે કહે...
ભાઈ
“એ પ્રધાન નો છોરો … મારી દીકરીને કાનડે છે રોજ ધમકી આપે છે. ફરિયાદ કરું તો પોલીસ કહે છે જુવાન છે ચાલ્યા કરે .”

"પણ માંડી હું પૈસા વગર કોઈ કામ નથી
કરતો. ઘોડ઼ો ઘાંસ ની દોસ્તી કરે તો ખાય શું....અને ભૂખ્યા પેટે કેટલું દોડે!"
માંડી રડતી આંખે બોલી..
પણ
"વીરા કેટલાક કામના મોલ ન હોય..."
હરજીભાઈને માંડી નો ટોણો લાગી આવ્યો.
ચા ની ચુસ્કી લઇ કાંડે બાંધેલી રાડો ઘડિયાળ જોઈ. “સાંજ ૭:૪૦ નો સમય હતો..
"ઠીક છે માંડી કાલ સવાર નો સૂરજ એ નહીં જોઈ શકે એ મારી આજની 'ટેક' રહેશે.
", પણ, આ માટે,તારે કાલના છાપા નો ખર્ચો તો ઉઠાવો પડશે....
તું સવારે પહેલું કામ છાપું ખરીદવાનું કરજે...”
એ રાતે, એક છાંયા મિનિસ્ટર આવાસની ગલીમાંથી પસાર થઈ. કોઈ અવાજ નહીં. કોઈ લોહી નહીં.
સવારના અખબારમાં હેડ લાઇન: “અજાણ્યો હુમલો—પ્રધાન ના છોકરા નું શંકાસ્પદ મૃત્યુ.”
ટીવી પર બ્રેકીંગ ન્યુઝ લાઇન આવે: “અજાણ્યો હુમલો.” કોઈ સગડ નથી..
પોલીસ પણ જાણે અને ગલીઓ પણ જાણે છે.એ હુમલો હરજીભાઈનો હતો.
પણ પોલીસ લાચાર,ભાઈ ના ચહેરા પર ગુસ્સો નથી, એના હાથમાં લોહી નથી, એ દરબાર છોડી ક્યાંય જતા નથી. ઘરેજ બેઠા હોય પણ એના મનના અંધકાર માં એક ચિનગારીની ઝબક છે.
સમય જ ભાઈનું શસ્ત્ર છે. એ રાહ જુએ છે, ક્ષણ ક્ષણ નો હિસાબ રાખી ગણે છે,
અને પછી… યોગ્ય ક્ષણે કોઈની જીવનદોરી આપોઆપ ખતમ થઈ જાય છે.
જ્યાંરે કાયદો સૂઈ જાય, ત્યારે હરજીભાઈ જાગે છે.
સવારે માંડી છાપું લઇ ભાઈને ઘરે ગઈ.
ભાઈને હાથે રાખડી બાંધી ભીની આંખડી એ કહે છે, ભારે કરી વીરા.
હરજીએ ચાની ચુસ્કી લેતા, માંડી ની આંખમાં જુએ છે.
માંડી ચહેરો પૂછે: “કેવી રીતે અને કોણે.... ?”
હરજીભાઈ હસે—
“ જ્યારે બધું ખતમ થાય, ત્યારે હું રહેતો હોઉ છુ ”
ડોમ્બિવલીના લોકો કહે છે:
“હરજીભાઈ સામે કદી ન આવશો.”
માફિયા ચૂપ રહે, ડોન મોઢું ફેરવે.
કારણ ભાઈ ક્યારેય કોઈનો દુશ્મન નથી બન્યો.
ભાઈ સદા કાળ હસતા રહે છે પણ એ હાસ્ય પાછળ એક ઘેરુ અંધારું છે.એવું અંધારું જે ગલીઓમાં શ્વાસ અટકાવે.
આ જ હરજીભાઈ, એક સમયે ઓટોમેકેનિક હતા, સ્કૂટર ગાડીઓ ના એન્જીનના ચક્કર સમજે, અને તેની ચાલ જાણે. પણ તેની બહેનની એક દુર્ઘટના પછી, એ સમયને વાપરવા લાગ્યા… એક શસ્ત્ર તરીકે.
હરજીભાઈ કોઈ ડોન નથી. એ સોપારી કિલર પણ નથી. એ છે,“અંતિમ પરિણામ.”
એને કોઈ ન પૂછે “શા માટે?”
એના હાથમાં લોહી નથી, પણ હવામાં ગંધ રહે. એના પગલાં પડે, ત્યાં પહેલા કામ તમામ થઈ જાય.
હરજીભાઇ જયારે 'ટેક' લે છે, ત્યારે કોઈનું મરણ પણ વ્યવસાય બની જાય છે…
અને
હરજીભાઈ એના સીઈઓ હોય છે .
