Akbar Birbal

Classics Comedy

0  

Akbar Birbal

Classics Comedy

તમારો ગુરૂ કોણ ?

તમારો ગુરૂ કોણ ?

1 min
238


ચોબેજીમેં ચાર બે, ચારોંહુકો ધર્મ,

બેકોડી બેમામલે બેશહુર બેશરમ.

એક વખત શાહે બીરબલને પુછ્યું કે, 'આવી રીતે હાજર જવાબ દેતાં તમને કયા ગુરૂએ શીખવ્યું છે !' બીરબલે કહ્યું કે, નામદાર ! મથુરાના એક ચોબાજીએ શીખવેલ છે.' શાહે કહ્યું કે, 'તે તમારા ગુરૂની કોઇ સમે મારી સાથે ભેટ કરાવશો !' બીરબલે કહ્યું કે, 'ખુશીની સાથે કરાવીશ. સરકાર !'

થોડાક દીવસ ગયા પછી એ ચોબાનો સારો આદરસત્કાર કરી બીરબલ પોતાને ઘેર તેડી લાવી મેવા મીષ્ટાનથી સંતોષી બીજે દીવસે દરબારમાં જ‌ઇ શાહને કહ્યું કે, 'હજુર ! મારા ગુરૂજી આવ્યા છે.' શાહે કહ્યું કે, 'ઠીક છે ! સાંયકાળે એકાંત ભુવનમાં તેને લ‌ઇને આવજો.'

સાંયકાળ થતાંજ ચોબાજીને લ‌ઇ બીરબલ એકાંત ભુવનમાં ગયો. ગુરૂ અને ચેલાને આવેલા જોઇ, શાહે તરત તેઓનો સત્કાર કરી બેસવાને આસન આપી, તેમની સાથે થોડીક આડી અવળી વાતો ચલાવ્યા પછી ઘડીકની રમુજને ખાતર શાહે પુછ્યું કે, 'ક્યું ચોબાજી ! આપ દરરોજ ક્યા ખાતે હો ? ચોબે કહ્યું કે, 'જી હજરત લડુવા ખાતા હું.' શાહે જરા તેનું પાણી જોવા માટે કહ્યું કે, 'જી લડુવા તો ભડવા ખાતા હેં ? આ મશ્કરીવાળું વાક્ય સાંભળી નીઃશંકપણે ચોબે જવાબ આપ્યો કે, 'હજુર ! સચ કહતે ભડુવે હોતે હેં સોહી હમારે પાસ બેઠકે બાતે કરતે હેં !' આ પ્રમાણેનો સ્પષ્ટ જવાબ સાંભળી શાહ ચુપ થ‌ઇ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Classics