STORYMIRROR

Akbar Birbal

Comedy Others

0  

Akbar Birbal

Comedy Others

ગળે પડુ ચાકરડી

ગળે પડુ ચાકરડી

2 mins
949


એક વખતે રસ્તેથી જતા એક ગૃહસ્થનો હાથ પકડી એક સ્ત્રીએ કહ્યું કે, 'અલ્યા લુચ્ચા ! ઉભો રહે, જાય છે ક્યાં ! પારકી સ્ત્રી પર બળાત્કાર ગુજારી લાજ લુટી માટે શરમાતો નથી. ચાલ તારા પાપની શિક્ષા કરાવું ?' એટલું કહી તે ગળે પડુ ચાકરડી દરબારમાં જઈ ફરીયાદ કરી. આ ગળે પડુ લોંડીની સઘળી હકીકત સાંભળી લઈને શાહે તેથી તે તોહોમતવાળા માણસને દરબારમાં બોલાવી તેની બારીક તપાસ કરીને પછી તે લોંડીને શાહે હસીને કહ્યું કે, 'તારામાં ડહાપણ બહુ છે, માટે તારી ડહાપણ ભરેલી ઠાવકી ચતુરાઈ જોવાની મને ઈચ્છા થઈ છે, તે માટે આ સોયમાં તું દોરો પરોવી આ રૂમાલમાં એક નમુનેદાર બુટ્ટો ભરી આપ. બાદ તારા કેસનો ચુકાદો આપીશ.' એમ કહી બાદશાહે સોય ચપટીમાં પકડી દોરો તે લોંડીના હાથમાં આપી પરોવવા કહીને શાહ સોયને ચપટીમાં ફેરવવા લાગ્યો.' આ જોઈ તે લોંડી બોલી કે, 'ખુદાવીંદ ! સોય ફેરવલી બંધ રાખશો તો જ મારાથી દોરો પરોવાઈ શકાશે ?' આ સાંભળી શાહે કહ્યું કે, વાહ ! ઠગારી ! જ્યારે તું આ ફરતી સોયમાં દોર પરોવવા અશક્ત છે ત્યારે આ માણસે તારી ઉપર બળાત્કાર ગુજાર્યો ત્યારે તે તું કેમ સહન કરી શકી ? માટે આ દાખલા ઉપરથી એમ સાબીત થાય છે કે તારી ઈચ્છાથી જ આ માણસે તારી સાથે તારી સાથે રતીરંગ રમ્યો છે, પણ તારા મનની લાલચને પૂર્ણ ન કરવાથી તેં આ ફરીયાદ માંડીને પૈસા ઓકાવવાની માત્ર યુક્તિ રચી છે, તે યુક્તીમાં તું ખોટી પડી છે. ફરીથી તારા જેવી હલકી જાતની સ્ત્રીઓ બીજાઓની આબરૂ ઉપર હુમલો ન કરે તેટલા માટે તને બાર માસ સુધી અંધારી ઓરડીમાં પુરી રાખવાનો હુકમ કરૂં છું.' શાહનો આ તાત્કાલીક ઈનસાફ જોઈ તમામ દરબાર શાહના ઉંચા પ્રકારના ન્યાયની ખુબીને વખાણવા લાગ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Comedy