બીરબલ અને ગંગ કવી
બીરબલ અને ગંગ કવી
બીરબલ અને ગંગ એક ગુરૂની નિશાળે શીખ્યા હતા, અને અભ્યાસ કરતી વખતે બંને જણ એકમેકના મીત્ર બન્યા હતા. ભણતા તે મોટા થયા ત્યારે તે બંને જણ જુદા પડ્યા, અને કમાણી કરીને પોત પોતાનું પેટ ભરવાનો સમય આવ્યો ત્યારે તેઓ કોઈક વખતે મળતા હતા. પણ બીરબલ જ્યારે પ્રધાનપદ ઉપર નેમાયો ત્યારે પાછો તેમનો મેલાપ થયો. તે વખતે તેને પોતાની જુની મીત્રતા યાદ આવાથી કવી ગંગે એક દોહરો કરીને બીરબલને મોકલ્યો. તે સાથે પોતાના ઘર પાસે એક બોરડી હતી તેમાંથી થોડા બોર તોડીને મોકલ્યા. સાથે મોકલેલો દોહરો આ પ્રમાણે હતો.
આગું સુદામા કિશ્નને, ગંગ બીરબલ ફેર,
તા દિનમેં તાંદુલ હતે, યહ દીનનમેં બેર.
બીરબલ પણ પોતાની આગલી મીત્રતા સંભારી આનંદ પામ્યો.
