STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

મુર્ખની મિત્રતા

મુર્ખની મિત્રતા

1 min
1.1K


એક સમે શાહ જુજ દરબારીઓ સાથે બેસી ગામ ગપાટાની વાતો ચલાવી રહ્યા હતા. તેમાં મુર્ખની મિત્રતાઈ વીશે વાત નીકળતાં ગંગે કહ્યું કે:-

સવૈયા 

ગંગ તરંગ પ્રવાહ ચલે ઓર, કુપકો નીર પીઓ ન પીઓ.

અબ રદે રઘુનાથ બસે તો, ઓરકો નામ લીઓ ન લીઓ.

કર્મ સંજોગ સુપાત્ર મીલે તો, કુપાત્રકો દાન દીઓ ન દીઓ;

કવિ ગંગ કહે સુન શાહ અકબર, મુરખ મીત્ર કીયો ન કીયો.

શાહે તેને શાબાશી આપીને કહ્યું કે, ' રંગ છે ગંગ તારા વીચાર રૂપી તરંગને ? તારા વગર બીજો કોણ આવા સમયસૂચક વાક્યો કહી સંભળાવે ?'

ગંગે કહ્યું કે, 'સરકાર ! જરાક બાકી રહ્યું છે તે સાંભળો.

કવિત 

ધન દેવે ધામ બાતકો બિશ્રામ દેવે,

રાજકી લગામ દેવે એશો મીત્ર પેખ્યો હે;

સમયાનુકુળ રેવે ભુલ થાય નહિ દેવે,

નિષ્કપટ ન્યાયી કુડકપટ જીને છેક્યો હે;

બાત ગુપ્ત રાખે દાખે બોલ ના કદી ઉથાપે,

પ્રકૃતિ પિછાની જાની લાયક મન લેખ્યો હે;

કહત હે કવિ ગંગ સુનો મેરે દિલ્હીપતી,

સમયપેં સીસ દેવે એસો કોઈ દેખ્યો હે ?

શાહે તુરત એક કીંમતી શાલ મંગાવી ગંગને ઓઢાડી દીધી.


Rate this content
Log in

Similar gujarati story from Classics